World

‘અમેરિકાની પ્રજાએ ટ્રમ્પના યુદ્ધના નિર્ણયોને નકારી દીધા છે...’ મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન્સની હાર બાદ ઈરાનની પ્રતિક્રિયા

By GS Team
4 Nov 20262 mins read
TukuTouch Logo
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની હાર પર ઈરાને પ્રતિક્રિયા આપી છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર ગાલીબાફે જણાવ્યું કે, અમેરિકન લોકોએ મોંઘવારી અને યુદ્ધ વિરુદ્ધ સ્પષ્ટ સંદેશ આપ્યો છે, જેનું ઈરાન સમર્થન કરે છે. તેમણે ચેતવણી આપી કે, જો અમેરિકા ઈરાન સામે કોઈ પગલું ભરશે, તો તેનો સખત અને ભયાનક જવાબ આપવામાં આવશે. ડેમોક્રેટ્સે કોંગ્રેસમાં બહુમતી મેળવી લીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘અમેરિકાની પ્રજાએ ટ્રમ્પના યુદ્ધના નિર્ણયોને નકારી દીધા છે...’ મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન્સની હાર બાદ ઈરાનની પ્રતિક્રિયા

Iran Reaction On Trump Party Defeat: અમેરિકાની મીડટર્મ ચૂંટણીના પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે અને વિરોધી ડેમોક્રેટ્સ પક્ષે કોંગ્રેસ (સંસદ) પર નિયંત્રણ મેળવવા તરફ મજબૂત કદમ ઉઠાવ્યા છે. આ રાજકીય ફેરબદલ પર ઈરાનની પ્રતિક્રિયા સામે આવી છે. ઈરાની સંસદના સ્પીકર મહોમ્મદ બાકેર ગાલીબાફે જણાવ્યું હતું કે, 'અમેરિકાના લોકોએ મોંઘવારી અને યુદ્ધના મુદ્દા પર પોતાનો સ્પષ્ટ વિરોધ દર્શાવી દીધો છે અને યુદ્ધ સામે 'ના' કહી દીધી છે, અમેરિકાના લોકોના આ શાંતિપૂર્ણ સંદેશનું ઈરાન સમર્થન કરે છે.'

ઈરાની સ્પીકરની ચેતવણી: 'અમારી 'ના'નો અંજામ ખૌફનાક હશે'

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતાં ગાલીબાફે ચેતવણી આપતાં લખ્યું કે, 'મનનો અવાજ હોય કે મોંઘવારી, પણ અમેરિકાની જનતાએ યુદ્ધનો વિરોધ કર્યો છે અને અમે તેમના આ નિર્ણયને આવકારીએ છીએ. જો અમેરિકન સરકાર પોતાની જનતાના અવાજને નજરઅંદાજ કરીને અન્ય દેશો કે દબાણ કરનારાઓના ઈશારે કામ કરશે અને જો અમેરિકા ઈરાન સામે કોઈ પગલું ભરશે, તો ઈરાન તેનો એવો સખત અને ભયાનક જવાબ આપશે.'

ડેમોક્રેટ્સ કોંગ્રેસ પર કબ્જો મેળવવા તરફ, ટ્રમ્પની પ્રતિક્રિયા

મીડિયા રિપોર્ટ્સ અને અંદાજો મુજબ, ડેમોક્રેટ્સ પક્ષે સેનેટમાં જરૂરી બેઠકો જીતીને બહુમતી મેળવી લીધી છે અને તેઓ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પણ વિજય તરફ આગળ વધી રહ્યા છે. પોતાની પાર્ટીની આ હાર વચ્ચે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રિપબ્લિકન પાર્ટીના ખરાબ પ્રદર્શન પાછળ ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને જવાબદાર ગણાવ્યું હતું.

મીડટર્મ ચૂંટણીના સમીકરણો

અમેરિકામાં 3 નવેમ્બરે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 435 બેઠકો અને સેનેટની 35 બેઠકો માટે મતદાન યોજાયું હતું. હાલમાં બંને ગૃહો પર રિપબ્લિકન પાર્ટીનું પ્રભુત્વ હતું, પરંતુ ડેમોક્રેટ્સે સેનેટ અને હાઉસ બંનેમાં વિજય મેળવીને કોંગ્રેસમાં બહુમતી મેળવવાની દિશામાં મોટો ફેરબદલ કરી દીધો છે.