World

ટ્રમ્પ ન્યૂક્લિયર ડીલ પડતી મુકી હોર્મુઝ ફરી ખોલવા પર ભાર મુકશે : રિપોર્ટ

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનથી મોટા સમાચાર: પ્રમુખ ટ્રમ્પ ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માંગે છે. વોલ સ્ટ્રીટ જર્નલ મુજબ, જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેઇટસ ખોલે તો અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમનો વિરોધ છોડવા તૈયાર છે. આ વ્યૂહાત્મક જળમાર્ગ બંધ થતા વૈશ્વિક તેલના ભાવ વધ્યા છે. અમેરિકાનું ધ્યાન હોર્મુઝ ખુલ્લો કરવા પર છે, જોકે ઈરાને 14 શરતો મૂકી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ ન્યૂક્લિયર ડીલ પડતી મુકી હોર્મુઝ ફરી ખોલવા પર ભાર મુકશે : રિપોર્ટ
  • ઇરાન પર વિજય મેળવવાનું કહેવામાં પ્રમુખ ટ્રમ્પે સપ્તાહો ગાળ્યા પછી આ નિર્ણય ઉપર આવ્યા છે

વોશિંગ્ટન : પ્રમુખ ટ્રમ્પ, ઇરાન સાથેનું યુધ્ધ બંધ કરવા માગે છે. તેથી જો ઇરાન હોર્મુઝ સ્ટ્રેઇટસ ખુલ્લી કરવા તૈયાર થાય તો તેઓ ઇરાનની પરમાણુ શકિત યોજનાનો વિરોધ કરવાનું પડતું મુકવા તૈયાર છે. તેમ વોલ સ્ટ્રીટ જર્નલ જણાવે છે.
આ વિશ્વ પ્રસિધ્ધ અને પ્રમાણભૂત વર્તમાનપત્રે અમેરિકાના અધિકારીઓને ટાંકતાં જણાવ્યું છે કે, ૮૦ વર્ષના આ રીપબ્લિક નેતાએ ઇરાન પર વિજય મેળવ્યો હોવાની જાહેરાત કરવામાં સપ્તાહો ગાળ્યા છે. જો ઇરાન આ વ્યૂહાત્મક જળમાર્ગ- હોર્મુઝ ખુલ્લો કરે તો તેઓ ઇરાનના પરમાણુ કાર્યક્રમ સામે વિરોધ નહીં કરે. તેઓ તે પણ સમજે છે કે ઇરાનનો પરમાણુ કાર્યક્રમ રોકવા માટેની મંત્રણાઓ મુશ્કેલી ભરી બની રહે તેમ છે.
ઓમાન અને ઇરાન વચ્ચેના આ ૧૬૭ કિ.મી.ના જળ માર્ગ દ્વારા વિશ્વની તેલ જરૂરીયાતો પૈકી ૨૦ ટકા જરૂરીયાતો પસાર થાય છે. તે જળમાર્ગ બંધ થતાં તેલના વૈશ્વિક ભાવો વધ્યા છે. પરિણામે વૈશ્વિક અર્થતંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે. તેથી તે જળમાર્ગ ખુલ્લો રહે તે મહત્વનું હોઇ ઇરાન સાથેની વાટાઘાટોમાં અમેરિકા ઇરાનના પરમાણુ કાર્યક્રમને એક તરફ રાખી હોર્મુઝ સ્ટેઈટસ ખુલ્લી કરવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરશે.
બીજી તરફ ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (આઇઆરજીસીએ) ફરી કહ્યું હતું કે, જયાં સુધી દરેક ફ્રન્ટ ઉપરનું યુધ્ધ અમેરિકા બંધ નહીં કરે અને અમોને યુધ્ધમાં થયેલું નુકસાન ભરપાઇ ન કરી આપે, તેમજ અમારી વિદેશોમાં રહેલી મિલકતો છૂટી ન કરે તેમ જ તેઓ હોર્મુઝ ફરતો લગાડેલો ઘેરો ન ઊઠાવે ત્યાં સુધી હોર્મુઝ અમે ખોલશું નહીં.
આ સાથે ઇરાને કુલ ૧૪ માગણીઓ મુકી છે. અમેરિકા તે વિષે વિચારણા કરી રહ્યું છે પરંતુ અત્યારે તો તેનું લક્ષ્ય સંપૂર્ણ રીતે હોર્મુઝ ઉપર કેન્દ્રિત છે.
બીજી તરફ અમેરિકાએ પણ વળતી ઘેરાબંધી કરતાં ઇરાનમાં ફુગાવો જબરજસ્ત વધ્યો છે. આ બધું લક્ષ્યમાં લઈ પ્રમુખ ટ્રમ્પે અક્સિઓસ ન્યૂઝ આઉટ લેટને રવિવારે જણાવ્યું હતું કે, અમે પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ. ત્યાં ફૂગાવો હાથ બહાર ગયો છે, તેમની પાસે પૈસા ખલાસ થઇ ગયા છે અમે રસ્તો શોધી કાઢીશું. આ તો શતરંજનની-રમત જેવું છે.