અમેરિકા, રશિયા અને ચીનના 'યુદ્ધનું મેદાન' બનશે ઓઈલ સંપન્ન દેશ! મિસાઈલો અને જંગી જહાજ તૈનાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Venezuela Tension: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પાડોશમાં વસેલા દેશ વેનેઝુએલાની પાછળ એવી રીતે પડી ગયું કેસ આ આખો વિવાદ એક મોટું સ્વરૂપ લઈ રહ્યો છે. આમ તો અમેરિકાએ વેનેઝુએલા સામે પોતાનો મોરચો ડ્રગ્સ તસ્કરીના આરોપમાં ખોલ્યો હતો. પરંતુ, હવે આ વિવાદમાં રશિયા અને ચીન પણ આવી ગયું છે અને ડર છે કે ક્યાંક આ મોટા સૈન્ય સંઘર્ષમાં ન બદલાઇ જાય. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો ખુદ સત્તા છોડી દે છે તો આ એક સ્માર્ટ પગલું હશે. વળી, માદુરોએ જવાબ આપતા કહ્યું કે, ટ્રમ્પ માટે વેનેઝુએલાની બદલે અમેરિકા પર ધ્યાન કેન્દ્રીત કરવું વધુ સારૂ રહેશે.
આ પણ વાંચોઃ ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાદ ન્યૂઝીલેન્ડમાં અંદરોઅંદર ડખા! વિદેશમંત્રી નારાજ
અમેરિકા છેલ્લાં ઘણાં સમયથી વેનેઝુએલાના નજીકના જળ ક્ષેત્રમાં પોતાની સૈન્ય તૈનાતી સતત વધારી રહ્યું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત અઠવાડિયે નિકોલસ માદુરોની સરકારને વિદેશી આતંકવાદી સંગઠનના રૂપે નિયુક્ત કર્યું હતું. તેમણે વેનેઝુએલાની આર્થિક જીવન રેખા પર સીધો પ્રહાર કરતા વેનેઝુએલામાં આવતા અને ત્યાંથી નીકળતા તમામ પ્રતિબંધિત તેલ ટેન્કરોની સંપૂર્ણ નકાબંધીનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચોઃ 'મારી પણ તસવીરો છે...', એપસ્ટિન ફાઈલ્સ જાહેર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા
અમેરિકન પ્રમુખે ફરી વેનેઝુએલાને નિશાન બનાવ્યું
સોમવારે (22 ડિસેમ્બર) ટ્રમ્પ તેમના ફ્લોરિડા સ્થિત ઘરે હતા. પત્રકારોએ તેમને પૂછ્યું કે, શું અમેરિકાની ધમકીઓનો હેતુ માદુરોને 12 વર્ષ પછી સત્તા છોડી દેવા માટે દબાણ કરવાનો હતો? સવાલના જવાબ રૂપે ટ્રમ્પે કહ્યું કે, "તે શું કરવા માંગે છે તે તેના પર નિર્ભર છે. મને લાગે છે કે તે તેના માટે એક સ્માર્ટ પગલું હશે. જો માદુરો કઠોરતા બતાવે છે, તો તે છેલ્લી વખત હશે જ્યારે તે કડકાઈવાળી રમત રમી શકશે.'








