VIDEO: નેતન્યાહૂ મંચ પર આવતા જ અનેક દેશોના પ્રતિનિધિઓએ ચાલતી પકડી, UNGAમાં બૉયકોટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Benjamin Netanyahu Faces Mass Walkout During UN Speech | સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ભાષણનો અનેક દેશોએ બહિષ્કાર કર્યો છે. UNGAમાં ભાષણ આપવા માટે નેતન્યાહૂ જેવા જ મંચ પર આવ્યા કે તરત જ અનેક દેશોના પ્રતિનિધિઓએ ચાલતી પકડી. નેતન્યાહૂ પણ આ દૃશ્ય જોઈ ચોંક્યા હતા, તેમના ભાષણ દરમિયાન સમગ્ર હૉલ જાણે ખાલીખમ હોય તેવું દેખાઈ રહ્યું હતું.
ઈઝરાયલથી કેમ નારાજ છે અનેક રાષ્ટ્ર?
જોકે ઈઝરાયલના પ્રતિનિધિઓએ જોરદાર તાળીઓ વગાડીને નેતન્યાહૂનું સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશો ઈઝરાયલથી નારાજ છે. માત્ર ગાઝા જ નહીં ઈઝરાયલે કતાર, લેબનોન, ઈરાન પર પણ હુમલો કર્યો હોવાથી આ દેશોના મિત્ર રાષ્ટ્રો પણ નારાજ છે. મુસ્લિમ દેશોનો આક્ષેપ છે કે ઈઝરાયલની કાર્યવાહીમાં બાળકો અને મહિલાઓના મોત થઈ રહ્યા છે. જ્યારે ઈઝરાયલનો દાવો છે કે આ કાર્યવાહી આતંકવાદ વિરુદ્ધ તથા રાષ્ટ્રની આત્મરક્ષામાં કરવામાં આવી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રના ભાષણમાં નેતન્યાહૂએ દાવો કર્યો કે ઈઝરાયલની કાર્યવાહી બાદ હમાસની તાકાત હવે પહેલા કરતાં ઓછી થઈ ગઈ છે. આ સિવાય હિઝબુલ્લા વિરુદ્ધ પણ કાર્યવાહી કરાઈ છે.
બીજી તરફ અમેરિકાનો દાવો છે કે તેમના તરફથી શાંતિ સ્થાપના માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈસ્લામિક રાષ્ટ્રોના પ્રમુખો સાથે એક વિશેષ બેઠક કરી હતી.








