- ભારતનો નકશો પણ ખોટો દર્શાવાયો છે
- ક્વોડના કોફીન પર એક વધુ ખીલો : શશી થરૂર : અમેરિકી અધિકારીઓ કહે છે : નામ બદલવાથી જવાબદારીમાં ફેર નથી પડતો
નવી દિલ્હી : વિલિયમ શેક્સ પીયરે તેઓના કથાનક જુલિયસ-સીઝર માં લખ્યું છે : વોટ ઇઝ ઇન નેઇમ' (નામમાં શું છે ?) પરંતુ સત્ય હકિકત તો તે છે કે નામમાં જ ઘણું રહેલું છે.
અમેરિકાએ પોતાના યુ.એસ. ઇન્ડો પેસિફિક કમાન્ડ' નું નામ ફરીથી બદલી તેમાંથી ઇન્ડો શબ્દ દૂર કરી માત્ર યુ.એસ. પેસિફિક કમાન્ડ' રાખ્યું છે. આ રીતે ૮ વર્ષ પૂર્વે તેણે લીધેલો નિર્ણય તેણે ફેરવી નાખ્યો છે.
અમેરિકાની આ જાહેરાત ઉપર પોતાનો પ્રતિભાવ આપતા કોંગ્રેસના સાંસદ શશી થરૂરે એક્સ-પર લખ્યું કે, આ ક્વોડનાં કોફીન ઉપરનો એક વધુ ખિલા સમાન છે.
આમ છતાં અમેરિકી અધિકારીઓ કહે છે કે, નામ બદલવાની પ્રતિબદ્ધતામાં કશો ફેર નથી પડતો. વાસ્તવમાં તેથી કમાન્ડની સંરચના જવાબદારીઓ અને ક્ષેત્રીય પ્રતિબદ્ધતા તો યથાવત રહેશે.
આ કમાન્ડની સ્થાપના તે સમયના અમેરિકાના પ્રમુખ હેરી ટ્રુમેને ૧૯૪૭માં કરી હતી. ત્યારે તેનું નામ યુ.એસ. પેસિફિક કમાન્ડ જ રખાયું હતું, તેનું ક્ષેત્ર અમેરિકાના પશ્ચિમ તટથી શરૂ કરી ભારતના પશ્ચિમી સમુદ્રતટ સુધીનું રાખવામાં આવ્યું હતું.
૨૦૧૮માં ટ્રમ્પે તેનો આ નિર્ણય લેતા તે કમાન્ડનું નામ યુ.એસ. ઇન્ડો પેસિફિક કમાન્ડ' રાખ્યું હતું. કમાન્ડનું કાર્યક્ષેત્ર અમેરિકાના પશ્ચિમ તટથી શરૂ કરી ભારતના પશ્ચિમ તટ સુધીનું હતું. અમેરિકી અધિકારીઓ કહે છે કે, તેથી ક્ષેત્રીય જવાબદારીઓમાં કોઇ ફેર પડતો નથી.
શશી થરૂરને ચિંતા છે કે હવે ક્વોડ અંગે પણ કોઇ ફેરફાર નહીં થાય તેની શી ખાતરી. ક્વોડમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત જોડાયેલા છે.
વાસ્તવમાં ક્વોડ તેમજ યુ.એસ. પેસિફિક કમાન્ડ બંને ચીનની સામે ઢાલ રૂપ રચવામાં આવ્યા છે. તે સર્વવિદિત છે. ઉપરાંત ભારતનો નકશો પણ ખોટો દર્શાવવામાં આવ્યો છે. પી.ઓ.કે. તે પાકિસ્તાનનો ભાગ તે કમાન્ડે દર્શાવ્યો છે.


