World

ઇરાન પર પરમાણુ હુમલો કરવા ટ્રમ્પ તૈયાર થયા હતા : સેનાધ્યક્ષે માંડ રોક્યા : બંને વચ્ચે તડાતડી પણ થઈ હતી

By GS TEAM
21 Apr 20262 mins read
ઇરાન પર પરમાણુ હુમલો કરવા ટ્રમ્પ તૈયાર થયા હતા : સેનાધ્યક્ષે માંડ રોક્યા : બંને વચ્ચે તડાતડી પણ થઈ હતી

- ઇરાન નવાં પત્તાં ખોલવા તૈયાર થયું છે

- ઇરાન-યુદ્ધ દરમિયાન સિચ્યુએશન રૂમમાં પ્રવેગી ગતિવિધિ ચાલતી હતી : ઇરાને અમેરિકન વિમાનો તોડી પાડયાં ત્યારે પ્રમુખ ચિલ્લાયા હતા : એ બોમ્બ ફેંકવા તૈયાર થયા

વૉશિંગ્ટન : સીઆઈએ ના પૂર્વ ઓફિસર લેરી જ્હોનસને દાવો કર્યો છે કે પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ સિચ્યુએશન રૂમની બેઠક દરમિયાન ન્યુકિલ્યર કોડનો ઉપયોગ કરવા તૈયાર થયા હતા. જોકે સેના પ્રમુખ જનરલ ડેન કેને તેમને તેમ કરતાં માંડ માંડ સમજાવીને રોક્યા હતા.

વોલ સ્ટ્રીટ જર્નલના રીપોર્ટ પ્રમાણે જ્યારે ઇરાને અમેરિકન વિમાનો તોડી પાડયાના સમાચારો આવ્યા ત્યારે સમગ્ર રૂમમાં ઘડીભર તો સન્નાટો ફેલાઈ ગયો હતો. પછી ધૂંધવાઈ ઉઠેલા પ્રમુખ અધિકારીઓ ઉપર પણ ચિલ્લાતા રહ્યા હતા. તેઓ ન્યૂક્લિઅર કોડ વાપરવા તૈયાર થઈ ગયા હતા. પરંતુ સેના પ્રમુખ જનરલ ડેન કેને તેની વિરૂદ્ધ મત આપવા સાથે પ્રમુખને તેમ ન કરવા સમજાવ્યા રહતા. પરંતુ તે દરમિયાન બંને વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થઈ રહી હતી. તે પછી જનરલ ડેન કેન માથું નીચું રાખી સિચ્યુએશન રૂમની બહાર નીકળી ગયા હતા. તેઓએ તેમ પણ કહ્યું હતું કે તે પગલું ઘણું નફરતભર્યું બની રહેશે.

શનિવારે પ્રમુખે બોલાવેલી ઇમરજન્સી મીટીંગની વાત હવે રહી રહીને બહાર આવી છે. વોલ સ્ટ્રીટ જર્નલનો રીપોર્ટ જણાવે છે કે મીટીંગ દરમિયાન પ્રમુખ ટ્રમ્પ તેમના સાથીઓ ઉપર ખૂબ રાડો પાડતા હતા. ઇરાને અમેરિકાનાં વિમાનો તોડી પાડયા હોવાથી તેઓ ઘણા ધૂંધવાઈ ગયા હતા. તેઓ તેટલા ગરમ થઈ ગયા હતા કે તેમના એઈડસે તેમને થોડો સમય સિચ્યુએશન રૂમની બહાર લઈ જવા પડયા હતા. કારણ કે ગંભીર સમયે ધીરજ ગુમાવવાથી કોઈ સહાય મળી શકે નહીં.

બીજી તરફ વિશ્લેષકોને મુઝવતો પ્રશ્ન તે છે કે હવે ઇરાન શું કરવા માગે છે ? ઇરાનની સંસદના મધ્યસ્થ ગાલીબકે કહ્યું હતું કે અમેરિકા ઇરાનનું આત્મસમર્પણ ઇચ્છે છે, પરંતુ ઇરાન નવાં પત્તાં ખોલવાની તૈયારી કરી રહ્યું છે. મંગળવારે સવારે 'ઠ' પર તેમણે લખ્યું કે અમે ધમકીઓ વચ્ચે મંત્રણા સ્વીકારી શકીએ નહીં. 

પ્રશ્ન તે છે કે ઇરાનનાં નવાં પત્તાં શાં હશે ?