World

ટ્રમ્પ બાબા વેંગા બન્યા : ક્રૂડના ભાવમાં કડાકાની આગાહી કરી

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભવિષ્યવાણી કરી છે કે, ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાનો વિજય થશે તો ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થશે. ટ્રમ્પે જણાવ્યું કે, યુદ્ધ બાદ ગેસનો ભાવ પ્રતિ ગેલન 3 ડોલર અને પછી 2 ડોલરથી નીચે આવી જશે. ઈરાને તેના મુખ્ય ગ્રાહકો માટે ઇંધણના ભાવમાં વધારો કર્યા બાદ ટ્રમ્પે આ દાવો કર્યો છે. આ આગાહી અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ બાબા વેંગા બન્યા : ક્રૂડના ભાવમાં કડાકાની આગાહી કરી
  • ઇરાનમાં ઇંધણના ભાવમાં જંગી વધારો કરાયો
  • ઇરાન સાથેનું યુદ્ધ અમેરિકા જીતશે તેના પછી ઓઇલ-ગેસના ભાવનું તળિયું દેખાશે: ટ્રમ્પે પાછી શેખી મારી
  • અમેરિકામાં ગેસના ભાવ ઘટીને ગેલને બેથી ત્રણ ડોલર થશે : ટ્રમ્પ

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે બાબા વેંગા જેવા ભવિષ્યવેતા બન્યા છે. તેમણે ક્રૂડ ઓઇલના ભાવમાં કડાકો બોલશે તેવી આગાહી કરી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન સાથેના યુદ્ધમાં અમેરિકાના વિજયના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે. તેના પગલે ગેસના ભાવમાં પણ ઘટાડો થશે. ઇરાને તેના ટોચના ગ્રાહકોના ભાવમાં વધારો કર્યા બાદ ટ્રમ્પે આ દાવો કર્યો છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ પર તાજા પોસ્ટમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના વધી રહેલા ભાવને મધ્યપૂર્વમાં ચાલતા સંઘર્ષ સાથે જોડયા. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા આ યુદ્ધમાં જીતશે, તેના પછી આ ભાવમાં કડાકો બોલશે અને તે સ્થિર થશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન યુદ્ધ અમેરિકા જીતશે પછી ક્રૂડ ઓઇલના ભાવમાઁ એટલી ઝડપથી ઘટાડો આવશે કે તેની કલ્પના પણ નહીં કરી હોય. ગેસના ભાવ પ્રતિ ગેલન ત્રણ ડોલરે આવી જશે. પછી તો તે પ્રતિ ગેલન બે ડોલરના નીચે પણ આવી જશે.
ટ્રમ્પે ઓઇલ-ગેસના ભાવમાં કડાકાની આગાહી એવા સમયે કરી છે જ્યારે અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ નવેસરથી વધ્યો છે. અમેરિકાના પગલાંની સામે ઇરાનના અધિકારીઓએ દેશના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર કોઈપણ પ્રકારના હુમલા સામે વળતી કાર્યવાહીની ચેતવણી આપી છે. અહીં ઉલ્લેખનીય છે કે યુદ્ધના લીધે અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ થતાં ઇરાને પોતાના સૌથી મોટા ખરીદદારો માટે ગેસના ભાવમાં વધારો કર્યો છે. ઇરાને કરેલો આ બીજો વધારો છે. ઇરાને ૧૧૦ લિટરના માસિક ક્વોટાથી વધુ ઇંધણ ખરીદનારા ખરીદદારાએ પ્રતિ લિટર એક લાખ રિયાલની ચૂકવણી કરવી પડશે તેમ જણાવ્યું છે. આ ભાવ ડિસેમ્બરથી બમણો છે. હાલમાં વેસ્ટ ટેક્સાસ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૯૪ ડોલર તો બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૯૯ ડોલર ચાલી રહ્યો છે. અમેરિકામાં ગેસોલિનનો ભાવ પ્રતિ ગેલન ૪.૧૫ ડોલર તો ડીઝલનો ભાવ પ્રતિ ગેલન ૫.૯૦ ડોલર છે.