રશિયા સામે યુક્રેન હવે 1970ના દાયકાના જૂના હથિયારો સાથે મેદાનમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કિવ : રશિયા સામે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે યુક્રેન સામે અણધારી મુશ્કેલી ઊભી થઈ છે. રશિયાના ઝડપી ડ્રોન અને મિસાઇલોને આકાશમાં જ તોડી પાડવા માટે વપરાતા અત્યાધુનિક શોનો જથ્થો હવે યુક્રેન પાસે લગભગ ખતમ થવાના આરે છે. આ ગંભીર કટોકટીને પહોંચી વળવા માટે યુક્રેનિયન વાયુસેનાએ છેવટે ૧૯૭૦ના દાયકાની અપ્રચલિત અને જૂની 'આર-૬૦' મિસાઇલો પોતાના મિગ-૨૯ વિમાનોમાં ફરીથી સજ્જ કરવી પડી રહી છે.
યુક્રેન માત્ર જૂના સોવિયેત વિમાનો માટે જ નહીં, પરંતુ પશ્ચિમી દેશો તરફથી મળેલા અદ્યતન એફ-૧૬ વિમાનો માટે પણ શોની અછત વેઠી રહ્યું છે. આ વિમાનોમાં વપરાતી મિસાઇલો જમીન પરની રક્ષણાત્મક પ્રણાલીમાં પણ વપરાતી હોવાથી તેનો મર્યાદિત ઉપયોગ કરવો પડે છે. પરિણામે, કેટલાક વિમાનોને માત્ર તેમની આંતરિક તોપના સહારે જ આકાશમાં ઉતારવા પડી રહ્યા છે. રશિયાએ તાજેતરના મહિનાઓમાં હજારોની સંખ્યામાં જેટ સંચાલિત ઝડપી ડ્રોન છોડયા છે. ઝડપ વધુ હોવાથી યુક્રેનની તેમને તોડી પાડવાની સફળતાનો દર પહેલાંના ૯૦ ટકાથી ઘટીને ૬૦ થી ૭૦ ટકા સુધી નીચે આવી ગયો છે, જે યુક્રેનિયન સુરક્ષા માટે મોટો પડકાર બની ગયો છે
જૂના શો વાપરવા પાછળનું કારણ
ઝડપી ડ્રોનનો હુમલો : રશિયાએ કલાકના ૭૦૦ કિલોમીટરની ઝડપે ઊડતા અત્યાધુનિક ગેરાન શ્રેણીના માનવરહિત વિમાનો અને બાંદેરોલ મિસાઇલોથી હુમલા તેજ કર્યા છે, જેને જમીન પરથી રોકવા મુશ્કેલ છે.
મિસાઇલોની ભારે તંગી : અત્યાર સુધી સફળ રહેલી 'આર-૭૩' મિસાઇલોનો સંગ્રહ ઘટી ગયો છે. યુક્રેને જમીન પરની સંરક્ષણ પ્રણાલીઓ અને દરિયાઈ બોટમાં પણ આ મિસાઇલો વાપરી નાખતાં હવે તેની અછત સર્જાઈ છે.
જૂની મિસાઇલનો ઉપયોગ : તાજેતરમાં યુક્રેનના એક વિમાન દુર્ઘટનાના કાટમાળમાંથી જૂની આર-૬૦ મિસાઇલ મળી આવી હતી, તેમજ આ જ જૂના હથિયારથી દુશ્મનની મિસાઇલ તોડી પાડવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.




