World

બ્રિટનના રાજકારણમાં ભૂકંપ: PM કીર સ્ટાર્મરે આપ્યું રાજીનામું, પાર્ટી અધ્યક્ષ પદ પણ છોડ્યું

By GS Team
22 Jun 20263 mins read
TukuTouch Logo
બ્રિટન (યુકે) ના રાજકીય ગલિયારાઓમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે (Keir Starmer) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન પદ છોડવાની સાથે જ તેમણે સત્તાધારી પક્ષ 'લેબર પાર્ટી' ના નેતા (અધ્યક્ષ) પદ પરથી પણ તાત્કાલિક અસરથી રાજીનામું આપીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિટનના રાજકારણમાં ભૂકંપ: PM કીર સ્ટાર્મરે આપ્યું રાજીનામું, પાર્ટી અધ્યક્ષ પદ પણ છોડ્યું

UK Political Crisis: બ્રિટન(યુકે)ના રાજકીય ગલિયારાઓમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે (Keir Starmer) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન પદ છોડવાની સાથે જ તેમણે સત્તાધારી પક્ષ 'લેબર પાર્ટી'ના નેતા(અધ્યક્ષ) પદ પરથી પણ તાત્કાલિક અસરથી રાજીનામું આપીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે.

રાજીનામા પાછળના સંભવિત કારણો અને રાજકીય હલચલ

કીર સ્ટાર્મરના આ અચાનક લેવાયેલા નિર્ણય બાદ બ્રિટિશ રાજકારણમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

પાર્ટીમાં આંતરિક વિખવાદ: સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી નીતિગત નિર્ણયો અને વહીવટી મુદ્દાઓ પર લેબર પાર્ટીની અંદર જ ભારે અસંતોષ જોવા મળી રહ્યો હતો. 100થી વધુ સાંસદો બળવો કરી ચૂક્યા હતા અને ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમના રાજીનામાની ભવિષ્યવાણી કરી હતી. 

નવા નેતાની શોધ શરૂ: કીર સ્ટાર્મરના રાજીનામા બાદ હવે બ્રિટનના આગામી વડાપ્રધાન કોણ બનશે તેને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. લેબર પાર્ટી ટૂંક સમયમાં જ પોતાના નવા સંસદીય નેતાની ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ કરશે. ત્યાં સુધી વહીવટી વ્યવસ્થા સંભાળવા માટે હંગામી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.

કિંગ ચાર્લ્સને જાણ અને નવા નેતાની પ્રક્રિયા

કીર સ્ટાર્મરે જણાવ્યું કે તેમણે આજે સવારે બ્રિટનના રાજા(કિંગ ચાર્લ્સ) સાથે વાત કરીને પોતાના રાજીનામાના નિર્ણયની સત્તાવાર જાણકારી આપી દીધી છે. આ સાથે જ તેમણે લેબર પાર્ટીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીને નવા નેતાની ચૂંટણી માટે સમયપત્રક નક્કી કરવા વિનંતી કરી છે, જે અંતર્ગત 9 જુલાઈથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે અને સંસદના ઉનાળુ વેકેશન (સમર રિસેસ) સુધીમાં તે પૂર્ણ કરી લેવાશે. આ વ્યવસ્થાના ભાગરૂપે સપ્ટેમ્બરમાં સંસદનું સત્ર ફરી શરૂ થાય તે પહેલાં દેશને નવા નેતા મળી જશે અને ત્યાં સુધી તેઓ વડાપ્રધાન તરીકે પોતાના પદ પર કાર્યરત રહેશે.

નવા વડાપ્રધાનને સમર્થન અને સાથીઓનો આભાર

પોતાના સંબોધનમાં સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું કે તેઓ સત્તાના સુવ્યવસ્થિત હસ્તાંતરણ (handover) માટે શક્ય તમામ પ્રયાસો કરશે અને પોતાના અનુગામી (આગામી વડાપ્રધાન) ને સંપૂર્ણ સહયોગ આપશે. તેમણે ઉમેર્યું કે દેશના નવા વડાપ્રધાનને બે વર્ષ પહેલાંની સરખામણીએ વધુ મજબૂત અને ન્યાયી બ્રિટન વારસામાં મળી રહ્યું છે. આ ભાવુક ક્ષણે તેમણે છેલ્લા છ વર્ષથી તેમની સાથે ખભેખભો મિલાવીને કામ કરનારા પોતાના મિત્રો, સહયોગીઓ, 10 ડાઉનિંગ સ્ટ્રીટના સ્ટાફ અને બ્રિટનની અસાધારણ સિવિલ સર્વિસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

પત્ની-બાળકોનો ઉલ્લેખ કરતાં પીએમ ભાવુક થયા

દેશના આ સર્વોચ્ચ પદ(વડાપ્રધાન) પરથી હટ્યા બાદ કીર સ્ટાર્મર પોતાના પરિવાર વિશે વાત કરતી વખતે અત્યંત ભાવુક બન્યા હતા. તેમણે ગળગળા સાદે કહ્યું કે દેશના આ સૌથી મોટા કામને છોડ્યા બાદ હવે તેઓ પોતાના જીવનના સૌથી મહત્ત્વપૂર્ણ કામ એટલે કે પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરશે. પોતાની પત્ની વિક્ટોરિયા(વિક)ને સુખ-દુઃખમાં તેમની પડખે ખડકની જેમ ઊભા રહેવા બદલ દેશના સર્વશ્રેષ્ઠ પતિ બનવાનો અને પોતાના બાળકો માટે એક ઉત્તમ પિતા બનવાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો. સંબોધન પૂર્ણ કર્યા બાદ તેઓ પત્નીને ગળે લગાડીને ડાઉનિંગ સ્ટ્રીટની અંદર ચાલ્યા ગયા હતા.