'ટ્રમ્પ કાર્ડ'નો પાવર : વર્લ્ડ કપ ફૂટબોલમાં અમેરિકાના ખેલાડીનું રેડ કાર્ડ પાછું ખેંચાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે ફિફાના પ્રમુખને ફોન કરી ખખડાવ્યા
ટ્રમ્પના દબાણને વશ બંધારણની ખાસ કલમનો ઉપયોગ ફિફાની શરણાગતિથી ફૂટબોલ જગતમાં રોષ
અમારા ખેલાડીને હવે પછીની મેચ રમવા દો : ટ્રમ્પ
વોશિંગટન : વર્લ્ડ કપ ફૂટબોલ ઇતિહાસનો સૌથી આઘાતજનક વિવાદ સર્જાતા ફૂટબોલ વિશ્વમાં જ નહીં વિશ્વના રાજકારણમાં ભારે તનાવ ફેલાયો છે. અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના દેશમાં રમાતા વર્લ્ડકપમાં અમેરિકાના એક ખેલાડીને રેડ કાર્ડ અપાતા વિશ્વ ફૂટબોલ મહાસંઘના('FIFA') વડા ઈન્ફિનાટોને ત્રણ વખત ફોન કરીને ધમકી ભર્યા સુરમાં ખખડાવ્યા હતાં કે 'અમેરિકાના ખેલાડી ફોલારિન બાલોગુન પર બોસનિયા સામેની મેચ દરમ્યાન લાદવામાં આવેલા રેડ કાર્ડના વન-મેચ સસ્પેન્શનને પાછું ખેંચવામાં આવે જેથી તે હવે પછીની અમેરિકા માટેની મહત્વની મેચ રમી શકે.
ફૂટબોલ જગતના આઘાત વચ્ચે 'ફિફા'એ ટ્રમ્પની માંગણી સ્વીકારી લીધી છે અને હવે અમેરિકાનો સ્ટાર ખેલાડી ફોલારીન બાલોગુન રમી શકે તે માટે અપવાદરૂપ ફૂટબોલના નિયમનો લાભ તેના માટે 'ફિફા' દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને અમેરિકા તરફ્થી રાઉન્ડ ઓફ ૧૬ની બેલ્જીયમ સામેની મેચ બાલોગુન રમી શકશે.
આ વિવાદની શરૂઆત જોઈએ તો રાઉન્ડ ઓફ ૩૨ ની મેચમાં બોસ્નિયા અને હર્ઝેગોવિના સામે અમેરિકાની ૨-૦ થી જીત દરમિયાન, અમેરિકાના ટોપ સ્કોરર ફોલારિન બાલોગુનને હરીફ ખેલાડીની પગની ઘૂંટી પર જોખમી રીતે પગ મૂકવા બદલ સ્ટ્રેટ રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું.
ફિફાના નિયમો અનુસાર, રેડ કાર્ડ મળ્યા બાદ કોઈપણ ખેલાડી પર આગામી મેચ માટે આપમેળે સસ્પેન્શન લાગુ થઈ જાય છે અને આ નિર્ણય વિરુદ્ધ કોઈ અપીલ થઈ શકતી નથી. આ નિયમ મુજબ બાલોગુન બેલ્જિયમ સામેની નોકઆઉટ મેચ ગુમાવવાનો હતો.
આ ઘટના બાદ ટ્રમ્પે મોરચો સંભાળ્યો હતો. તેમણે બુધવારથી લઈને રવિવાર સુધીમાં ફિફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોને ૩ વાર ફોન કર્યો અને આ નિર્ણયની સમીક્ષા કરવા માટે દબાણ કર્યું.
આ સિવાય વ્હાઇટ હાઉસની વર્લ્ડ કપ ટાસ્ક ફોર્સ અને યુએસ સેક્રેટરી ઓફ કોમર્સે પણ 'ફિફા' સાથે સતત વાતચીત કરી હતી. પરિણામે, રવિવારે 'ફિફા'ની શિસ્ત સમિતિએ પોતાના જ કડક નિયમોને બાજુ પર મૂકીને એક અકલ્પનીય જાહેરાત કરી હતી.
ફિફાએ તેના ડિસિપ્લિનરી કોડની કલમ ૨૭નો ઉપયોગ કરીને બાલોગુનનું સસ્પેન્શન ૧ વર્ષ માટે 'પ્રોબેશન' (મોકૂફ) પર રાખી દીધું છે. એટલે કે રેડ કાર્ડ તેના રેકોર્ડ પર રહેશે, પરંતુ જો તે આગામી એક વર્ષમાં આવો કોઈ ગુનો નહીં કરે તો તેણે સસ્પેન્શન ભોગવવું નહીં પડે.
૧૯૬૨ પછી વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે મેદાન પર રેડ કાર્ડ મળ્યા બાદ પણ ખેલાડી આગામી મેચમાં રમી શકશે.
આ નિર્ણય આવતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ફિફાનો આભાર માનતા લખ્યું હતું કે 'એક મહાન અન્યાયને બદલવા અને જે યોગ્ય હતું તે કરવા બદલ ફિફાનો આભાર!'
ફૂટબોલ જગત નારાજ છે પણ વિશેષ વિરોધ કે રોષ પ્રગટ કરશે ત્યાં સુધીમાં તો અમેરિકા તેની મેચ પણ રમી લેશે.









