World

રશિયા ગમે ત્યારે હુમલો કરે તેવી આશંકા ! યુરોપના દેશોને યુદ્ધ માટે તૈયાર રહેવા બ્રિટનના PMની ચેતવણી

By GS TEAM
14 Feb 20262 mins read
TukuTouch Logo
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે મ્યૂનિખ સુરક્ષા સંમેલનમાં વિશ્વભરના નેતાઓને સંબોધન કરીને ગંભીર ચેતવણી આપી છે. તેમનુ માનવું છે કે, રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે, તેથી યુરોપના દેશોએ રશિયાના આક્રમકથી બચવા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે કહ્યું છે કે, રશિયાના સંભવિત યુદ્ધને ધ્યાને રાખીને યુરોપીય દેશોએ પોતાની સુરક્ષા ક્ષમતાઓને મજબુત કરવી જોઈએ અને પોતાના લોકોની રક્ષા માટે તૈયાર રહેવું જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયા ગમે ત્યારે હુમલો કરે તેવી આશંકા ! યુરોપના દેશોને યુદ્ધ માટે તૈયાર રહેવા બ્રિટનના PMની ચેતવણી

UK PM Keir Starmer Warns Europe : બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે મ્યૂનિખ સુરક્ષા સંમેલનમાં વિશ્વભરના નેતાઓને સંબોધન કરીને ગંભીર ચેતવણી આપી છે. તેમનુ માનવું છે કે, રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે, તેથી યુરોપના દેશોએ રશિયાના આક્રમકથી બચવા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે કહ્યું છે કે, રશિયાના સંભવિત યુદ્ધને ધ્યાને રાખીને યુરોપીય દેશોએ પોતાની સુરક્ષા ક્ષમતાઓને મજબુત કરવી જોઈએ અને પોતાના લોકોની રક્ષા માટે તૈયાર રહેવું જોઈએ.

‘રશિયાના આક્રમણને રોકવા યુરોપના દેશો તૈયાર રહે’

તેમણે કહ્યું કે, ‘યુરોપે સુરક્ષા અને પોતાના દેશની પ્રતિબદ્ધતાઓ મામલે આત્મનિર્ભર રહેવું જોઈએ. યુક્રેન સાથે યુદ્ધવિરામ કર્યા બાદ રશિયા પોતાના હથિયારોની ક્ષમતામાં વધારો કરીને સંભવિત આક્રમણ કરી શકે છે. ત્યારે આ આક્રમણને રોકવા માટે યુરોપના દેશોએ તૈયાર રહેવું જોઈએ. જો જરૂર પડે તો લડવાની પણ તૈયારી રાખવી જોઈએ.’

આ પણ વાંચો : ‘ઈરાન મામલે સંભાળીને રહેજો’, ચીનની અમેરિકાને ખુલ્લી ચેતવણી, યુરોપને કરી ખાસ અપીલ

અમે યુદ્ધ જહાજો તહેનાત કરીશું : PM સ્ટારમર

વડાપ્રધાન સ્ટારમરે જાહેરાત કરી છે કે, ‘બ્રિટને રશિયા તરફથી સંભવિત આક્રમણ સામે મુકાબલા કરવામાં મદદ કરવા માટે અમે અમારા વિમાનવાહક યુદ્ધ જહાજને આર્કટિકા અને સુદૂર ઉત્તરમાં તહેનાત કરીશું.’ તેમણે આશા વ્યક્ત કરી છે કે, સંયુક્ત રાજ્ય અમેરિકા, કેનેડા અને નાટોના સભ્ય દેશો પણ આ પ્રયાસમાં સામેલ થશે.

‘જો NATOના એક દેશ પર હુમલો થશે તો...’

બ્રિટને નાટોની કલમ-5ના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરીને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો નાટોના કોઈ એક દેશ પર હુમલો થશે તો તે તમામ સભ્ય દેશો પરનો હુમલો માનવામાં આવશે. બ્રિટનના પ્રતિબદ્ધતા પહેલાથી જેમ મજબૂત જ રહેશે. સ્ટારમરનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીય યુનિયનના દેશો પોતાની જવાબદારી પૂરી ન કરી હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે આ પહેલા UNના અધ્યક્ષા ઉર્સુલા વૉન ડેર લેયેને સ્ટારમરને એક વિશ્વાસપાત્ર સાથી ગણાવતા કહ્યું હતું કે, યુરોપે પોતાની સુરક્ષા કરવા માટે વધુ જવાબદારી લેવી જોઈએ.’

આ પણ વાંચો : ‘વિશ્વભરના દુશ્મનો આપણાથી ડરે છે’ એક દેશ પર કબજો કર્યા બાદ ટ્રમ્પે ખુશી વ્યક્ત કરી