ટ્રમ્પનો નવો ફતવો : હોર્મુઝ અમેરિકાનું, 20 ટકા ટોલ વસૂલીશું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકન પ્રમુખના દાવાના કારણે આખા વિશ્વમાં સનસનાટી મચી : - કેશમ ટાપુ, જાસ્ક, બુશહર પરમાણુ વીજ એકમ પર અમેરિકા જ્યારે જોર્ડન, બહરીન, કુવૈત, કતાર પર ઈરાનનો હુમલો
વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ટ્રમ્પે હોર્મુઝ પર અમારો અંકુશ છે અને અમે તેના ગાર્ડિયન ઓફ ધ સ્ટ્રેઇટ બનીશું તથા દરેક કાર્ગો શિપ પર ૨૦ ટકા ટોલ લઈશું તેમ જણાવીને આખા વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે. ઇરાને હોર્મુઝ પરના અમેરિકાના દાવાને ફગાવી દીધું છે.ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકા હોર્મુઝને સલામત રાખવા માટે જે પ્રયત્નો કરી રહ્યુ છે તે બદલ તેને બીજા દેશોએ ચૂકવણી કરવી જોઈએ.
અમેરિકા હોર્મુઝનું વાલી બની વેપારી જહાજોને સલામત કાઢી આપશે : ટ્રમ્પ હોર્મુઝમાં જહાજોનું પરિવહન બંધ, તેના પર અમારું જ નિયંત્રણ રહેશે ઃ ઇરાન
આમ હોર્મુઝમાંથી જે વસૂલાતની વાત ઇરાન કરતું હતું હવે તે જ વાત ટ્રમ્પ કરી રહ્યા છે. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમેરિકા હોર્મુઝના આંતરરાષ્ટ્રીય જળમાર્ગની સુરક્ષા કરશે અને તે આ જળમાર્ગનું સંચાલન પોતાના હાથમાં લઈ લે તે પણ શક્ય છે. અમેરિકા આ ક્ષેત્રનું ગાર્ડિયન બનશે અને તેને ગાર્ડિયન ઓફ ધ સ્ટ્રેઇટ કહી શકાય છે. જો કે હોર્મુઝમાં પસાર થવાની ઇરાનના જહાજોને મંજૂરી નહીં હોય.
ટ્રમ્પે જણાવ્યું હતું કે વિશ્વના ઘણા સમૃદ્ધ દેશો આ જળમાર્ગ પર નિર્ભર છે. તે અમેરિકાના સહયોગી પણ છે. તેથી બધો બોજો એકલું અમેરિકા ન ઉઠાવી શકે. હોર્મુઝની રક્ષાની જવાબદારી બદલ અમેરિકાને પૂરતી ચૂકવણી થવી જોઈએ. હોર્મુઝની ખાડી વિશ્વના સૌથી મહત્ત્વના આંતરાષ્ટ્રીય જળમાર્ગોમાં એક છે. બીજી બાજુ ઇરાન હાલમાં હોર્મુઝ સંપૂર્ણપણે બંધ હોવાનો અને તેના પર સંપૂર્ણપણે તેનો અંકુશ હોવાનો દાવો કરે છે. યુદ્ધ પૂરુ થયા પછી જ હોર્મુઝ ખૂલશે તેમ કહે છે.
બંને દેશ વચ્ચે વધેલો આ સંઘર્ષ ફક્ત લશ્કરી સંઘર્ષ જ ન રહેતા તે વૈશ્વિક અર્થંતંત્રને મોટો ફટકો મારી શકે છે.આખા વિશ્વને મંદીની ગર્તામાં ધકેલી શકે છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચે ૧૧ કલાક લાંબી વાતચીત ચાલી હતી. તેમા લગભગ બધું જ નક્કી થયું હતું. જો કે બેઠક પૂરી થયા પછી ઇરાની પક્ષે ફરીથી સંપર્ક કરીને જણાવ્યું હતું કે આ સમજૂતીમાં કેટલાક ફેરફાર કરવા પડશે. પરંતુ પછી ઇરાન પોતાની વાત પરથી ફરી ગયું. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન છેલ્લા ૪૭ વર્ષથી આ જ રીતે લોકોને ટાળતું રહ્યું છે. આ મુદ્દો ઘણા સમય પહેલા ઉકેલાઈ જવાની જરૂર હતી.
ટ્રમ્પના નિવેદનના થોડી જ મિનિટો પછી ઇરાને હોર્મુઝની ખાડી બંધ થઈ હોવાની જાહેરાત કરી. ઇરાનનું કહેવું છે કે અમેરિકન લશ્કરના સતત હુમલાના કારણે આ રસ્તા પરથી પસાર થવું અઘરું છે. સ્થિતિ શાંત થતાં રસ્તો ફરીથી શરૂ કરવા વિચાર કરવામાં આવશે.
ઇરાને ચેતવણી આપી છે કે જો કોઈ દેશે આ મુદ્દે અમેરિકાને સાથ આપ્યો તો તેને ઇરાન સામેનું યુદ્ધ માનવામાં આવશે. વર્તમાન તણાવ જો યુદ્ધમાં બદલાય છે તો તેની અસર આખા પશ્ચિમ એશિયા પર પડશે. આવામાં કોઈપણ સંઘર્ષની વ્યાપક જવાબદારી અમેરિકા અને તેના સહયોગી દેશો પર હશે.
આ દરમિયાન બને દેશ વચ્ચે યુદ્ધ વથુ ભીષણ થયું છે. અમેરિકાએ ઇરાન પર ૧૪૦થી પણ વધુ સ્થળોએ હુમલા કર્યા તો તેના જવાબમાં ઇરાને પણ મધ્ય-પૂર્વમાં કેટલાય અમેરિકન લશ્કરી થાણાને નિશાન બનાવ્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે અમેરિકાએ રવિવારથી ઇરાન સામે નવી એરસ્ટ્રાઇક સીરિઝ શરૂ કરી છે. આ હુમલામાં ઇરાનની મિસાઇલ સિસ્ટમ, એર ડિફેન્સ બેઝ અને આઇઆરજીસીની સ્પીડ બોટ્સને નિશાન બનાવવામાં આવી છે.
અમેરિકાએ સોમવારે પણ ઇરાન પર હુમલા કર્યા હતા. ઇરાનના બંદર અબ્બાસ, કેશમ દ્વીપ, જાસ્ક, સિરીક અને બુશહર શહેરના કેટલાય વિસ્તારોમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. આ બધા હુમલા લશ્કરી ઠેકાણા પર થયા છે. કોઈ નાગરિકાના મોતના સમાચાર નથી.
- તહેરાનને એકલું નહી છોડવાનો પુતિનનો સંદેશ : ઇરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં હવે રશિયાની એન્ટ્રી
મોસ્કો: ઇરાન- અમેરિકા યુદ્ધમાં રશિયાની એન્ટ્રી થઈ છે. ઇરાન- અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે રશિયાએ તેનું પ્રલયકારી વિમાન ટીયુ-૨૧૪ પીયુ તહેરાન મોકલી દીધું છે તે દુનિયાના સૌથી સુરક્ષિત એરવોર્ન કમાન્ડ એરક્રાફટ પૈકીનું એક મનાય છે. પ્રમુખ પુતિનના આદેશથી તે તહેારન પહોંચ્યું છે.
વાસ્તવમાં ટુપોવોચ ડીનઝાઈ બ્યુરોનું આ ખાસ વેરિયન્ટ સામાન્ય યાત્રી વિમાન ટીયુ-૨૧૪નું સંશોધિત રૂપ છે. તે રશિયા માટે ઉડાતા કમાન્ડ પોસ્ટનું કામ કરે છે. વાત સીધી અને સાદી છે તે મોસ્કોને સ્પષ્ટ સંદેશ દર્શાવે છે કે તે તહેરાનને એકલનું નહી છોડે.
ટીયુ-૨૧૪ ક્રેમ્લીનમાટે ઉડતું કમાન્ડ પોસ્ટ છે તેમાં અત્યાધુનિક સુરક્ષિત સંચાર પ્રણાલી કોમ્યુનિકેશન સીસ્ટીમ અક્વિપ્ડ લિન્ક્સ સેટેલાઇટ કોમ્યુનિકેશન અને પ્રબળ હુમલા નથી પરમાણુ યુદ્ધમાં પણ કાર્યરત રહી શકે તેમ છે તેમાં બે પ્રબળ એશિયાડ વિનોટલ પી.એસ. ૯૦-એ ટર્બોફોન એન્જિન છે. ગતિ કલાકના ૮૫૦ કિ.મી. છે રેન્જ ૬૫૦૦થી ૭૦૦૦ કિ.મી.ની છે. આ વિમાન ચલાવવા માટે રશિયા સ્પેશ્યલ ફ્લાઇટ સ્કવોડ્રન તૈયાર કરાઈ છે. તેની જવાબદારી આપાત કાળમાં રશિયાના ટોચના રાજકીય નેતાઓ કે ટોચના સૈન્ય અધિકારીઓને લઈ જવાની છે.
૧૯૮૯માં તેનું પહેલું ઉડાણ થયું હતું. ૧૯૯૦ના દશકમાં વ્યવસાયિક સેવામાં સામેલ કરાયું તેમાં ઘણા સુધારા કરાયા અને તે પ્રમુખ તથા ટોચના અધિકારીઓ માટે જ અલાયદુ રખાયું.
આ સાથે રશિયા ઇરાન વચ્ચે સંબંધોનો નવો દોર શરૂ થયો છે છેલ્લા કેટલાક વર્ષોથી બંને વચ્ચે સૈન્ય, તકનીકી તથા જાસૂસી સહકાર ચાલે છે બંને દેશો યુક્રેન યુદ્ધ, સીરીયા સંકટ અને પશ્ચિમ એશિયા અંગે સહકાર વધતા જ જાય છે તેવું પણ જાણવા મળ્યું છે. રશિયન સેટેલાઇટ્સ ઇરાનને અમેરીકી થાણાંઓની માહિતી પહોંચાડતા હતા. 'ટીયુ-૨૧૪ પીયુ' રશિયા-ઇરાન વચ્ચે સીધો સંપર્ક સાધી શકાય છે. બંને વચ્ચે રીયલ ટાઇમ ઇન્ટેલીજન્સ શેરિંગ તથા સંયુક્ત ઇમર્જન્સી પ્લાનિંગ યોજાઈ ગઈ છે. વિશેષજ્ઞા કહે છે કે આ દ્વારા મોસ્કો સ્પષ્ટ સંદેશો આપે છે કે તે તહેરાનને એકલું નહીં છોડે.









