ન્યૂયોર્ક,૧૨ ફેબુ્આરી,૨૦૨૬,ગુરુવાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વ્હાઇટ હાઉસમાં ઇરાન મામલે ચર્ચા વિચારણા કરી છે. બુધવારના રોજ ઇરાન સાથે પરમાણુ સમજુતી અંગેની વાતચીતને ટ્રમ્પે ફળદાયી ગણાવી છે. ગત સપ્તાહ ઓમાનમાં અમેરિકા અને ઇરાનના સિનિયર અધિકારીઓ વચ્ચેની મંત્રણા પછી ટ્રમ્પ અને નેતન્યાહુની ચર્ચાને મહત્વની મનાય છે. ઇઝરાયેલી મીડિયા અનુસાર ટ્રમ્પના બીજા કાર્યકાળમાં બંને નેતાઓ વચ્ચેની ૭ મી બેઠક છે. જો કે ઇરાનના પરમાણુ સમજૂતી અંગે ખાસ કોઇ પરિણામ ભલે ના મળ્યું હોય પરંતુ હજુ વાતચીતને અવકાશ છે.
ટ્રમ્પે ઇશારો કર્યો છે કે જો ઇરાન સાથે વાતચીત લાંબા સમય સુધી નિષ્ફળ રહેશે તો સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે. નિષ્ણાતોનું માનવું છે કે નેતન્યાહુએ ઇરાનના બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમને નિયંત્રિત કરવા માટે ઇરાન દ્વારા ક્ષેત્રીય જૂથોને આપવામાં આવતી મદદને રોકવા દબાણ કર્યુ છે. જો કે ઇરાને પરમાણું સમજુતી અંગે રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને તહેરાનમાં ઇસ્લામિક ક્રાંતિની ૪૭મી વર્ષ ગાંઠના અવસરે આયોજીત એક સમારોહમાં ભાગ લીધો હતો. પેજિશ્કિયાને પરમાણુ શસ્ત્રો મેળવવા કોઇ પ્રયાસ કરતા નથી. તે કોઇ પણ પ્રકારની તપાસ અને સત્યાપન માટે તૈયાર છે. ઇરાન અમેરિકા વચ્ચે વાતચિતની નિષ્ફળતા માટે યુરોપના દેશોને જવાબદાર ગણાવ્યા હતા.


