World

ફ્રાંસમાં હજારો વિદ્યાર્થીઓ માર્ગો ઉપર ઉતરી પડયા : પોલીસ સાથે ગંભીર સંઘર્ષ

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
ફ્રાન્સમાં શાળાઓમાં શિક્ષકો અને ભંડોળના અભાવ તેમજ જર્જરિત મકાનોના સમારકામની માંગ સાથે વિદ્યાર્થી આંદોલનની સુનામી ઉઠી છે. પેરિસથી શરૂ થયેલું આ આંદોલન હવે સમગ્ર દેશમાં ફેલાઈ ગયું છે. તેમાં 2,66,000થી વધુ વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા છે. ટ્રમ્પે આ તોફાનો માટે મુસ્લિમ વસાહતીઓને જવાબદાર ઠેરવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફ્રાંસમાં હજારો વિદ્યાર્થીઓ માર્ગો ઉપર ઉતરી પડયા : પોલીસ સાથે ગંભીર સંઘર્ષ
  • તોફાનો માટે ટ્રમ્પે મુસ્લિમ વસાહતીઓને જવાબદાર કહ્યા
  • હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ વધુ શિક્ષકો તથા શાળાઓનાં મકાનોના સમારકામની માગણી કરે છે, તેમની સાથે કોલેજોના વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ જોડાયા

પેરિસ : ફ્રાંસમાં વિદ્યાર્થી આંદોલનની 'સુનામી' જાગી છે. હજારો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સડકો ઉપર ઉતરી આવ્યા છે. તેઓ શાળાઓમાં શિક્ષકોના અભાવ કરતાં ફંડીંગ અને અનેક શાળાઓનાં મકાનોની જર્જરિત હાલત સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આંદોલનોનો પ્રારંભ તો પેરિસમાંથી થયો, પરંતુ તે હવે સમગ્ર દેશમાં પ્રસરી રહ્યાં છે અને હવે તો તેમાં યુનિવર્સિટી સ્ટુડન્ટસ તથા અન્ય નાગરિકો પણ જોડાયા છે તથા મઝદૂર સંઘો પણ તેને સમર્થન આપવા તે આંદોલનમાં જોડાઈ રહ્યા છે. શરૂઆતમાં તો માત્ર 'ચિનગારી' લાગતું આંદોલન હવે 'ભડકો' બની ગયું છે.
મંગળવાર, તા. ૭મી ઓક્ટો.ના દિને ફ્રાંસના આંતરિક બાબતો અંગેનાં મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશભરમાં આ આંદોલન વ્યાપી ગયું છે. તેમાં આશરે ૨,૬૬,૦૦૦થી વધુ આંદોલનકારીઓ જોડાયા છે. એકલાં પેરિસમાં જ ૫૬,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને નાગરિકો આ આંદોલનમાં જોડાયા છે.
વાસ્તવમાં ૨૧ સપ્ટે.થી જ આ આંદોલન શરૂ થયું હતું. તેમાં વિદ્યાર્થીઓએ કલાસરૂમનો બોયકોટ કર્યો હતો. તેઓના નેતાઓ અન્ય વિદ્યાર્થીઓને શાળાઓમાં પ્રવેશતા રોકતા હતા. તેમની મુખ્ય ફરિયાદો હતી કે કલાસ રૂમ્સ 'ઓવર ક્રાઉડેડ' હોય છે. વિદ્યાર્થીઓ સમાય શકે તે કરતાં ઘણા વિદ્યાર્થીઓ ભરવામાં આવે છે કારણ કે સ્કૂલ્સની સંખ્યા જ ઓછી છે વળી સ્કૂલોની હાલત જર્જરિત હોય છે. ચોમાસામાં પાણી ટપકે છે. બીજી તરફ ફ્રાંસ હીટવેવમાં આવી ગયું છે. તેથી લગભગ ખીચોખીચ ભરાયેલા કલાસરૂમ્સમાં ગરમી સહન થઈ શકે તેવી નથી.
આ આંદોલનકારી વિદ્યાર્થીઓ પોલીસ સાથે ભારે અથડામણમાં આવી જાય છે. ટીયરગેસ અને પછી હળવા લાઠીચાર્જને પણ ગણકારતા નથી. તેઓ ઓનલાઇન સીસ્ટમનો પણ વિરોધ કરી રહ્યા છે.
આ સમાચારો અમેરિકા પહોંચતાં પ્રમુખ ટ્રમ્પે નવો જ મુદ્દો ભડકાવ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે ફ્રાંસે વગર વિચારે મુસ્લીમ વસાહતીઓને આવવા દીધા, હવે તે મુસ્લીમો જ આ તોફાનો કરાવે છે.