- હોટેલ હિલ્ટનમાં 30,000 ચો.ફી.નો પીલર લેસ બોલ રૂમ છે
- 1965માં બંધાયેલી આ ઐતિહાસિક હોટેલનું પ્લાનિંગ ખ્યાતનામ આર્કીટેક્ટ વિલિયમ બી. ટેબ્લરે કર્યું હતું
વૉશિંગ્ટન (ડી.સી.) : જ્યાં પ્રમુખ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી માટે વ્હાઇટ હાઉસ કોરસ્પોન્ડન્ટસ એસોસિએશને ભવ્ય ભોજન સમારંભ યોજ્યો હતો તેના એક સૂટનું એક રાતનું ભાડું આંચકાજનક ડૉલર ૩૦૦થી ૪૦૦ એટલે કે રૂ. ૨૫,૦૦૦ થી ૩૩,૦૦૦ જેટલું છે. ભારે ધસારા દરમ્યાન તે રૂ. ૩૩,૦૦૦ સુધી પહોંચી જાય છે. જો કે ધસારો ઓછો હોય ત્યારે ભાડું ઘટીને એક સૂટનું એક રાતનું ભાડું ઘટીને ૧૨૧ ડોલર : રૂ. ૧૨ થી ૧૩ હજાર જેટલું ઓછું કરવામાં આવે છે. તો કોઈવાર ઉક્ત કાર્યક્રમ જેવા કાર્યક્રમ સમયે તો તે વધીને એક રાતના ડોલર ૩૪૪ જેટલું પહોંચી ગયું હતું.
આટલું ઓછું હોય તેમ સંયોગોવશાત્ તે હોટેલને રૂ. ૪થી ૫ હજાર વધુ લેવા પડે છે. આ ઐતિહાસિક હોટેલની સંરચના ખ્યાતનામ આર્કીટેક્ટ વિલિયમ બી. ટેબ્લરે કરી હતી. આ હોટેલમાં વર્ષોથી દુનિયાના મહત્ત્વના દેશોના રાજાઓ, પ્રમુખો કે વડાપ્રધાનો ઉતરે છે.
હોટેલમાં દરેક મોટી હોટલોમાં હોય છે તેવા સ્વીમીંગ પૂલ્સ તો છે જ પરંતુ સૌથી વધુ આશ્ચર્યજનક તો તેના આશરે ૩૦૦૦ ચોરસ ફીટનો એક પણ સ્તંભ વિનાનો (૧૭૦ ફીટ ટ ૧૭૦ ફીટ) બૉલ રૂમ છે. આ બૉલ રૂમ વૉશિંગ્ટનમાં સૌથી મોટો બોલ રૂમ છે. તેમાં જીમ્નેશ્યમસ પણ છે. તેટલું જ નહીં પરંતુ પાળેલાં પશુઓને સાચવવાની પણ વ્યવસ્થા છે. હોટેલમાં વિવિધ કાર્યક્રમો માટે વિવિધ વ્યવસ્થાઓ પણ છે. કેટલાક વિશ્લેષકો કહે છે. સમૃદ્ધિની રેલમ છેલ દેખાય છે.


