World

'મિડલ ઈસ્ટ જતાં પહેલા બે વખત વિચારી લેવું...', અમેરિકાએ જાહેર કરી એડવાઈઝરી

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
મિડલ ઇસ્ટમાં વધતા તણાવને પગલે અમેરિકાએ તેના નાગરિકો માટે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. વિદેશ વિભાગે જણાવ્યું કે, સુરક્ષા સ્થિતિ ગંભીર છે અને ગમે ત્યારે બગડી શકે છે. નાગરિકોને અત્યંત સાવચેત રહેવા અને પ્રવાસ ટાળવા સૂચના અપાઈ છે. ઈરાન સમર્થિત હુથી જૂથના હુમલાઓના જોખમ વચ્ચે ફ્લાઇટ્સ રદ્દ થવાની શક્યતા છે. અમેરિકન હિતો પર હુમલાની પણ આશંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મિડલ ઈસ્ટ જતાં પહેલા બે વખત વિચારી લેવું...', અમેરિકાએ જાહેર કરી એડવાઈઝરી

Iran and USA War Updates : મિડલ ઇસ્ટમાં સતત વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને અમેરિકાએ પોતાના નાગરિકો માટે સુરક્ષા એલર્ટ જારી કર્યું છે. અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ક્ષેત્રમાં સુરક્ષાની સ્થિતિ અત્યંત જટિલ બની ચૂકી છે અને પરિસ્થિતિ ગમે ત્યારે ઝડપથી બગડી શકે છે. આ સ્થિતિને જોતા મિડિલ ઇસ્ટમાં હાજર તેમજ ત્યાં જવાની યોજના બનાવતા તમામ નાગરિકોને અત્યંત સાવચેત રહેવાની કડક સૂચના આપવામાં આવી છે.

તણાવ વધવાના કારણે પ્રદેશમાં અનેક ફ્લાઇટ્સ રદ્દ થવાની તેમજ એરસ્પેસ બંધ થઈ જવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ કારણોસર મુસાફરીમાં પણ ભારે મુશ્કેલીઓ આવી શકે છે. અમેરિકન નાગરિકોને એરપોર્ટ અને એરલાઇન્સના તાજા અપડેટ્સ પર સતત નજર રાખવા માટે જણાવાયું છે. સાથે જ, મિડિલ ઇસ્ટની બહાર રહેતા નાગરિકોને પણ આ ક્ષેત્રની મુસાફરી કરવા અથવા અહીંથી પસાર થવા પર ગંભીરતાથી પુનર્વિચાર કરવાની ચેતવણી આપવામાં આવી છે.

અમેરિકન એલર્ટમાં ખાસ કરીને ઈરાન સમર્થિત હુથી જૂથનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેણે સાઉદી અરેબિયા વિરુદ્ધ નાગરિક હવાઈ મથકોને નિશાન બનાવીને હિંસક પ્રવૃત્તિઓને અંજામ આપ્યું છે. આ લશ્કરી સંઘર્ષ ઝડપથી વધી રહ્યો હોવાથી સમગ્ર પ્રદેશમાં સુરક્ષાને લઈને ચિંતાનું વાતાવરણ છે.

આ ઉપરાંત, વિદેશમાં રહેલા અમેરિકન રાજદ્વારી ઠિકાણાઓ, નાગરિકો, સંસ્થાઓ અને વ્યાપારી હિતો પર પણ ઈરાન તથા તેના સમર્થક જૂથો દ્વારા હુમલો થવાનું જોખમ રહેલું છે. પ્રદેશની સ્થિતિ સતત બદલાઈ રહી હોવાથી નાગરિકોને સ્થાનિક સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરવા અને મુસાફરી અગાઉ પૂરતી માહિતી મેળવી લેવા અપીલ કરવામાં આવી છે.