World

ઇરાન ટોલ લેશે તો અમે ચાર્જ વસૂલીશું હોર્મુઝની ચર્ચા વચ્ચે ટ્રમ્પની નવી ધમકી

By GS Team
6 Aug 20263 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈરાન વચ્ચે હોર્મુઝ ડીલ હાથવેંતમાં હોવાના દાવા વચ્ચે દુબઈ હલબલ્યું. જેબ-અલ-અલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં 20 મિનિટમાં એક પછી એક 7 ધડાકા થતાં આકાશ ધુમાડાથી ઘેરાયું. યમન તરફથી મિસાઈલ છોડાયાની આશંકા છે. ટ્રમ્પે હોર્મુઝ ઝડપથી ખોલવા અથવા વિનાશક હુમલાનો સામનો કરવા ઈરાનને ચેતવણી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાન ટોલ લેશે તો અમે ચાર્જ વસૂલીશું હોર્મુઝની ચર્ચા વચ્ચે ટ્રમ્પની નવી ધમકી
  • અમેરિકા-ઇરાન વચ્ચે હોર્મુઝ ડીલ હાથવેંતમાં હોવાનો દાવો
  • ઇરાન યુદ્ધ વચ્ચે દુબઈ હલબલ્યું:૨૦ જ મિનિટમાં એક પછી એક સાત ધડાકા થતા આકાશ ધુમાડાથી ઘેરાયું

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે હોર્મુઝ ડીલ અંગે ચાલતી ચર્ચા વચ્ચે નવી ધમકી આપી છે કે જો હોર્મુઝમાં ઇરાન ચાર્જ વસૂલશે તો પછી અમે પણ ચાર્જ લઇશું. ટ્રમ્પે ચેતવણી પણ આપી હતી કે હોર્મુઝ ઝડપથી ખૂલવી જોઈએ. આમ નહીં થાય તો ઇરાને અત્યંત વિનાશક હુમલાનો સામનો કરવો પડશે. આ હુમલા પછી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ આપમેળે ખૂલી જશે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે હોર્મુઝ અંગેની ડીલ ટૂંક સમયમાં થઈ જાય તેમ મનાય છે. તેના અંગે ગમે ત્યારે જાહેરાત પણ કરવામાં આવી શકે છે. ઇરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝના કરાર અંગે સંમતિ બને તેવી સંભાવના વધી છે. ઇરાન અને ઓમાન વચ્ચે ચાલતી વાતચીત મુજબ બંને વચ્ચે નવી જ ફોર્મ્યુલા અમલમાં આવી રહી છે.
આ ફોર્મ્યુલા મુજબ જહાજો હોર્મુઝની ખાડીમાં ઇરાનના અંકુશવાળા વિસ્તારમાંથી પ્રવેશશે અને બહાર નીકળતા સમયે તે ઓમાનના અંકુશવાળા વિસ્તારનો ઉપયોગ કરશે. આનાથી ઉલટું પણ થઈ શકે. ટ્રમ્પના ભારે વિરોધ વચ્ચે પણ બંને દેશ સંમત થાય તો હોર્મુઝમાંથી પસાર થતાં જહાજ પરથી ફી વસૂલી શકે. જો કે સમુદ્રની સુરક્ષા અને પર્યાવરણની સારસંભાળ માટે ફી વસૂલી શકાય છે. અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રૂબિયોએ પણ વાતચીતમાં પ્રગતિ થઈ હોવાની વાતને સમર્થન આપ્યું છે, પરંતુ તેની સાથે તેમ જણાવ્યું છે કે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.હજી પણ વાટાઘાટો ડારી છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન સાથે હોર્મુઝ સાથે ડીલ ગમે ત્યારે થઈ શકે છે. આજે થઈ શકે છે, આવતીકાલે થઈ શકે છે અને ગમે તે સમયે થઈ શકે છે. ટ્રમ્પની આ વાતના પગલે જ ક્રૂડ ઓઇલ એક સમયે પ્રતિ બેરલ ૭૬ ડોલરની અદર ઉતરી ગયુ હતુ. જો કે એકબાજુએ હોર્મુઝને લઈને મંત્રણા ચાલુ છે તે હોર્મુઝમાં આવતાં જતાં જહાજ પર હુમલા પણ ચાલુ છે. ઇરાનના હુથી સમર્થકોનું ડ્રોન સાઉદીના જહાજ પર ત્રાટક્યું હતું. હુથીઓએ સાઉદી માટે રેડ સીમાં કરફ્યુ લગાવ્યો હોવાથી તેના જહાજોએ મોટો આંટો મારીને જવું પડે છે.
અમેરિકા-ઇરાન યુદ્ધમાં સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં જેબ-અલ-અલી ઇન્ડસ્ટ્રી દ્વારા એસ્ટેટ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક પછી એક ૭ ધડાકા થયા હતા. અમીરાતના અધિકારીઓએ કહ્યું હતું કે, આ ધડાકાથી આકાશ ધૂમાડા ભર્યું બની ગયું હતું. પરંતુ તે ધડાકાના કારણની તેમણે કોઈ સત્તાવાર માહિતી આપી ન હતી. જોકે આ ઘટનાનો વિડીયો બનાવનાર બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
સોશ્યલ મીડીયા પર પોસ્ટ કરવામાં આવેલ વીડીયોમાં આકાશ ધુમાડાભર્યું દેખાતું હતું. ઇરાનની મેટર ન્યૂઝ એજન્સીએ અમીરાતના અધિકારીઓનો હવાલો આપતાં જણાવ્યું હતું કે માત્ર ૨૦ મીનીટમાં જ ઓછામાં ઓછા ૭ ધડાકા થયા હતા. જ્યારે ઇરાકી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે ઇરાન અમેરિકા યુદ્ધને લીધે આ સમગ્ર વિસ્તારમાં વ્યાપેલી તંગદિલી વચ્ચે યમન તરફથી આ મિસાઈલ્સ છોડવામાં આવ્યાં હતાં.