World

ટ્રમ્પનું મોટું નિવેદન: 'એક સૈનિકને બચાવવા 155 એરક્રાફ્ટ મોકલાયા, એક રાતમાં ઈરાનને ખતમ કરી શકીએ'

By GS TEAM
6 Apr 20264 mins read
TukuTouch Logo
ઈરાનની સાથે યુદ્ધ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી છે. અમેરિકન પ્રમુખે પાકિસ્તાનના મધ્યસ્થીઓ સાથે વાતચીતની માહિતી આપી. તેમણે કહ્યું કે, જેડી વેન્સ, વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અને જેરેટ કુશનર પાકિસ્તાન સાથે વાત કરી રહ્યા છે. જેડી વેન્સ મધ્યસ્થોની સાથે આમને-સામનેની બેઠકમાં પણ સામેલ થઈ શકે છે. પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે દાવો કર્યો કે, આખા દેશ(ઈરાન)ને એક રાતમાં જ નષ્ટ કરી શકીએ છીએ અથવા કદાચ કાલે થઈ જ જશે. આ ચેતવણી એવા સમયે આી છે, જ્યારે બંને પક્ષોએ કહ્યું છે કે, મધ્યસ્થો દ્વારા યુદ્ધવિરામ વાતાઘાટો ચાલી રહી છે. જોકે, હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પનું મોટું નિવેદન: 'એક સૈનિકને બચાવવા 155 એરક્રાફ્ટ મોકલાયા, એક રાતમાં ઈરાનને ખતમ કરી શકીએ'

Trump Warns Iran : ઈરાનની સાથે યુદ્ધ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી છે. અમેરિકન પ્રમુખે પાકિસ્તાનના મધ્યસ્થીઓ સાથે વાતચીતની માહિતી આપી. તેમણે કહ્યું કે, જેડી વેન્સ, વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અને જેરેટ કુશનર પાકિસ્તાન સાથે વાત કરી રહ્યા છે. જેડી વેન્સ મધ્યસ્થોની સાથે આમને-સામનેની બેઠકમાં પણ સામેલ થઈ શકે છે. પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે દાવો કર્યો કે, આખા દેશ(ઈરાન)ને એક રાતમાં જ નષ્ટ કરી શકીએ છીએ અથવા કદાચ કાલે થઈ જ જશે. આ ચેતવણી એવા સમયે આી છે, જ્યારે બંને પક્ષોએ કહ્યું છે કે, મધ્યસ્થો દ્વારા યુદ્ધવિરામ વાતાઘાટો ચાલી રહી છે. જોકે, હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

અમેરિકાના 200 લોકોએ મળીને ઈરાનમાંથી સૈનિકનો બચાવ કર્યો : ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આજે તેઓ એક એવા મિશનની સફળતાની ઉજવણી કરવા માટે હાજર છે, જે સૈન્ય ઇતિહાસના સૌથી મોટા, જટિલ અને જોખમી 'કોમ્બેટ સર્ચ એન્ડ રેસ્ક્યુ' ઓપરેશનોમાંનું એક હતું. તેમણે સમજાવ્યું કે સામાન્ય રીતે યુદ્ધ દરમિયાન જ્યારે કોઈ વિમાન દુશ્મન વિસ્તારમાં તોડી પાડવામાં આવે છે, ત્યારે તેને બચાવવા માટે આટલા મોટા સ્તરનું ઓપરેશન કરવું ખૂબ મુશ્કેલ હોય છે. ઘણીવાર એક કે બે લોકોને બચાવવા માટે સેંકડો સૈનિકોના જીવ જોખમમાં મૂકવા પડે છે, તેથી આવા મિશન ઘણીવાર હાથ ધરવામાં આવતા નથી. આ કિસ્સામાં પણ મોટું જોખમ હતું, પરંતુ તેમ છતાં મિશન પાર પાડવામાં આવ્યું હતું અને તેમાં ટીમની ક્ષમતાની સાથે નસીબે પણ સાથ આપ્યો હતો. અમેરિકાના 200 જેટલા લોકોએ મળીને ઈરાનમાંથી સૈનિકનો બચાવ કર્યો.

ઈરાનમાં દુશ્મન વિસ્તારની અંદર F-15 વિમાન તૂટી પડ્યું

ટ્રમ્પે જણાવ્યું કે ગુરુવારે મોડી રાત્રે એક અમેરિકન F-15 ફાઇટર જેટ ઈરાનની અંદર દુશ્મન વિસ્તારમાં તૂટી પડ્યું હતું. આ વિમાન “ઓપરેશન એપિક ફ્યુરી” હેઠળ મિશન પર હતું. તેમણે ઉમેર્યું કે આ ઓપરેશનમાં અમેરિકા અત્યંત મજબૂત સ્થિતિમાં છે અને તેનું પ્રદર્શન એવું છે જે પહેલા ક્યારેય જોવા મળ્યું નથી.

આ પણ વાંચો : ચીનમાં મોત બાદ પણ સંકટ ! કબ્રસ્તાન ખૂટ્યા, લોકો સસ્તા ફ્લેટ ખરીદીને અસ્થિઓ મૂકવા મજબૂર

આખા દેશને એક રાતમાં ખતમ કરવાની ચેતવણી

ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે, અમેરિકા પાસે એટલી શક્તિ છે કે તે આખા દેશને એક રાતમાં ખતમ કરી શકે છે અને તે રાત ગમે ત્યારે આવી શકે છે, ભલે તે આગામી રાત હોય. તેમણે આ મિશનને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે આ ઓપરેશન સૈન્ય ઈતિહાસમાં નોંધાશે અને તેમાં સામેલ તમામ લોકોની ભૂમિકા અત્યંત મહત્ત્વની રહી છે.

જે જરૂરી હોય તે કરવાનો આદેશ

ટ્રમ્પે કહ્યું કે તેમણે અમેરિકન સેનાને આદેશ આપ્યો હતો કે પોતાના સૈનિકોને પાછા લાવવા માટે જે પણ જરૂરી હોય તે કરવામાં આવે. તેમણે સ્વીકાર્યું કે આ એક અત્યંત જોખમી નિર્ણય હતો, કારણ કે તેમાં 1-2 ના બદલે 100 સૈનિકોના જીવ પણ જઈ શકતા હતા. પરંતુ તેમણે કહ્યું કે અમેરિકન આર્મીનો સિદ્ધાંત છે, 'અમે અમારા કોઈપણ નાગરિકને પાછળ છોડતા નથી'.

એક સૈનિકને બચાવવા માટે 155 એરક્રાફ્ટ મોકલાયા

તેમણે માહિતી આપી કે ગણતરીના કલાકોમાં અમેરિકન સેનાએ 21 સૈન્ય વિમાનો દુશ્મનના એરસ્પેસમાં મોકલી દીધા હતા. ઘણા વિમાનો ખૂબ ઓછી ઊંચાઈએ ઉડી રહ્યા હતા અને તેમના પર ગોળીબાર થઈ રહ્યો હતો. આ ઓપરેશન દિવસના અજવાળામાં લગભગ 7 કલાક સુધી ચાલ્યું હતું અને આ દરમિયાન દુશ્મનોના ભારે ફાયરિંગનો સામનો કરવો પડ્યો હતો.

ઈરાનમાં બીજા બચાવ અભિયાન દરમિયાન 155 વિમાન સામેલ હતા, જેમાં 4 બોમ્બમારો કરનારા, 64 ફાઇટર જેટ, 48 ઇંધણ ભરનારા ટેન્કર, 13 બચાવ વિમાન અને અન્ય સામેલ હતા.

પહેલા પાઇલટને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યો

ટ્રમ્પે જણાવ્યું કે, પ્રથમ રેસ્ક્યુ ટીમે F-15ના પાઇલોટને શોધી કાઢ્યો અને તેને HH-60 જોલી ગ્રીન હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. આ દરમિયાન સૈનિકોએ અત્યંત નજીકથી ફાયરિંગનો સામનો કરવો પડ્યો હતો, તેમ છતાં કોઈ મોટું નુકસાન થયું નથી.

બીજો ક્રૂ મેમ્બર ઘાયલ, પહાડોમાં ફસાયો

તેમણે જણાવ્યું કે, બીજો ક્રૂ મેમ્બર, જે વેપન સિસ્ટમ્સ ઑફિસર હતો, તે પાઇલોટથી ઘણો દૂર જઈને પડ્યો હતો. હાઇ સ્પીડને કારણે થોડી સેકન્ડોનો તફાવત પણ કેટલાય કિલોમીટરનું અંતર બનાવી દે છે. તે ગંભીર રીતે ઘાયલ હતો અને એવા વિસ્તારમાં ફસાયો હતો જ્યાં ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ, સ્થાનિક આતંકવાદી સંગઠનો અને અન્ય જોખમો હાજર હતા.

લોહી વહેતું રહ્યું, છતાં બચવાના પ્રયાસો ચાલુ રહ્યા

ટ્રમ્પે કહ્યું કે, ઘાયલ અધિકારીએ પોતાની ટ્રેનિંગ મુજબ પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કર્યો. તે પહાડી વિસ્તારમાં ઉપરની તરફ ચઢ્યો જેથી દુશ્મનોથી બચી શકે. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તે ખડકો પર ચઢતો રહ્યો, પોતાના જખમોની જાતે જ સારવાર કરી અને તેના લોકેશનની માહિતી અમેરિકન સેના સુધી પહોંચાડી. તેની પાસે ખાસ લોકેશન ટ્રાન્સમીટર ડિવાઇસ હતું, જેની મદદથી તેણે સંપર્ક જાળવી રાખ્યો અને અંતે તેને પણ બચાવવામાં સફળતા મળી.

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે ઈરાનને સૌથી મોટો ફટકો, ઇન્ટેલિજન્સ ચીફ માજિદ ખાદેમીનું US-ઈઝરાયલની એરસ્ટ્રાઇકમાં મોત