World

રશિયન હવાઇ હુમલાને કારણે કીવનાં ત્રણ પુલો બંધ : સમગ્ર શહેરમાં ભારે ટ્રાફિક જામ

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
યુક્રેનનાં કીવ શહેરમાં રશિયાના હવાઇ હુમલાથી નીપ્રો નદી પરના 3 પુલ બંધ કરાતા, રોજિંદા જીવન મુશ્કેલ બન્યું. યુક્રેનને અમેરિકા, ભારત, તુર્કી અને ઇજિપ્ત તરફથી રશિયા સાથે આંશિક યુદ્ધ વિરામ માટે પ્રસ્તાવો મળ્યા છે. જેમાં એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર અને કાળા સમુદ્ર પર હુમલા રોકવાની વાત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયન હવાઇ હુમલાને કારણે કીવનાં ત્રણ પુલો બંધ : સમગ્ર શહેરમાં ભારે ટ્રાફિક જામ
  • રશિયા કીવનાં લોકોનાં રોજિંદા જીવનને મુશ્કેલ બનાવવા મથે છે : યુક્રેન
  • યુક્રેનને અમેરિકા, ભારત, તુર્કી અને ઇજિપ્ત તરફથી રશિયા સાથે આંશિક યુદ્ધ વિરામ માટે પ્રસ્તાવો મળ્યા

કીવ : રશિયન હવાઇ હુમલાઓને કારણે શુક્રવારે કીવમાં નીપ્રો નદી પર બનેલા ત્રણ પુલોને થોડાક સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી. આ મોસ્કોની કીવનાં લોકોનાં રોજિંદા જીવનમાં અવરોધ ઉભો કરવાની નીતિ છે તેમ યુક્રેનની રાજધાની કીવનાં મેયરે એક નિવેદનમાં જણાવ્યું છે.
આ દરમિયાન યુક્રેનનાં ટોચનાં રાજદ્વારીએ જણાવ્યું હતું કે અધિકારીઓને અમેરિકા, ભારત, તુર્કી અને ઇજિપ્ત તરફથી રશિયા સાથે આંશિક યુદ્ધ વિરામ માટે અલગ અલગ પ્રસ્તાવો મળ્યા છે.
આ પ્રસ્તાવોમાં એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલાઓ રોકવાની વાત છે. જેના કારણે રશિયામાં ફ્યુઅલની અછત અને યુક્રેનમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. કાળા સમુદ્ર પર હુમલો રોકવાની વાત છે જે વિશ્વનાં બજારોમાં જરૂરી અનાજ નિકાસ કરવા માટે જરૂરી છે.
રશિયન હુમલાઓને કારણે કીવનાં ૬ સડક પુલો પૈકી ત્રણને બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો અને એવું લાગી રહ્યું હતું કે આ શહેરનાં લોકોને હેરાન કરવાની તેની નવી યુક્તિ છે.
આ અગાઉ રશિયાએ એપાર્ટમેન્ટ બ્લોક, સુપરમાર્કેટ વેરહાઉસ, ગેસ સ્ટેશન અને ડેટા સેન્ટર જેવા અન્ય લક્ષ્યાંકોને નિશાન બનાવ્યા હતાં.
વોશિંગ્ટન સ્થિત ઇન્સ્ટીટયૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર નામની એક થિંક ટેન્કે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે માર્ચ અને સપ્ટેમ્બરની વચ્ચે રશિયન સેનાએ યુક્રેનનાં ૩૦૦ ચો. કિલોમીટરનાં વિસ્તાર પર પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું છે. સપ્ટેમ્બરમાં રશિયાનાં ૪૬૦૦૦થી વધુ સૈનિકોનાં મોત થયા છે.
ઝેલેન્સ્કીએ ફરી એક વખત વિશ્વનો દેશોને રશિયા સાથે વેપાર ન કરવા અને વધુ પ્રતિબંધો મૂકવાની અપીલ કરી છે.
યુક્રેનનાં વિદેશ પ્રધાન સિબિહાએ જણાવ્યું છે કે અમે કેટલીક શરતોને આધીન એનર્જી અને કાળા સમુદ્રમાં સીઝ ફાયર માટે તૈયાર છીએ.