રશિયન ઓઈલની ખરીદી બદલ ભારત પર 100 ટકા ટેરિફની લટકતી તલવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટ્રમ્પને ટેરિફ લાદવાની સત્તા મળતા ભારતને ફટકો પડશે
- અમેરિકન સેનેટમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરનારા સામે ટેરિફ લાદતું બિલ 86-12થી પસાર
- સેનેટ પછી બિલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની મંજૂરી મળ્યા પછી બિલ કાયદો બનીને અમલમાં આવી શકે
વોશિંગ્ટન :રસિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી જારી રાખવાની કિંમત ભારતે અમેરિકાના ૧૦૦ ટકા ટેરિફના સ્વરૂપમાં ચૂકવી પડી શકે છે. અમેરિકન સેનેટે એક આવા બિલને ૮૬-૧૨થી મંજૂરી આપી દીધી છે. આ બિલ કાયદો બનતા જ અમેરિકન પ્રમુખ ટ્રમ્પને રશિયા પાસેથી ઓઇલ-ગેસ ખરીદનારા દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લગાવવાનો અધિકાર મળી શકે છે. આ બિલનો હેતુ રશિયાની ઓઇલ-ગેસના વેચાણમાંથી થતી કમાણી ઘટાડીને તેના પર યુક્રેન યુદ્ધ રોકવા માટે દબાણ લાવવાનો કહેવાય છે. આ બિલને અમેરિકાના દિવંગત સેનેટર લિન્ડસે ગ્રેહામે બનાવ્યું હતું. તે યુક્રેનના પ્રબળ સમર્થક મનાતા હતા. તેમના નિધન પછી આ બિલ આગળ લંબાવવામાં આવ્યું અને અમેરિકન સંસદની આગામી પ્રક્રિયા માટે વધી ચૂક્યું છે.
હાલમાં તો આ બિલનો અર્થ એવો થતો નથી કે ભારત પર તાત્કાલિક ટેરિફ લાગશે, પણ તે પ્રમુખને ૧૦૦ ટકા સુધીનો ટેરિફ સમય અને સંજોગો મુજબ લગાવવાનો અધિકાર આપશે. આમ ટેરિફ લગાવવો છે કે નથી લગાવવો કે કેટલો લગાવવો છે તેનો નિર્ણય પછી પરિસ્થિતિઓના આધારે કરવામાં આવશે.
પ્રમુખ ટ્રમ્પે પણ આ બિલનું સમર્થન કર્યુ હતુ. તેમણે તેમા ઇરાન સાથે જોડાયેલા પ્રતિબંધ પણ સામેલ કરવાની માંગ કરી હતી, જેનો સમાવેશ કરી લેવાયો છે. હવે આ બિલ સેનેટમાં બીજી કેટલીક પ્રક્રિયાઓમાંથી પસાર થશે અને પછી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં જશે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મંજૂરી મળતા અને પ્રમુખની સહી પછી આ બિલ કાયદો બનશે.
આ પ્રસ્તાવે અમેરિકાની અંદર પણ ચર્ચા છેડી છે. ઘણા ડેમોક્રેટિક નેતાઓનું કહેવું છે કે જો પ્રમુખને આટલા વ્યાપક ટેરિફની સત્તા મળી જાય છે તો તેની અસર ફક્ત ભારત અને ચીન પર નહીં પણ અમેરિકાના સહયોગી દેશો પર પણ થશે. તેમની દલીલ છે કે તેનાથી અમેરિકાની આયાત મોંઘી થશે અને સામાન્ય લોકો પર નાણાકીય બોજો વધશે. આ બિલના લીધે અસર પામનારા બીજા ત્રણ દેશો હંગેરી, સ્લોવાકિયા અને અઝરબૈજાન છે.
ભારત માટે આ સ્થિતિ લટકતી તલવાર જેવી છે, તેથી સાવધ રહેવું જરૂરી છે. ભારત પોતાની ક્રૂડ ઓઇલની જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ઓઇલ ખરીદે છે. હવે જો ભવિષ્યમાં આ કાયદો બને છે અને અમેરિકા ભારત પર ટેરિફ લગાવવાનો નિર્ણય લે છે તો તેની અસર બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો પર અને ભારતીય નિકાસ પર પડી શકે છે. આ બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી વિઝિટર ગેલેરીમાં હતા અને બિલ મોટે મતદાન કરી રહેલા સેનેટરોને સ્માઇલ આપ્યું હતું.









