ઈરાન યુદ્ધમાં NATO દેશોએ સાથ ન આપતા ટ્રમ્પ ભડક્યા, રશિયા-ચીન પર પણ સાધ્યું નિશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US-Iran War Update : અમેરિકા-ઈઝરાય અને ઈરાન વચ્ચે 18 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. NATOમાં અમેરિકા સહિત કુલ 32 દેશો સામેલ છે, જોકે આમાંથી એક પણ દેશોએ ઈરાન યુદ્ધમાં અમેરિકાનો સાથ આપ્યો નથી. અમેરિકાને રશિયા, ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાએ પણ મદદ કરવાનો ઈન્કાર કરી દીધો છે. આમ વિશ્વના સૌથી મોટા સંગઠન નાટોના દેશો અને અન્ય પાંચ દેશોએ ઈરાન યુદ્ધમાં સાથ આપાવનો ઈન્કાર કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ નિરાશ થયા છે.
તમામ દેશોએ અમેરિકાને મદદ કરવાનો ઈન્કાર કરતા ટ્રમ્પ નારાજ
અમેરિકા-ઈઝરાયેલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કરી દીધો હતો. ત્યારથી મધ્ય-પૂર્વમાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના 18માં દિવસે પણ અમેરિકા ઈરાન પર હુમલાઓ કરી રહ્યું છે, તો ઈરાન પણ પડોશી દેશોમાં અમેરિકન સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવી રહ્યું છે. ઈરાન એક સાથે અમેરિકા અને ઈઝરાયેલ બંનેને પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દીધો છે. ત્યારબાદ ટ્રમ્પે પોતાના નાટોના સભ્ય દેશો પાસે અને રશિયા, ચીન, જાપાન સહિતના દેશો પાસે મદદ માંગી હતી, જોકે આ તમામ દેશોએ અમેરિકાને મદદ કરવાનો ઈન્કાર કરી દીધો છે, જેને લઈને ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નિરાશા ઠાલવી છે.

આ પણ વાંચો : ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
‘અમે NATO દેશોની સુરક્ષા પાછળ દર વર્ષે સેંકડો અબજ ડોલર ખર્ચીએ છીએ’
ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર લખ્યું છે કે, ‘અમેરિકાને અમારા મોટાભાગના નાટો (NATO) સાથીદારો દ્વારા જાણ કરવામાં આવી છે કે તેઓ મધ્ય પૂર્વમાં ઈરાનના આતંકવાદી શાસન વિરુદ્ધના અમારા સૈન્ય અભિયાનમાં જોડાવા માંગતા નથી. જોકે, લગભગ દરેક દેશ અમારા કાર્યો સાથે સંપૂર્ણ રીતે સહમત છે અને ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી આપી શકાય નહીં. તેમ છતાં, હું તેમના આ પગલાથી આશ્ચર્યચકિત નથી, કારણ કે મેં હંમેશા નાટોને એકતરફી વ્યવસ્થા માની છે, જ્યાં અમે આ જ દેશોની સુરક્ષા પાછળ દર વર્ષે સેંકડો અબજ ડોલર ખર્ચીએ છીએ. આ વ્યવસ્થા તેમનું રક્ષણ તો કરશે, પરંતુ જરૂરિયાતના સમયે અમને કોઈ મદદ નહીં કરે. સદનસીબે, અમે ઈરાનની સેનાને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી છે. તેમની નૌકાદળ, તેમની વાયુસેના, તેમની એન્ટી-એરક્રાફ્ટ અને રડાર સિસ્ટમ નાબૂદ થઈ ગઈ છે અને કદાચ સૌથી મહત્વની વાત એ છે કે લગભગ દરેક સ્તરે તેમના નેતાઓ હવે ક્યારેય આપણને કે મધ્ય પૂર્વના દેશોને ધમકી આપી શકશે નહીં.’
મને કોઈપણ દેશની મદદની જરૂર નથી : ટ્રમ્પ
ટ્રમ્પે વધુમાં લખ્યું છે કે, ‘અમારી સૈન્ય સફળતાઓના કારણે હવે અમને નાટો દેશોની મદદ જરૂર નથી અને ઈચ્છા પણ રાખતા નથી. અમે ક્યારે તેઓની મદદની જરૂર લાગી નથી! આવી જ રીતે જાપાન, ઓસ્ટ્રેલિયા અથવા દક્ષિણ કોરિયાના મામલે પણ આ જ વાત લાગુ પડે છે. વાસ્તવમાં સંયુક્ત રાજ્ય અમેરિકા વિશ્વમાં સૌથી શક્તિશાળી દેશ છે. હું કહી શકું છું કે, અમને કોઈની પણ મદદની જરૂર નથી. આ મુદ્દે ધ્યાન આપવા બદલ આભાર...’









