World

હોર્મુઝની સુરક્ષાનો ખર્ચ દુનિયા ચૂકવે! ટ્રમ્પની ખુલ્લી ચેતવણી: ઓઈલ માર્ગની રક્ષા પેટે વસૂલાશે પૈસા

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
બ્રિક્સ સંમેલન બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈ આક્રમક તેવર બતાવ્યા છે. ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર દાવો કર્યો કે ઈરાન અમેરિકા સાથે સમજૂતી કરવા બેતાબ છે, પણ હવે અમેરિકા વાતચીતમાં જોડાશે કે કેમ તે નક્કી કરશે. તેમણે હોરમુઝની સુરક્ષા ખર્ચ અન્ય દેશો પાસે માંગ્યો છે. ટ્રમ્પે બાઈડેનને મોંઘવારી અને તેલના ભાવ માટે જવાબદાર ઠેરવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝની સુરક્ષાનો ખર્ચ દુનિયા ચૂકવે! ટ્રમ્પની ખુલ્લી ચેતવણી: ઓઈલ માર્ગની રક્ષા પેટે વસૂલાશે પૈસા

Donald Trump Iran Deal : નવી દિલ્હીમાં યોજાયેલા બ્રિક્સ શિખર સંમેલન બાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને આક્રમક તેવર બતાવ્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર દાવો કર્યો છે કે ઈરાન અમેરિકા સાથે વહેલી તકે સમજૂતી કરવા માટે બેતાબ છે, પરંતુ હવે તે નક્કી કરશે કે અમેરિકા આ વાતચીતમાં સામેલ થશે કે નહીં. ટ્રમ્પે જણાવ્યું કે તેમનું પ્રશાસન આ વિચાર માટે ખુલ્લું છે અને આ મામલે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

મોંઘવારી અને તેલની કિંમતો માટે બાઈડેનને જવાબદાર ગણાવ્યા

અમેરિકી રાષ્ટ્રપ્રમુખે દેશમાં વધી રહેલી કિંમતો માટે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેન અને તેમના પ્રશાસનને સીધા જવાબદાર ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો કે બાઈડેનના કાર્યકાળમાં ક્રૂડની કિંમતો વર્તમાન સમય કરતા ઘણી વધારે હતી. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથેનો સૈન્ય સંઘર્ષ પૂરો થતાની સાથે જ ક્રૂડની કિંમતો પથ્થરની જેમ ઝડપથી નીચે ગગડી જશે અને આ સંઘર્ષ વધુ લાંબો નહીં ચાલે.

હોરમુઝની સુરક્ષા માટે અન્ય દેશો પાસે માંગ્યો ખર્ચ

અમેરિકી રાષ્ટ્રપ્રમુખે હોરમુઝની ખાડી (સ્ટ્રેટ ઓફ હોરમુઝ) ની સુરક્ષાને લઈને પણ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ મહત્ત્વપૂર્ણ તેલ માર્ગની સુરક્ષાથી ફાયદો ઉઠાવતા દુનિયાના અન્ય દેશોએ અમેરિકાને સુરક્ષા ખર્ચ માટે ચૂકવણી કરવી જોઈએ. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન અન્ય દેશોએ અમેરિકાને કોઈ મદદ કરી નથી, તેમ છતાં આ દરિયાઈ માર્ગથી તેલનો પ્રવાહ સતત ચાલુ રહ્યો છે.

વૈશ્વિક સ્તરે સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય ચિંતા

ટ્રમ્પના આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે ઈરાન સાથેના સૈન્ય તણાવ વચ્ચે હોરમુઝની ખાડીથી ક્રૂડનું પરિવહન અને તેની સુરક્ષા વૈશ્વિક સ્તરે ચિંતાનો મોટો વિષય બની રહી છે. સંઘર્ષનો અંત આવ્યા બાદ અમેરિકા આ સુરક્ષા વ્યવસ્થા માટે અન્ય દેશો પાસેથી નાણાકીય સહયોગની અપેક્ષા રાખે છે, જેનાથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.