World

નેતન્યાહૂની કાન ભંભેરણીથી ટ્રમ્પે ઇરાન પર બોમ્બ વર્ષા કરી કાળો કેર વરતાવ્યો

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
ઇઝરાયેલે અમેરિકાને ચેતવણી આપી છે કે ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું વધુ એક કાવતરું ઘડી રહ્યું છે. આ માહિતી મોસાદે આપી હતી. આ જાણીને ટ્રમ્પે ઈરાન પર ફરી એકવાર પ્રચંડ બોમ્બમારો કરવાનો આદેશ આપ્યો છે. આ પહેલા પણ ટ્રમ્પે પોતાના જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાથી અમેરિકા અને ઈઝરાયેલમાં ખળભળાટ મચી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેતન્યાહૂની કાન ભંભેરણીથી ટ્રમ્પે ઇરાન પર બોમ્બ વર્ષા કરી કાળો કેર વરતાવ્યો

ઇઝરાયેલે, અમેરિકાને ચેતવણી આપી કે, ઇરાન ટ્રમ્પની હત્યાની ફરી એક બહુ મોટી સાજીશ રચે છે : આ વાતથી ટ્રમ્પે પ્રચંડ બોમ્બીંગ શરૂ કરાવ્યું
નવી દિલ્હી : અમેરિકા-ઇરાન યુધ્ધ વચ્ચે એક ચોંકાવનારી ખબર આવી છે. ઇઝરાયેલે અમેરિકાને ચેતવણી આપી છે કે ઇરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાની વધુ એક વાર સાજીશ રચી રહ્યું છે. આ જાણી ટ્રમ્પે ઇરાન પર ફરી એક વાર પ્રચંડ બોંબ વર્ષા કરવા હુકમો આપ્યા છે.
વાત એમ છે કે નાટો ની અંકારામાં મળેલી પરિષદ પછી ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર પ્રચંડ ફાયટર વર્ષા કરવા હુકમ આપ્યો હતો.
ધી વોલ સ્ટ્રીટ જર્નલે જણાવ્યું છે કે તૂર્કીને એફ-૩૫ ફાયટર જેટ વિમાન અમેરિકા આપવાનું છે. તે જાણી ચિંતાગ્રસ્ત થયેલા નેતન્યાહૂએ ટ્રમ્પને ફોન કર્યો હતો. ત્યારે ટ્રમ્પે તેને આશ્વાસન પણ આપ્યું હતું કે તે ફાઇટર જેટસ તેમની સામે વપરાશે નહીં તેની ખાતરી રાખજો.
આ ફોન વાતચીત દરમિયાન નેતન્યાહૂએ ટ્રમ્પને ચેતવણી આપી હતી કે, અમારી જાસૂસી સંસ્થા મોશાદને પાક્કે પાયે માહિતી મળી છે કે ઇરાન ફરી એક વાર તમારી હત્યાની ગંભીર સાજીશ રચી રહ્યું છે.
તે સર્વવિદિત છે કે ઇઝરાયેલી જાસૂસી સંસ્થા મોશાદ દુનિયાની શ્રેષ્ઠ જાસૂસી સંસ્થા છે. આમ નેતન્યાહૂના કથન ઉપર અવિશ્વાસ કરવાનું કોઈ કારણ જ ન હોવાથી ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન ઉપર ફરી પાછી પ્રચંડ બોંબ વર્ષા શરૂ કરી દીધી છે.
આ પૂર્વે પણ પ્રમુખ ટ્રમ્પે તૂર્કીમાં પાટનગર અંકારામાં મળેલી નાટો દેશોની મીટીંગ દરમ્યાન જણાવ્યું હતું કે મારા જાન પર ખતરો છે.
એક સૂત્રનો હવાલો આપતાં સીએનએને જણાવ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પને મારી નાખવાની સાજીશની માહિતી અમને આજે જ મળી હતી. આથી અમેરિકી જાસૂસી અને સેનાકીય સંસ્થાઓ ભડકી ઉઠયા છે. અને પ્રમુખનાં રક્ષણ માટે તમામ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. પરંતુ અમેરિકા અને ઇઝરાયેલ આ વિષે કશું કહેવાનો ઇનકાર કર્યો છે.