World

ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ

By GS Team
8 May 20262 mins read
TukuTouch Logo
ચીનના બે સંરક્ષણ પ્રધાન વી ફેધે અને લી શાંગફૂને ગુરુવારે ભ્રષ્ટાચારના આરોપમાં બે વર્ષની રાહતની સાથે મોતની સજા ફટકારવામા આવી છે. ફેંઘે અને તેના પછી સંરક્ષણ પ્રધાન બનેલા શાંગફૂને 2024માં શાસક પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટીમાથી હાંકી કાઢવામાં આવ્યા હતા. બંનેએ પ્રમુખ જિનપિંગના હાથ નીચે કામ કર્યુ હતુ. વી ફેંઘે 2018થી 2023 સંરક્ષણ પ્રધાન રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ

China xi Xinping News : ચીનના બે સંરક્ષણ પ્રધાન વી ફેધે અને લી શાંગફૂને ગુરુવારે ભ્રષ્ટાચારના આરોપમાં બે વર્ષની રાહતની સાથે મોતની સજા  ફટકારવામા આવી છે. ફેંઘે અને તેના પછી સંરક્ષણ પ્રધાન બનેલા શાંગફૂને 2024માં શાસક પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટીમાથી હાંકી કાઢવામાં આવ્યા હતા. બંનેએ પ્રમુખ જિનપિંગના હાથ નીચે કામ કર્યુ હતુ. વી ફેંઘે 2018થી 2023 સંરક્ષણ પ્રધાન રહ્યા હતા. 

તેના પછી શાગફૂએ તેમના ઉત્તરાધિકારી તરીકે કાર્યભાર સંભાળ્યો. ચીનના એરોસ્પેસ એન્જિનિયર ફેંઘેએ પીપલ્સ લિબરેશન આર્મીના અત્યંત મહત્ત્વના રોકેટ ફોર્સનું નેતૃત્વ કર્યુ હતુ. તેમણે સંરક્ષણ પ્રધાન પદ માટે જિનપિંગે પોતે પસંદ કર્યા હતા. 

શિન્હુઆ મુજબ ભ્રષ્ટાચારના આરોપમાં બંનેને સજા થઈ છે. એક લશ્કરી કોર્ટે વેઈને લાંચ કાંડમાં દોષિત ઠેરવ્યા. જ્યારે લીને લાંચ લેવાના અને આપવાના બંને આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને વ્યક્તિઓને બે વર્ષના સમયગાળાની સાથે મોતની સજા, આજીવન રાજકીય અધિકારોથી વંચિત કરવાનો અને બધી જ ખાનગી સંપત્તિ જપ્ત કરવાનો દંડ ફટકારવામાં આવ્યો છે.  નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે બે વર્ષનો સમયગાળો પૂરો થયા પછી તેમની સજાને આજીવન કારાવાસમાં બદલી નાખવામાં આવશે. તેમા કોઈપણ પ્રકારની છૂટ કે પેરોલની સંભાવના નહી હોય. 

ઉલ્લેખનીય છે કે ચીન વિશ્વમાં સૌથી વધુ ફાંસી આપે છે. દાવો કરવામાં આવે છે કે 2002માં તેણે 12 હજાર, 2007માં 6500, 2013-14માં 2400 લોકોને પ્રતિ વર્ષ ફાંસી આપી હતી. 2009-10માં વિશ્વભરમાં કુલ ફાંસીમાંથી 58થી 65 ટકા ફાંસી એકલા ચીનમાં આપવામાં આવી હતી. 2014-16માં મીડિયામાં ૯૩૧ ફાંસીના સમાચાર આવ્યા, પરંતુ સરકારી ડેટાબેઝમાં ફક્ત ૯૫ જ ફાંસી નીકળી. સરકારી કર્મચારીઓની અલગ સંખ્યા ક્યારેય જારી ન કરાઈ.