World

ન્યૂયોર્ક એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇન્સના બે જેટ્સ ટેક્ષી વે ઉપર અથડાઈ ગયા

By GS TEAM
2 Oct 20251 min read
ન્યૂયોર્ક એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇન્સના બે જેટ્સ ટેક્ષી વે ઉપર અથડાઈ ગયા

- નોર્થ કેરોલિનાના ચાર્લોટીથી આવતા વિમાનના પડખા સાથે વર્જીનિયાનો રોનોક જઈ રહેલા ડેલ્ટના જ વિમાનની પાંખ અથડાઈ

ન્યૂયોર્ક : ડેલ્ટા એરલાઇન્સના બે વિમાનો ગઈકાલે રાત્રે ટેક્ષી વે પર અથડાઈ ગયા હતા. બુધવારે રાત્રે બનેલી આ ઘટના અંગે ડેલ્ટા એરવેઝના આંતરિક ઉડ્ડયન વિભાગે જણાવ્યું હતું કે કેરોલિનાના ચાર્લોટીથી આવતા વિમાનના પડખા સાથે વર્જિનિયાના રોનોક તરફ જઈ રહેલા અમારા જ વિમાનની પાંખ અથડાઈ હતી. જો કે તેથી વિમાનને ખાસ નુકસાન થયું નથી. માત્ર એક કર્મચારી વિમાનમાં જ પડી જતાં તેને જરા ઇજા થઈ હતી. તેને તુર્ત જ હોસ્પિટલ લઈ જવાયો હતો. જયાં તેની સ્થિતિ ચિંતાજનક નહીં હોવાનું કહેવામાં આવ્યું હતું.

ડેલ્ટા એરલાઇન્સના આ બંને વિમાનો ડેલ્ટા પાસેથી વીઝ ઉત્તર થઈ પ્રાદેશિક વમાન એન્ડાવર એચ ઓપરેટ કરે છે.

આ ઘટના અંગે ડેલ્ટા એરવેઝે પ્રવાસીઓની માફી માગી હતી. અને કહ્યું હતું કે પ્રવાસીઓની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અને આ તકલીફ માટે અમારા ગ્રાહકોની ક્ષમા માગીએ છીએ.

જો કે ડેલ્ટા એરવેઝે આ ઘટના પછી પણ પોતાની ફલાઇટસ નિયમનુસાર ચાલશે સમય પત્રકમાં પણ કશો ફેરફાર નહીં કરાય તેમ જણાવ્યું હતું.