હુથીઓના હુમલા વચ્ચે તુર્કીયે જાગ્યું, સાઉદીને સૈન્ય મદદ કરવા તૈયાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Saudi Arabia Houthi Attacks: યમનના હુથી બળવાખોરો દ્વારા સાઉદી અરેબના વિસ્તારો પર કરવામાં આવી રહેલા હુમલાઓ તીવ્ર બનતાં તુર્કીયે સાઉદી અરેબની પડખે ઊભા રહેવાની જાહેરાત કરી છે. તુર્કીયે પાકિસ્તાન સાથે થયેલા ત્રિપક્ષીય સંરક્ષણ કરાર હેઠળ સાઉદી અરેબની તમામ સૈન્ય અને ટેકનિકલ જરૂરિયાતો પૂરી કરવાની ઓફર કરી છે.
સાઉદીની સાર્વભૌમત્વ પર હુમલો અસહ્ય: હકાન ફિદાન
તુર્કીયેના વિદેશ મંત્રી હકાન ફિદાને જણાવ્યું હતું કે, 'અંકારા રિયાધ સાથે મજબૂત એકતા દર્શાવે છે. હુથી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર પ્રહાર થઈ રહ્યો છે. જેથી જો સાઉદી અરેબને કોઈપણ પ્રકારની લશ્કરી કે ટેકનિકલ સહાયની જરૂર હોય તો તુર્કીયે તે પૂરી પાડવા માટે સંપૂર્ણ તૈયાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં સાઉદી અરેબને ઢસડવું સહેજ પણ સ્વીકાર્ય નથી અને રિયાધનો આ યુદ્ધમાં સામેલ થવાનો કોઈ ઈરાદો નથી. તુર્કીયે આ લડાઈનો અંત લાવવા માટે સંબંધિત પક્ષોને નવી દરખાસ્તો પણ મોકલી છે.'
શું છે 'મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર'?
ગત મહિને તુર્કીયે સાઉદી અરેબ અને પાકિસ્તાન વચ્ચે 'મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર' પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારની શરત મુજબ, ત્રણેય દેશોમાંથી કોઈપણ એક દેશ પર થનારો સશસ્ત્ર હુમલો ત્રણેય દેશો પરનો હુમલો ગણવામાં આવશે. તુર્કીયેના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે આ કરાર હુથી હુમલાઓ સામે સાઉદી અરેબ પ્રત્યે તુર્કીયેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
યોગ્ય સમયે કાર્યવાહી કરીશું: પાકિસ્તાન
બીજી તરફ, આ મામલે પાકિસ્તાન તરફથી પ્રતિક્રિયા આપતાં જણાવાયું છે કે, 'સાઉદી અરેબયા પર હુથી હુમલાઓ બાદ મક્કા કરાર હેઠળ ઇસ્લામાબાદ દ્વારા કરાનારી લશ્કરી કાર્યવાહી અંગે હાલમાં કોઈ સીધી ચર્ચા થઈ નથી. જોકે, જરૂર જણાશે ત્યારે યોગ્ય સમયે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.'




