World

પાકિસ્તાનમાં 5.4 નો ધરતીકંપ જાન માલ નુકસાનની માહિતી નથી

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતના દક્ષિણ ભાગમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. માત્ર 22 માઈલ ઊંડાઈએથી શરૂ થયેલા આ આંચકાથી ધરતી પર જોરદાર ધ્રુજારી અનુભવાઈ હતી. જોકે, હજુ સુધી જાનમાલની ખુવારીની સ્પષ્ટ માહિતી નથી. સરકારે રાહત ટુકડીઓ તૈનાત કરી છે. લોકો ભયભીત થઈ ઘરોની બહાર નીકળી આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનમાં 5.4 નો ધરતીકંપ જાન માલ નુકસાનની માહિતી નથી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતના દક્ષિણ ભાગમાં રીક્ટર સ્કેલ પર નોંધાયેલા ૫.૪ની તીવ્રતાનો ધરતીકંપ થયો હતો. આ ધરતીકંપ માત્ર ૨૨ માઇલ જ ઊંડાઈએથી શરૂ થયો હોય. ધરતી પર ધૂ્રજારી જોરદાર લાગી હતી, પરંતુ હજી સુધી જાનમાલની ખુવારી વિષે સ્પષ્ટ માહિતી મળી શકી નથી.
યુરોપીયન મેડીટેરીયન સીસ્મોલોજિકલ સેન્ટરે શનિવારે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે વેનેઝુએલામાં માત્ર ૩૯ સેકન્ડના અંતરે થયેલા એક પછી એક ધરતીકંપો અને તે પછી લાગેલા શ્રેણીબદ્ધ આફટર શેક્સે આશરે એક લાથથી વધુના જાન લીધા હોવાની અને અસંખ્ય મકાનો તથા બાંધકામો ખંડેર થઈ ગયાં હોવા પછી દુનિયામાં કોઈ પણ સ્થળે લાગતી થોડી પણ ધૂ્રજારી સૌના જીવ ઊંચા કરી દે છે. તેવે સમયે પાકિસ્તાનમાં લાગેલો આ ભૂકંપે સરકાર તથા જનતાના જીવ ઊંચા ઊંચા કરી દીધા છે.
આ પૂર્વે ૨૦૦૫ માં પાકિસ્તાનના કબ્જા નીચેના કાશ્મીરમાં ૨૦૦૫ માં ૭.૬ નો આંચકો લાગ્યો હતો. તે પછી ૨૦૧૩માં બલુચિસ્તાનમાં ૭.૭ અંકનો આંચકો લાગ્યો હતો. શનિવારે સવારે લાગેલો આ આંચકો પ્રમાણમાં મંદ હોવા છતાં સૌ કોઈને ગભરાવી દે તેવો હતો. લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. સરકારે રાહત ટુકડીઓ તૈનાત કરી દીધી હતી.