'આ તો ફક્ત શરૂઆત છે...', ઈરાને બહેરીનમાં કર્યો સૌથી મોટો હુમલો, કુવૈત-જોર્ડનમાં પણ મિસાઈલ એટેક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran and USA war Updates : અમેરિકા દ્વારા બુધવારે કરવામાં આવેલા ઉપરાઉપરી બે મોટા હવાઈ હુમલાના જવાબમાં ઈરાને અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક પલટવાર કર્યો છે. ગુરુવારે ઈરાને બહેરીન, કુવૈત અને જોર્ડન સ્થિત અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલો દાગીને અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કર્યો છે, જેનાથી સમગ્ર મિડલ ઈસ્ટ ધ્રૂજી ઉઠ્યું છે. ઈરાનના આ આક્રમક વલણથી બંને દેશો વચ્ચેની સૈન્ય ટક્કર હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગઈ છે.
બહેરીનમાં ઈરાની મિસાઈલોને રોકવામાં એર ડિફેન્સ સિસ્ટમ ફેલ
'આ તો માત્ર શરૂઆત છે' - IRGCની ખુલ્લી ચેતવણી
ઈરાનના સૌથી શક્તિશાળી સૈન્ય સંગઠન 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) ના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહેબીએ અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે, અમેરિકા એવી ભૂલ ન કરે કે તે આ યુદ્ધને પોતાની મરજીથી લાંબુ ખેંચી શકશે. હાલનું ઓપરેશન ખાડી ક્ષેત્રમાં રહેલા અમેરિકન સૈન્ય માળખાને નેસ્તનાબૂદ કરવા માટે છે અને આ કામ પૂરું થતાં જ ઈરાનનો આગામી વિનાશક તબક્કો શરૂ થશે, એટલે કે 'અત્યારે તો માત્ર ઠેકાણા જ તબાહ કર્યા છે'.
કુવૈત તરફથી પણ ઈરાન પર હુમલો
હોર્મુઝ જળસંધિ પર ઈરાનની 'તાલાબંધી' અને 3 કડક શરતો
બીજી તરફ, ઈરાનની આર્મીના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અકરમી નિયાએ વૈશ્વિક વેપાર માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' પર સંપૂર્ણ નાકાબંધીની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અમેરિકા ઈરાનની ત્રણ મુખ્ય શરતો સ્વીકારશે નહીં, ત્યાં સુધી આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ બંધ રહેશે.
અમેરિકાએ ઈરાનમાં કેન્સર હોસ્પિટલની નજીક હુમલા કર્યા
ઈરાનની શરતો મુજબ:
અમેરિકાએ બંને દેશો વચ્ચે થયેલા સમજુતી પત્ર (MoU) ના નિયમોનું પાલન કરવું પડશે.
ઈરાન વિરુદ્ધની તમામ શત્રુતાપૂર્ણ સૈન્ય કાર્યવાહીઓ તાત્કાલિક રોકવી પડશે.
અમેરિકાએ ઈરાનની કાયદેસરની શાસન વ્યવસ્થા અને ઈરાની કાયદાઓનો સ્વીકાર કરવો પડશે.
બહેરીનમાં અમેરિકન બેઝ પર થયેલા આ મોટા હુમલા અને ઈરાનની કડક નાકાબંધીના કારણે વૈશ્વિક ઓઈલ માર્કેટ સંપૂર્ણપણે ક્રેશ થવાના આરે પહોંચી ગયું છે.
જોર્ડનમાં પણ તબાહી









