Get The App

અમેરિકાના પ્રમુખ પગલાં ભરે તેવા જ છે, થોભો અને રાહ જુઓ ઇરાનમાં આવા હજ્જારો રહસ્યમય ફોન કોલ આવ્યા કરે છે

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકાના પ્રમુખ પગલાં ભરે તેવા જ છે, થોભો અને રાહ જુઓ ઇરાનમાં આવા હજ્જારો રહસ્યમય ફોન કોલ આવ્યા કરે છે 1 - image

- ટ્રમ્પ એક તરફ રાજદ્વારી મંત્રણાઓની વાત કરે છે બીજી તરફ મધ્ય પૂર્વમાં પ્રચંડ યુદ્ધ જહાજો મોકલતા જાય છે

તહેરાન : તહેરાનમાં હજ્જારો નાગરિકોને સોમવારે સવારે તેમના ફોન ઉપર એક રહસ્યમય સંદેસો વહી રહ્યો હતો : અમેરિકાના પ્રમુખ પગલાં ભરે તેમ જ છે થોભો અને રાહ જુઓ. આ સંદેશો એક અજ્ઞાાન ફોન નંબર ઉપરથી હજ્જારો ઇરાનીઓના ફોન ઉપર જોવા મળતો હતો.

આશ્ચર્યની વાત તો તે છે કે એક તરફ આવા રહસ્ય સંદેશાઓ ઇરાનીઓના મોબાઈલ સ્ક્રીન ઉપર વાયરલ થઇ રહ્યા છે તો બીજી તરફ પ્રમુખ ટ્રમ્પ પ્રચંડ વિમાનવાહક જહાજો અને સેંકડો વિમાનોથી ઘેરી રહ્યા છે.

પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ઇરાન ઉપર મર્યાદિત લશ્કરી હુમલા કરવા વિચારી રહ્યા છે. તો બીજી તરફ જીનીવામાં ગુરૂવારથી શાંતિ મંત્રણાઓ યોજાવાની છે. જેમાં આ વિવાદનું કોઈ રાજદ્વારી સમાધાન શોધવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાધચીએ સીબીએસને રવિવારે કહ્યું હતું કે, દેશના પરમાણુ કાર્યક્રમ અંગે બંને વચ્ચે (ઇરાન અને અમેરિકા વચ્ચે) રાજદ્વારી ઉકેલ મળી શકશે તેવી હું આશા રાખું છું, તે મંત્રણાઓ આ વિવાદમા રાજદ્વારી ઉકેલ માટેની બહુચારી તક પૂરી પાડશે. પરંતુ તહેરાન અમેરિકાના લશ્કરી દબાણથી ડરશે નહીં.

દરમિયાન અમેરિકાએ તેનાં લેબેનોન સહિત મધ્યપૂર્વમાં રહેતા દૂતાવાસોમાંથી ઘણો મોટો સ્ટાફ સ્વદેશ બોલાવી લીધો છે. ઇરાને તેના પરમાણુ કાર્યક્રમ અંગે સમજૂતી સાધવાનો મુસદ્દો પણ ઘડી કાઢ્યો છે.

ઇરાન એક તરફથી બાહ્ય દબાણનો સામનો કરી રહ્યું છે તો બીજી તરફ સેમિસ્ટર શરૂ થવા સાથે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ખામેનેઇનીની સરકાર સામે દેખાવો યોજવા શરૂ કરી દીધા છે.