World

ઈજીપ્તમાં ટ્રેન અકસ્માત : 7નાં મૃત્યુ : 125 ઘાયલ

By GS Team
9 Nov 20261 min read
TukuTouch Logo
ઇજિપ્તની રાજધાની કેરો નજીક ગીઝા પ્રાંતના અલ-અયાત સ્થિત કફર ગિર્ઝા પાસે રવિવારે બે ટ્રેન અથડાતાં 7 લોકોનાં મોત થયા હતા અને 125થી વધુ ઘાયલ થયા હતા. એક ટ્રેન ઊભેલી ટ્રેનના પાછળના ભાગે અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં ટ્રેનનો કંડક્ટર પણ સામેલ હતો. જૂની વ્યવસ્થા અને પાટાને કારણે આવા અકસ્માતો વારંવાર થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈજીપ્તમાં ટ્રેન અકસ્માત : 7નાં મૃત્યુ : 125 ઘાયલ
  • રવિવારે પાટનગર કેરોથી 52 કિ.મી. દક્ષિણે ગીઝા પ્રાંતના અલ-અયાત સ્થિત કફર ગિર્ઝા પાસે અકસ્માત થયો

અબુઅયાન/કેરો : રવિવારે પાટનગર કેરો પાસે બે ટ્રેન અથડાતાં ૭ના મૃત્યુ થયા હતાં. જયારે ૧૨૫થી વધુ ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલાઓમાં ટ્રેનનો કન્ડકટર (ગાર્ડ) પણ સમાવિષ્ટ હતો.
આ માહિતી આપતાં ઈજીપ્તનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઘાયલો પૈકી ૭૦ને તો પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સત્તાવાળાઓએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગીઝા પ્રાંતના અલ-આયાન તાલુકાના કફર-ગિર્ઝા શહેર પાસે એક રેલ્વે ટ્રેક ઉપર ઉભેલી ટ્રેનના પાછળના ભાગ સાથે પાછળથી આવતી ટ્રેન અથડાતાં આ ગમખ્વાર ઘટના બની હતી. પાછળથી આવતી ટ્રેન વાસ્તવમાં ગિઝાથી ફય્યુમ તરફ જતી હતી. જે કેરો-આસ્વાન ટ્રેનના પાછળના ભાગે અથડાઈ પડતાં આ દુર્ઘટના બની હતી.
કફર-ગીર્ઝાના રહેવાસી ઐમાન ગમાલે જણાવ્યું હતું કે આ અકસ્માત થતાં આજુબાજુ રહેલા લોકો ટ્રેનો પાસે પહોંચી ગયા હતા અને ઘયાલો તથા મૃતકોને બહાર કાઢવામા વ્યસ્ત બની ગયા હતા.
ઇજીપ્તવાસીઓની ફરિયાદ છે કે ટ્રેન અકસ્માતો દેશમાં વારંવાર થતા જ રહે છે. તેનું કારણ ગેરવ્યવસ્થા તથા પાટા સહિત દરેક બાબતો તથા ટ્રેનની બીજી બાબતો જૂનાવણી થઈ ગઈ છે. તેનું આધુનિકીકરણ જ થતું નથી. હવે રહી રહીને સરકારે તે બધામાં આધુનીકીકરણ શરૂ કર્યું છે.