World

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ PM મોદી સાથે ફોન પર કરી વાત, રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે શું થઈ ચર્ચા?

By GS Team
9 Nov 20261 min read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 નવેમ્બર 2026ના રોજ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી. ઝેલેન્સ્કીએ યુદ્ધની સ્થિતિની વિગતો શેર કરી હતી. PM મોદીએ સંવાદ અને કૂટનીતિ દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ પર ભાર મૂક્યો. ભારતના માનવીય દ્રષ્ટિકોણનો પુનરોચ્ચાર કરતા, PM મોદીએ શાંતિ પ્રયાસોમાં ભારતનું યોગદાન આપવાની તૈયારી દર્શાવી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા પર પણ ચર્ચા કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ PM મોદી સાથે ફોન પર કરી વાત, રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે શું થઈ ચર્ચા?

PM Modi Speaks With Volodymyr Zelenskyy: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 નવેમ્બર 2026ના રોજ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ યુદ્ધની સ્થિતિના તાજેતરના ઘટનાક્રમ અને સ્થિતિ અંગેની વિગતો PM મોદી સાથે શેર કરી હતી. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈપણ સંઘર્ષનો ઉકેલ માત્ર કૂટનીતિ અને શાંતિપૂર્ણ સંવાદ દ્વારા જ શક્ય છે.

શાંતિ પ્રક્રિયામાં ભારતનું સમર્થન

માનવીય અભિગમ: PM મોદીએ ભારતના 'હ્યુમન-સેન્ટ્રિક' એટલે કે માનવીય દ્રષ્ટિકોણનો પુનરોચ્ચાર કરતાં કહ્યું કે, યુદ્ધના શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલ માટે કરવામાં આવતા તમામ પ્રયાસોમાં ભારત પોતાનું યોગદાન આપવા સંપૂર્ણપણે તૈયાર છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા શાંતિ પ્રયાસો વચ્ચે ભારત એક તટસ્થ અને મજબૂત મધ્યસ્થ તરીકે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા પણ કટિબદ્ધ છે.

દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા પર ભાર

યુક્રેન સંકટ સિવાય બંને દેશોના વડાઓએ ભારત અને યુક્રેન વચ્ચેના દ્વિપક્ષીય સહયોગ અને વ્યાપારિક ભાગીદારીને વધુ મજબૂત કરવાના ઉપાયો પર વિગતવાર ચર્ચા કરી હતી.

વૈશ્વિક શાંતિના મિશનમાં ભારતની ભૂમિકા

આ ટેલિફોનિક વાતચીત એવા સમયે થઈ છે, જ્યારે આખી દુનિયા આ લાંબા ખેંચાતા યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધી રહી છે. પીએમ મોદીની આ પહેલ દર્શાવે છે કે, ભારત વૈશ્વિક શાંતિ વ્યવસ્થા સ્થાપિત કરવામાં એક નિષ્પક્ષ અને મજબૂત મધ્યસ્થી તરીકે પોતાની ભૂમિકા ભજવવા માટે સતત કટિબદ્ધ છે.