Get The App

7 ઑકટોબર: 69 હજાર મોત, 19 લાખ લોકો બેઘર... બે વર્ષના યુદ્ધ બાદ ગાઝામાં જુઓ કેવા છે હાલ

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
7 ઑકટોબર: 69 હજાર મોત, 19 લાખ લોકો બેઘર... બે વર્ષના યુદ્ધ બાદ ગાઝામાં જુઓ કેવા છે હાલ 1 - image

Israel-Hamas war: ઇઝરાયલ પર હમાસના ભીષણ હુમલાને આજે (7 ઑક્ટોબર, 2025) બરાબર બે વર્ષ પૂર્ણ થયા છે. 7 ઑક્ટોબર, 2023ના દિવસે થયેલા આ આતંકવાદી હુમલા બાદ ઇઝરાયલ દ્વારા ગાઝા પર શરુ કરવામાં આવેલી વળતી કાર્યવાહી હજી પણ ચાલુ છે. આ બે વર્ષમાં લાખો લોકોના મોત, બેઘર થવું અને વ્યાપક વિનાશે મધ્ય-પૂર્વના પ્રદેશને હચમચાવી દીધો છે.

7 ઑક્ટોબર 2023: હમાસનો આશ્ચર્યજનક ‘લોહિયાળ’ હુમલો

7 ઑક્ટોબર, 2023ની વહેલી સવારે હમાસ અને અન્ય પેલેસ્ટાઇન સંગઠનોના લડવૈયાઓએ અચાનક ઇઝરાયલની દક્ષિણી સરહદો પર હુમલો કર્યો. પેરાગ્લાઇડર, મોટરબાઇક અને પગપાળા તેઓ ઇઝરાયલની સરહદમાં ઘૂસી આવ્યા હતા. આ લડવૈયાઓએ કિબુત્ઝ (સામૂહિક ફાર્મ), સંગીત ફેસ્ટિવલ અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ સાથે જ, હમાસે ઇઝરાયલ પર રોકેટથી હુમલો કર્યો હતો. 

7 ઑકટોબર: 69 હજાર મોત, 19 લાખ લોકો બેઘર... બે વર્ષના યુદ્ધ બાદ ગાઝામાં જુઓ કેવા છે હાલ 2 - image

આ પણ વાંચોઃ ટ્રમ્પની સોય ભારત-પાકિસ્તાન યુદ્ધ પર જ અટકી, ફરી કહ્યું- ટેરિફના જોરે જ સીઝફાયર કરાવ્યું

મુખ્ય તથ્ય અને આંકડા

  • મોતઃ આશરે 1200 ઇઝરાયલીના મોત, મોટા ભાગના નાગરિક. આ હોલોકૉસ્ટ બાદ યહૂદીઓ પરનો સૌથી મોટો હુમલો હતો. 
  • બંધકઃ 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા, જેમાં મહિલા, બાળકો અને વિદેશીઓ સામેલ હતા. આજે બે વર્ષ બાદ પણ 45થી વધુ બંધક ગાઝામાં કેદ છે. 
  • હુમલાની પ્રક્રિયાઃ હમાસે હથિયારોથી ગોળીબાર, ગ્રેનેડ અને આગચંપી કરી. સુપરનોવા મ્યુઝિક ફેસ્ટિવલ પર 360 લોકોના મોત થયા. હમાસે તેને 'અલ-અક્સા ફ્લડ' નામ આપ્યું. 
  • ઇઝરાયલનો શરુઆતી જવાબઃ ઇઝરાયલે તુરંત હવાઈ હુમલા શરુ કર્યા. પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂએ 'આયર્ન સ્વૉર્ડ્સ' ઓપરેશન જાહેર કર્યું. 

આ હુમલો ઇઝરાયલ માટે એક ઝટકો હતો, જેમાં હજારો ઈજાગ્રસ્ત થયા હતા. દેશમાં શોકની લહેર ચાલી રહી હતી.

7 ઑકટોબર: 69 હજાર મોત, 19 લાખ લોકો બેઘર... બે વર્ષના યુદ્ધ બાદ ગાઝામાં જુઓ કેવા છે હાલ 3 - image

ઇઝરાયલનો વળતો જવાબ 

હુમલાના એક અઠવાડિયા બાદ, 27 ઑક્ટોબર 2023ના દિવસે ઇઝરાયલે ગાઝા પર ગ્રાઉન્ડ ઓપરેશન શરુ કર્યું. આ ઓપરેશનનો હેતુ હમાસને ખતમ કરવાનો, બંધકોને છોડાવવાનો હતો. પરંતુ, તેનાથી ગાઝામાં ભારે તબાહી થઈ. 

આ પણ વાંચોઃ ચાલાકી કરીને લોન લેતું પાકિસ્તાન જબરું ફસાયું! IMFએ 11 અબજ ડોલરનો હિસાબ માંગ્યો

7 ઑકટોબર: 69 હજાર મોત, 19 લાખ લોકો બેઘર... બે વર્ષના યુદ્ધ બાદ ગાઝામાં જુઓ કેવા છે હાલ 4 - image

ઑક્ટોબર 2025 સુધીની સ્થિતિ

  • ઇઝરાયલ સૈનિકોનું નુકસાનઃ 454 સૈનિકોનું મૃત્યુ, 2840 ઘાયલ
  • પેલેસ્ટાઇનના લોકોના મોતઃ ગાઝા હેલ્થ મિનિસ્ટ્રી અનુસાર, 69,100થી વધુ લોકોના મૃત્યુ (મોટાભાગના મહિલાઓ-બાળકો). યુએન અનુસાર, 90% ઘર ક્ષતિગ્રસ્ત અથવા નષ્ટ, 19 લાખ બેઘર
  • તબાહીઃ ગાઝાનો 80% ભાગ પ્રભાવિત -  61 હજારથી વધુના મોત, 1,51,000 ઈજાગ્રસ્ત. ઇમારત, સ્કૂલ, ઇમરજન્સી કેન્દ્ર, સહાય કેન્દ્રો પર હુમલો, 875 મોત.
  • ઇઝરાયલની કાર્યવાહીઃ હવાઈ બોમ્બારો, ગ્રાઉન્ડ ઇનવેઝન. હમાસના 12,000+ લડવૈયાઓ ઠાર (ઇઝરાયલનો દાવો). પરંતુ, નાગરિક નુકસાન પર વિવાદ.  

7 ઑકટોબર: 69 હજાર મોત, 19 લાખ લોકો બેઘર... બે વર્ષના યુદ્ધ બાદ ગાઝામાં જુઓ કેવા છે હાલ 5 - image

બે વર્ષ બાદની સ્થિતિ

બે વર્ષ બાદ (ઑક્ટોબર 2025) માં પણ યુદ્ધ રોકાયું નથી. ઇઝરાયલમાં સ્મૃતિ સમારોહ થયા. બંધક પરિવારોનો રોષ વધી રહ્યો છે. સપ્ટેમ્બર 2025માં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 20 પોઇન્ટ શાંતિ પ્લાન રજૂ કર્યો છે. હમાસને હથિયાર હેઠા મૂકવા અને સહાય ફરી સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો પરંતુ, તેણે નકારી દીધું.