વિશ્વ વ્યવસ્થા પડી ભાંગી છે : તે ભારત પાક. જેવા સંભવિત સંઘર્ષો નિવારી શકે તેમ નથી : માર્કો રૂબિયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- થાઈલેન્ડ કમ્બોડીયા જેવા મહત્વના સંઘર્ષો નિવારી શકે તેમ નથી, યુ.એન.જેવી સંસ્થાઓ પણ તેમની ક્ષમતા છતાં પૂરૃં કાર્ય કરતી નથી
ન્યૂયોર્ક : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે વૈશ્વિક વ્યવસ્થા જ પડી ભાંગી છે. તે ભારત - પાકિસ્તાન જેવા સંભવિત સંઘર્ષો પણ નિવારી શકે તેમ નથી.
યુ.એન.ની મહાસમિતિની પરિષદમાં હાજરી આપવા અહીં આવેલા આ અમેરિકી વિદેશમંત્રીએ પત્રકારોને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે અંતરરાષ્ટ્રીય વ્યવસ્થા તેનો મૂળ હેતુ જ ચૂકી ગઈ છે અને તેથી જ મહત્વના વૈશ્વિક મતભેદો નિવારવામાં તેને ભારે મુશ્કેલી પડી રહી છે.
આ સાથે રૂબિયોએ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રો જેવી સંસ્થાઓનું મહત્વ તો સ્વીકાર્ય જ છે. પરંતુ તેની પાસે પૂરી ક્ષમતા હોવા છતાં તે તેની સંપૂર્ણ ક્ષમતાથી કાર્ય કરી શક્તી નથી.
માર્ગે રૂબિયોએ વધુમાં તેમ પણ કહ્યું હતું કે, માત્ર હું જ નહીં પરંતુ આ મહાસભામાં હાજરી આપવા આવેલા કેટલાયે નેતાઓએ આ ચિંતા દર્શાવી છે.
અમેરિકી વિદેશમંત્રીએ આ સાથે વિશ્વમાં ચાલી રહેલા બહુવિધ સંઘર્ષોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, થાઈલેન્ડ કમ્બોડીયા અને ભારત પાકિસ્તાન વચ્ચેના સંભવિત સંઘર્ષો નિવારવામાં આ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા નિષ્ફળ ગઇ છે. આ ઉપરાંત તેઓએ ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો સુદાન અને રૂઉન્ડામાં ચાલી રહેલા સરહદી તથા અન્ય સંઘર્ષો અને આંતરિક સંઘર્ષો પ્રત્યે ધ્યાન દોરતાં કહ્યું હતું કે આ સંઘર્ષો આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સામે પડકાર સમાન છે.
અમેરિકાના વિદેશ મંત્રીએ આ સાથે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમેરિકાને સંબંધ છે ત્યાં સુધી તે તેનાં રાષ્ટ્રીય હિતોને અનુલક્ષીને જ નિર્ણયો લેવાનું ચાલુ રાખશે, તે કૈં અંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને તેની પ્રાથમિકતાઓથી ઉપર રાખી શકે જ નહીં.
રૂબિયોએ આ અવલોકનો ભારત પાક. સંઘર્ષ સંબંધે તે પરિપ્રેક્ષ્યમાં કર્યાં હતાં કે જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે જ ફરી એકવાર કહ્યું હતું કે તેમની દરમિયાનગીરીને લીધે જ મે ૨૦૨૫માં થયેલો ભારત-પાકિસ્તાન સંઘર્ષ અટકી ગયો હતો. પરંતુ ભારતે તેનો અસ્વીકાર કરતાં કહ્યું હતું કે વાસ્તવમાં પાકિસ્તાનના ઓફીસર કમાન્ડીંગે ભારતનો ઓફીસર કમાન્ડીંગેન કરેલી વિનંતીને લીધે તે સંઘર્ષ આગળ વધ્યો ન હતો.




