World

ટ્રમ્પનો મોટો યુ-ટર્ન: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને મળવા તૈયાર, કહ્યું- મને ગર્વ થશે

By GS Team
5 Jun 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, જો બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીત કોઈ સફળ સમજૂતી સુધી પહોંચશે, તો તેઓ ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને મળવા માટે 'ગૌરવ' અનુભવશે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ઈરાની નેતાને સીધા મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ખાતરી આપી હતી કે આ મુલાકાત સંપૂર્ણ સન્માન સાથે કરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પનો મોટો યુ-ટર્ન: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને મળવા તૈયાર, કહ્યું- મને ગર્વ થશે
(IMAGE - IANS)

Donald Trump Iran deal: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, જો બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીત કોઈ સફળ સમજૂતી સુધી પહોંચશે, તો તેઓ ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને મળવા માટે 'ગૌરવ' અનુભવશે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ઈરાની નેતાને સીધા મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ખાતરી આપી હતી કે આ મુલાકાત સંપૂર્ણ સન્માન સાથે કરવામાં આવશે.

કરાર થશે તો મુલાકાત શક્ય: ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે, 'હું સામેથી મળવા નથી માંગતો, પરંતુ જો હું તેમને મળું તો મને ગૌરવ થશે. જો અમારી વચ્ચે કોઈ ડીલ થઈ જશે, તો ચોક્કસપણે હું તેમને મળી શકું છું અને મને તેનાથી કોઈ વાંધો નથી. હું આ મુલાકાતને ખૂબ જ સન્માનપૂર્વક જોશે.'

ટ્રમ્પે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના વખાણ કરતાં કહ્યું કે, તેઓ કદાચ એક પ્રોફેશનલ વ્યક્તિ છે અને કેટલાક લોકોમાં તેમની સારી પ્રતિષ્ઠા છે. તેમણે રમૂજી અંદાજમાં વધુમાં ઉમેર્યું કે, કેટલાક લોકો ખામેનેઈ વિશે ખરાબ વાતો કરે છે, પણ ઘણા લોકો મારા વિશે પણ આવી જ ખોટી અને ખરાબ વાતો કરે છે. જે તદ્દન ખોટું છે.

આ પણ વાંચો: બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ

ઈરાનના યુરેનિયમ પર અમેરિકાની બાજ નજર

અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને લાંબા સમયથી મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે જો અમેરિકા ઇચ્છે તો ઈરાનના યુરેનિયમના જથ્થા પર ગમે ત્યારે કબજો કરી શકે છે અને ઈરાન તેમને રોકી શકશે નહીં, જોકે અત્યારે તેની કોઈ જરૂર નથી. ઈરાનનું આ યુરેનિયમ એક સુરક્ષિત જગ્યાએ બંધ છે અને અમેરિકન સત્તાવાળાઓ કેમેરા દ્વારા તેના પર સતત અને ખૂબ જ નજીકથી નજર રાખી રહ્યા છે.