Get The App

કોર્ટની લપડાક, લોકોનો વિરોધ છતાં ટ્રમ્પ હવે સાન ફ્રાન્સિસ્કોમાં સૈન્ય તહેનાત કરવા ઉતાવળા

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
Trump Threatens Send Troops San Francisco

Trump Threatens Send Troops San Francisco: રવિવારે આપેલા એક ઇન્ટરવ્યૂમાં, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાન ફ્રાન્સિસ્કોમાં સેના મોકલવાની ધમકી આપી છે. તેમણે એવી ઇચ્છા વ્યક્ત કરી કે તેઓ ડેમોક્રેટ્સના નિયંત્રણ હેઠળના શહેરોમાં અમેરિકી સૈન્ય દળોની હાજરી વધારવા માંગે છે. નોંધનીય છે કે, ટ્રમ્પ અગાઉથી જ લોસ એન્જલસ, વોશિંગ્ટન અને મેમ્ફિસમાં નેશનલ ગાર્ડ મોકલી ચૂક્યા છે, જોકે શિકાગો અને પોર્ટલેન્ડમાં સ્થાનિક અદાલતો દ્વારા આ તૈનાતી અટકાવવામાં આવી હતી.

સાન ફ્રાન્સિસ્કોના લોકો અમને આવકારે છે: ટ્રમ્પ

ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે, 'અમે હવે સાન ફ્રાન્સિસ્કો તરફ જઈ રહ્યા છીએ. જોકે, ત્યાંના લોકો અમને આવકારે છે તેવો મને વિશ્વાસ છે. એક સમય હતો જ્યારે સાન ફ્રાન્સિસ્કો વિશ્વના સૌથી સુંદર શહેરોમાંનું એક હતું, પરંતુ આશરે 15 વર્ષ પહેલાં પરિસ્થિતિ બગડી ગઈ. તેમનો દાવો છે કે અમે ત્યાં જઈશું અને તેને ફરીથી મહાન બનાવીશું.'

ટ્રમ્પે શહેરોને 'તાલીમ ગ્રાઉન્ડ' બનાવવાનું સૂચવ્યું; વિવેચકોના આક્ષેપો

સમાચાર એજન્સી AFPના રિપોર્ટ મુજબ, ટ્રમ્પે સેનાની તૈનાતીને વ્યાજબી ઠેરવવાના હેતુથી અમેરિકી શહેરોમાં અપરાધ અને અવ્યવસ્થાના સ્તરને અનેકવાર વધારી-ચઢાવીને રજૂ કર્યું છે. તેમણે ગયા મહિને તો એવું પણ સૂચન કર્યું હતું કે અમેરિકી શહેરોનો ઉપયોગ સૈન્યના તાલીમ ગ્રાઉન્ડ તરીકે કરી શકાય છે.

સૌથી પહેલા જૂન મહિનામાં લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ તૈનાત કરાયા હતા, તે સમયે માઇગ્રેશનને લગતા દરોડાઓ સામે હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. વિવેચકોએ ત્યારે આક્ષેપ કર્યો હતો કે આ દરોડાઓ ખાસ કરીને જાતિ અને ભાષાના આધારે લોકોને નિશાન બનાવી રહ્યા હતા.

વળી, કેલિફોર્નિયાના ગવર્નર ગૅવિન ન્યૂઝમે તે સમયે ટ્રમ્પની કાર્યવાહીની કડક ટીકા કરી હતી. ન્યૂઝમ નિયમિતપણે ટ્રમ્પ સાથે વિવાદોમાં રહે છે અને તેઓ 2027ની રાષ્ટ્રપતિ ચૂંટણીના સંભવિત ઉમેદવાર પણ માનવામાં આવે છે.

આ પણ વાંચો: મોટી દુર્ઘટના: દુબઈથી હોંગકોંગ આવતું વિમાન રન-વેથી લપસી દરિયામાં ગરકાવ, 2ના મોત

સાન ફ્રાન્સિસ્કોમાં નેશનલ ગાર્ડની માંગ અને રિપબ્લિકન રાજકારણ

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ટેક કંપની સેલ્સફોર્સના CEO માર્ક બેનિઓફે પણ તાજેતરમાં શહેરમાં નેશનલ ગાર્ડ મોકલવાની તરફેણ કરી હતી, જેના કારણે તેમને પણ ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ નોંધનીય છે કે, સાન ફ્રાન્સિસ્કો રિપબ્લિકન વિચારધારા માટે લાંબા સમયથી એક પ્રતીકાત્મક શહેર રહ્યું છે. બેઘરતા અને નશાની ગંભીર સમસ્યાઓથી પીડિત આ શહેરને રિપબ્લિકન મીડિયા વારંવાર અમેરિકાના શહેરી પતનનું ઉદાહરણ તરીકે ટાંકે છે, જે તેઓ ડેમોક્રેટિક પાર્ટીના શાસનને આભારી છે.

કોર્ટની લપડાક, લોકોનો વિરોધ છતાં ટ્રમ્પ હવે સાન ફ્રાન્સિસ્કોમાં સૈન્ય તહેનાત કરવા ઉતાવળા 2 - image