વેનેઝુએલાના 65 અબજ ડોલરના ઓઈલ પર ટ્રમ્પનો કબજો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વેનેઝુએલા પાસે ૩૦૩ અબજ બેરલનો ક્રૂડ ઓઇલ ભંડાર
- અમેરિકામાં ગેસોલિનના પ્રતિ ગેલન ૪.૦૯ ડોલરના ઊંચા ભાવ બતાવે છે કે આ ડીલ તેના માટે કેટલું જરૂરી
- વેનેઝુએલા સાથેની ડીલ ટ્રમ્પ માટે મધ્યસત્ર ચૂંટણી વખતે ફેસ સેવિંગ ફોર્મ્યુલા સાબિત થવાની સંભાવના
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે શુક્રવારે વેનેઝુએલા સાથે અત્યાર સુધીના વિશ્વના સૌથી મોટા ઓઇલ ડીલની જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે આ સમજૂતીથી વેનેઝુએલાના ૬૫ અબજ બેરલના ભંડાર પર અમેરિકાનું નિયંત્રણ સ્થપાશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ સમજૂતી લાગુ પડે છે તો વેનેઝુએલાના વિશાળ ઓઇલ ભંડારો સુધી અમેરિકાને પહોંચ મળશે. અમેરિકાને આ ઓઇલ એકદમ નીચા ભાવે મળશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી હતી. આ સમજૂતી માટે અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રૂબિયો, સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથ અને વેનેઝુએલાના કાર્યકારી પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝ વચ્ચે મંત્રણા થઈ હતી. આમ ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધ કરતાં-કરતાં વચ્ચે એક એવી ડીલ પાર પાડી દીધી છે, જેથી તે કમસેકમ મધ્યસત્ર ચૂંટણીમાં પ્રજા સમક્ષ પોતાનું મોઢું તો બતાવી શકશે.
વેનેઝુએલાની રોડ્રિગ્સ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ડીલમાં ૧૭ ઓઇલ ક્ષેત્રોનો વિકાસ સામેલ છે. આ ક્ષેત્રોમાં ૬૫ અબજ બેરલ ઓઇલ હોવાની વાતને સમર્થન મળી ચૂક્યું છે. તેમા આગળ જણાવવામાં આવ્યું છે કે આ સમજૂતીથી વેનેઝુએલાના ઓઇલ સેક્ટરમાં ૧૦૦ અબજ ડોલરથી પણ વધુ રોકાણ આવશે. તેનાથી ટેક્સના સ્વરૂપમાં ૨૦૯ અબજ ડોલરથી વધુ કમાણી થઈ શકે છે.
ઓઇલ ડીલની આ જાહેરાત જાન્યુઆરીમાં વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવ્યા પછી થઈ છે. અમેરિકન લશ્કરે એક ઓપરેશનમાં તેમની ધરપકડ કરી હતી. ટ્રમ્પના આદેશ પર માદુરોની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે નાર્કો ટેરરિઝમ અને ડ્રગ તસ્કરીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ ડીલ એવા સમયમાં થઈ છે ત્યારે જ્યારે ટ્રમ્પ પર ઓઇલની કિંમતો ઘટાડવાને લઈને ભારે દબાણ છે. ઇરાન યુદ્ધને છ મહિના થઈ ગયા છે. તે ખતમ થવાના કોઈ સંકેત નથી. બીજી બાજુએ અમેરિકામાં નોંઘવારી માઝા મૂકી રહી છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવના કારણે ત્યાં ગેસોલિનનો ભાવ પ્રતિ ગેલન ૪.૦૯ ડોલર છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં તે ૩.૨૧ ડોલર હતો.
અમેરિકાએ ઓગસ્ટના પ્રારંભમાં પોતાના વ્યૂહાત્મક ઓઇલ ભંડારનો ઉપયોગ કર્યો, તેના કારણે આ ભંડાર ૩૦ કરોડ બેરલ ઓઇલથી પણ ઓછો થઈ ગયો હતો, જે ૨૦૨૬ની તુલનાએ ૧૦ કરોડ બેરલ ઓઇલનો ઘટાડો દર્શાવે છે. એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે નવી કંપની પાસેથી ખરીદવામાં આવેલું ઓઇલ અમેરિકાના વ્યૂહાત્મક ઓઇલ ભંડાર ભરવા ઉપરાંત લશ્કર માટે ઉપયોગમાં લેવામાં આવશે.
ટ્રમ્પે જાન્યુઆરીમાં માદુરોને હટાવ્યા પછી વેનેઝુએલામાં અમેરિકન ઓઇલ કંપનીઓને પરત લાવવાનું વચન આપ્યું હતું. વેનેઝુએલાના પૂર્વ પ્રમુખ હ્યુગો શાવેઝે અમેરિકન ઓઇલ કંપનીઓ સહિત સંખ્યાબંધ વિદેશી માલિકીની ઓઇલ કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરી દીધું હતું. ટ્રમ્પની જાહેરાત છતાં અહીં મોટી કંપનીઓ લાવવી મુશ્કેલ છે, તેનું કારણ ત્યાં રાજકીય અનિશ્ચિતતા છે. આ ઉપરાંત ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રકચર દાયકાઓથી ક્ષતિગ્રસ્ત છે. તેના રિપેરિંગમાં કેટલાય વર્ષો અને અબજો ડોલર લાગી શકે છે.
વેનેઝુએલા પાસે અંદાજ ૩૦૩ કરોડ બેરલ ઓઇલ હોવાનું મનાય છે, જે તેને વિશ્વના સૌથી મોટા ઓઇલ ભંડારોમાં એક બનાવે છે. તે વિશ્વના કુલ ઓઇલ પુરવઠાનો ૧૭ ટકા હિસ્સો ધરાવે છે. વેનેઝુએલાની જમીનની અંદરના ભંડોરોનું પહેલેથી જ મેપિંગ કરવામાં આવી ચૂક્યું છે અને તેની જાણકારી ઉપલબદ્ધ છે. જો કે ખરાબ માળખાના લીધે તે વિશ્વના કુલ ઓઇલ ઉત્પાદનમાં એક ટકા હિસ્સો જ પ્રદાન કરી શકે છે.
ટ્રમ્પે વેનેઝુએલામાંથી ચીન-ક્યુબાને દૂર કર્યા
વેનેઝુએલામાંથી ચીન અને ક્યુબાની ઓઇલ ખરીદી ઝીરો, ભારતની વધી
અમેરિકા સૌથી વધુ પ્રતિ દિન ૭.૪૩ લાખ બેરલ ઓઇલ ખરીદનાર દેશ બન્યો
નવી દિલ્હી : અમેરિકાએ વેનેઝુએલાના ૬૫ અબજ બેરલ ઓઇલ પર અંકુશ મેળવતા તેની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા દેશોની સ્થિતિમાં પણ મોટાપાયા પર ફેરફાર પડયો છે. ભારતની વેનેઝુએલા પાસેથી આયાત શૂન્યથી વધીને ઓગસ્ટમાં અત્યાર સુધીમાં ૪.૫૦ લાખ ટન સુધી પહોંચી ગઈ છે. જ્યારે ચીનની આયાત એક સમયે ૪.૪૪ લાખ ટન હતી જે ઘટીને શૂન્ય થઈ ગઈ છે.
આ બતાવે છે કે અમેરિકાના વેનેઝુએલા પરના અંકુશના પગલે સ્થિતિ કેવી બદલાઈ છે. ફક્ત એટલું જ નહીં ટ્રમ્પે માદુરો સામેનું ઓપરેશન પાર પાડયા પહેલા અમેરિકાની વેનેઝુએલામાંથી આયાત લગભગ શૂન્ય હતી તે વધીને આજે પ્રતિ દિન ૭.૪૩ લાખ બેરલ થઈ ગઈ છે. આમ ચીનનો આખો હિસ્સો અમેરિકા કબ્જે કરી ગયું છે.
બીજા નંબરે ભારત આવે છે. વર્ષના પ્રારંભમાં વેનેઝુેએલાથી ભારતની આયાત શૂન્ય હતી જે મેમાં વધીને સીધી પ્રતિ બેરલ ૪.૧૭ લાખ બેરલ થઈ. જૂનમાં તે ૩.૪૦ લાખ બેરલ હતી. જુલાઈમાં પણ તે ૩.૪૦ લાખ બેરલ હતી અને ઓગસ્ટમાં વધીને પ્રતિ દિન ૪.૪૪ લાખ બેરલ પર પહોંચી ગઈ છે. મહિનાના અંત સુધીમાં તે ૪.૫ લાખ સુધી પહોંચી શકે છે.
જ્યારે ચીન વેનેઝુએલામાંથી વર્ષે ૨.૩ કરોડ ટન અને પ્રતિ દિન ૪.૭૦ લાખ બેરલની આયાત કરતું હતું. તેના બદલે એપ્રિલથી તેની આયાત શૂન્ય થઈ ગઈ છે. સ્પેનના ફક્ત ફેબુ્રઆરી અને માર્ચ ૨૦૨૬ના આંકડા મળ્યા છે તે મુજબ તેણે ૩.૩૪ લાખ બેરલની આયાત કરી હતી, જે પ્રતિ દિન ૨૦ લાખ બેરલ કહી શકાય. જ્યારે ક્યુબાની આયાત માર્ચમાં નોંધાયેલા છેલ્લા આંકડા સુધીમાં ૧.૩૬ લાખ ટનની સિંગલ ડિલિવરી હતી. તેના પછી અમેરિકાની ઘેરાબંધીના લીધે ક્યુબા વેનેઝુએલાથી આયાત કરી શક્યું નથી. આમ ક્યુબાની આયાત ઝીરો થઈ ગઈ છે.




