ઇરાન પર વધુ એક સૈન્ય કાર્યવાહીની ટ્રમ્પની ચેતવણી, ઈરાનની ઈન્ટરનેટ કેબલ કાપી નાખવાની ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

USA and Iran War Updates : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ફરી એકવાર સૈન્ય કાર્યવાહી કરવાની શક્યતા વ્યક્ત કરી છે. ફ્લોરિડામાં એક રેલી દરમિયાન તેમણે સંકેત આપ્યો હતો કે અમેરિકા ઈરાન સામે વધુ એક મોટું સૈન્ય ઓપરેશન હાથ ધરી શકે છે. ટ્રમ્પના આ નિવેદન બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ વધુ વ્યાપક બનવાની અને સમગ્ર ક્ષેત્રમાં તણાવ વધવાની ગંભીર આશંકા ઊભી થઈ છે. ફ્રાન્સ અને તૂર્કિયે સહિતના વિશ્વના અનેક દેશોએ આ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં સ્પષ્ટ કર્યું છે કે નવી સૈન્ય કાર્યવાહીથી ઓઈલના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે અને આ સમસ્યાનો ઉકેલ માત્ર ડિપ્લોમસી અને વાટાઘાટો દ્વારા જ શક્ય છે.
ઈરાનનો પલટવાર અને સમુદ્રી કેબલ કાપવાની ધમકી
અમેરિકા અને ઈઝરાયલ તરફથી શક્ય હુમલાની ચેતવણી વચ્ચે ઈરાની સુરક્ષા અધિકારીઓએ વળતો પ્રહાર કરવાની તૈયારી બતાવી છે. ઈરાને સ્પષ્ટ ધમકી આપી છે કે જો તેમના દેશ પર ફરી હુમલો થશે તો તેઓ પર્સિયન ગલ્ફ અને હોર્મુઝ નીચે પાથરેલી મહત્વપૂર્ણ કોમ્યુનિકેશન અને ઇન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવશે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈરાન પાસે આ કેબલ્સ સુધી પહોંચવાના તમામ સાધનો છે અને તેઓ હોર્મુઝ સ્ટ્રેટ નીચે આવેલી 7 મુખ્ય ઇન્ટરનેટ કેબલ્સને નુકસાન પહોંચાડીને અમેરિકા અને તેના સહયોગી દેશોને ભારે આર્થિક તથા ટેક્નિકલ નુકસાન પહોંચાડી શકે છે.
વૈશ્વિક ઇન્ટરનેટ, નાણાકીય વ્યવહારો અને ટેક રોકાણ પર અસર
સમુદ્ર નીચે પાથરેલીકેબલ્સ વૈશ્વિક ઇન્ટરનેટ ટ્રાફિકનો મોટો હિસ્સો વહન કરે છે, જેથી ઈરાન દ્વારા આ કેબલ્સને નુકસાન પહોંચાડવામાં આવે તો વિશ્વભરમાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી પડી શકે છે. આનાથી ઓનલાઇન બિઝનેસ, ક્લાઉડ સર્વિસ અને નાણાકીય લેવડ-દેવડ પર ગંભીર અસર પડી શકે છે. આ ઉપરાંત ગલ્ફ દેશોએ જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટર્સ જેવા ટેકનોલોજી સેક્ટરમાં વિશાળ મૂડીરોકાણ કર્યું છે, તેના પર પણ મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. યુદ્ધની સ્થિતિમાં સમુદ્રમાં આ કેબલ્સનું રિપેરિંગ કરવું અત્યંત મુશ્કેલ બનશે, જે ગલ્ફ દેશો તેમજ વૈશ્વિક ટેક કંપનીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.




