World

ફીલિપાઇન્સમાં હવામાં જ બે વિમાનો ટકરાયાં બંનેના ફૂર્ચા ઊડી ગયા : ચારે પાયલોટ મૃત્યુ પામ્યા

By GS Team
24 Oct 20262 mins read
TukuTouch Logo
ફિલીપાઈન્સના મનીલામાં ફર્નાંડો એરફોર્સ બેઝ પર એક ચોંકાવનારી ઘટના બની. ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતા ફિલીપાઈન્સ એરફોર્સ (PAF)ના 2 ટ્રેનર વિમાનો આકાશમાં જ એકબીજા સાથે અથડાયા. આ દુર્ઘટનામાં બંને પાયલટના મોત થયા હતા. PAF દ્વારા આ અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં તમામ ટ્રેનર વિમાનોની સંપૂર્ણ તપાસ કરવાનો નિર્ણય લેવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફીલિપાઇન્સમાં હવામાં જ બે વિમાનો ટકરાયાં બંનેના ફૂર્ચા ઊડી ગયા : ચારે પાયલોટ મૃત્યુ પામ્યા
  • આ ભયંકર અકસ્માત ફર્નાંડો એરફોર્સ બેઝ ઉપર જ આકાશમાં થયો ફીલિપાઈન્સ એરફોર્સનાં આ બંને વિમાનો ટ્રેનિંગ માટે જ ઉપયોગમાં લેવાતાં

મનીલા : ફીલીપાઈન્સમાં એક અતિ વિચિત્ર છતાં આંચકાજનક ઘટના બની. તે જોઈ લોકો આશ્ચર્યચક્તિ પણ થઈ ગયા સાથે વ્યથિત પણ તેટલા જ થયા. તે ઘટનાક્રમ તેવો છે કે લિપાન સીટીનાં એરફાર્સ બેઝ ઉપર બે ટ્રેનર વિમાનો એકબીજા સાથે અથડાઈ પડયાં. ફીલીપાઈન્સ એરફોર્સ (પી.એ.એફ) દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી, સાથે શોક પણ દર્શાવવામાં આવ્યો હતો. હવે પછી દરેક ટ્રેનર વિમાનોની પૂરેપૂરી તપાસ કરીને જ તેને ઉડાડવાની પરવાનગી આપવા એરફોર્સે નિર્ણય લીધો છે.
સ્થાનિક મીડિયા જણાવે છે કે આ અકસ્માત એરફોર્સ-બેઝ ઉપરનાં આકાશમાં જ થયો તેથી આસપાસ તો કોઈ નુકસાન થયું ન હતું. જોકે એરફોર્સ અધિકારીઓએ તુર્ત જ મૃત્યુ પામેલા પાયલોટ્સના કુટુમ્બીજનોનો સંપર્ક સાધી તેમને આશ્વસ્ત કર્યા હતા.
આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનો- એસ.એફ.-૨૬૦, હળવા પ્રકારનાં વિમાનો છે. તે ઇટાલીમાં ડીઝાઈન કરવામાં આવે છે. આ વિમાનો ૧૯૬૦માં બનાવવામાં આવ્યાં હતાં. તેથી તેઓ પ્રમાણમાં ઘણાં જ જૂના પણ થઈ ગયા હતા. તે માત્ર ટ્રેનિંગ માટે જ ઉપયોગમાં લેવાતાં હતા.
તે વિમાનમાં બે પાયલોટ બેસી શકે તેવી જ વ્યવસ્થા હોય છે. તેમાં પિસ્ટનવાળું એન્જિન હોય છે. આમ છતાં તે એક્રોબેટિક-કેપીસીટીવાળું છે.
ફીલીપીનો એરફોર્સ તેનો ઘણા સમયથી ઉપયોગ કરે છે. ૨૦૧૭માં મરાવી-સીટી ઓપરેશનમાં પણ તે ઉપયોગમાં લેવામાં આવ્યાં હતાં. આ વિમાનો હળવા હોવા છતાં ઝડપી પણ છે. તેથી તેની લોકપ્રિયતા વધુ છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી તે પૈકીનાં કેટલાંએ વિમાનો ક્ષતિગ્રસ્ત થતાં રહ્યાં છે. ચાર મહિના પહેલાં જ એક એસ.એફ.-૨૬૦ વિમાન ક્રેશ થયું હતું તેમાં બંને પાયલોટ માર્યા ગયા હતા. ૨૦૨૩માં પણ આવી જ દુર્ઘટના બની હતી.