World

ટ્રમ્પે પાકિસ્તાની PMને વ્હાઈટ હાઉસ બોલાવી ફજેતી કરી! 30 મિનિટ રાહ જોવડાવી

By GS TEAM
26 Sep 20252 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે (25 સપ્ટેમ્બર) વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે મુલાકાત કરી હતી. જોકે, ટ્રમ્પ અન્ય કામમાં વ્યસ્ત હોવાથી આ મુલાકાત લગભગ અડધો કલાક મોડી પડી હતી. ચીન સાથે ટિકટોક ડીલ પર એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા પછી તેમણે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. વ્હાઇટ હાઉસના પ્રેસના ફોટામાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળ ઓવલ ઓફિસમાં રાહ જોઈ રહ્યું હતું જ્યારે ટ્રમ્પ રૂમની બીજી બાજુ તેમના અગાઉના કાર્યક્રમો પૂર્ણ કરી રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે પાકિસ્તાની PMને વ્હાઈટ હાઉસ બોલાવી ફજેતી કરી! 30 મિનિટ રાહ જોવડાવી

Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે (25 સપ્ટેમ્બર) વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે મુલાકાત કરી હતી. જોકે, ટ્રમ્પ અન્ય કામમાં વ્યસ્ત હોવાથી આ મુલાકાત લગભગ અડધો કલાક મોડી પડી હતી. ચીન સાથે ટિકટોક ડીલ પર એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા પછી તેમણે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. વ્હાઇટ હાઉસના પ્રેસના ફોટામાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળ ઓવલ ઓફિસમાં રાહ જોઈ રહ્યું હતું જ્યારે ટ્રમ્પ રૂમની બીજી બાજુ તેમના અગાઉના કાર્યક્રમો પૂર્ણ કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ અમેરિકા કોની સામે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યું છે? દુનિયાભરના સેંકડો જનરલની બેઠક બોલાવી

ટ્રમ્પે કરી મજાક

આ બેઠક મૂળ વોશિંગ્ટન સમય મુજબ, બપોરે 4:30 વાગ્યે (પાકિસ્તાન સમય મુજબ 1:30 વાગ્યે) શરૂ થવાની હતી, પરંતુ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સના કારણે તેમાં મોડું થયું હતું. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન, ટ્રમ્પે મજાકમાં ટિપ્પણી કરી, 'આજે આપણી પાસે એક મહાન નેતા આવી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન અને ફિલ્ડ માર્શલ. ફિલ્ડ માર્શલ  અને વડાપ્રધાન એક મહાન માણસ છે. બંને અહીં આવી રહ્યા છે અને કદાચ અત્યારે આ રૂમમાં જ છે. મને ખબર નથી, કારણ કે આપણે થોડા મોડા પડ્યા છીએ.હોઈ શકે કે બંને સુંદર ઓવલ ઓફિસમાં ક્યાંક બેઠા હશે. ' આ ઘટના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ છે.

દોઢ કલાક ચાલી બેઠક

આ બેઠક લગભગ એક કલાક અને 20 મિનિટ ચાલી હતી અને ત્યારબાદ કોઈ પ્રેસ કોન્ફરન્સ થઈ ન હતી. અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ અને સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રૂબિયો પણ હાજર હતા. પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, ચર્ચાઓ પ્રાદેશિક આતંકવાદ, વેપાર કરારો, દુર્લભ પૃથ્વી ખનિજો પર સહયોગ અને આર્થિક વિકાસ પર કેન્દ્રિત હતી. ટ્રમ્પે બેઠક પહેલા પાકિસ્તાની નેતાઓની પ્રશંસા કરી, તેમને મહાન નેતાઓ ગણાવ્યા અને કહ્યું કે પાકિસ્તાન સાથેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પે પાકિસ્તાની PM અને ફિલ્ડ માર્શલ મુનીર સાથે કરી બેઠક, શાહબાઝ શરીફને ગણાવ્યા મહાન નેતા

કેમ મહત્ત્વની છે આ બેઠક? 

જુલાઈમાં અમેરિકા-પાકિસ્તાન વચ્ચે થયેલા વેપાર કરાર બાદ આ બેઠક મહત્ત્વની બની છે, જેમાં પાકિસ્તાની માલ પર 19 ટકા ટેરિફનો સમાવેશ થતો હતો. ટ્રમ્પ વહીવટીતંત્રે હજુ સુધી ભારત સાથે સમાન કરારને અંતિમ સ્વરૂપ આપ્યું નથી, જે દક્ષિણ એશિયામાં ભૂ-રાજકીય સંતુલનને અસર કરી શકે છે.