કાશ્મીરી હિન્દુ કર્મચારીઓ પર હુમલાની આતંકીઓની ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- હિન્દુ કર્મીઓ ઘાટી છોડી જમ્મુ જશે તો પણ નહીં છોડીએ : આતંકીઓ
- પાક.માં ભારત વિરોધી 30 આતંકીના શંકાસ્પદ હાલતમાં મોત, મસ્જિદમાંથી કમાન્ડરનો મૃતદેહ મળ્યો
ઇસ્લામાબાદ : જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ ફરી ટાર્ગેટ કિલિંગ કરવા લાગ્યા છે. અગાઉ એક બિનકાશ્મીરી મજૂરની હત્યા કરી હતી, હવે કાશ્મીરી હિન્દુઓ પર હુમલાની ધમકી આપવામાં આવી છે. લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલા આતંકી સંગઠને આ ધમકી આપી છે. જેને પગલે પોલીસ સહિતનું સુરક્ષાતંત્ર એલર્ટ થઇ ગયું છે.
જમ્મુ કાશ્મીરમાં લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલા એક આતંકી સંગઠન યુનાઇટેડ લિબરેશન કાઉન્સિલે એક ધમકીભર્યો પત્ર જાહેર કર્યો છે. જેમાં કાશ્મીરી હિન્દુઓ પર હુમલા કરવાની ધમકી આપવામાં આવી છે. ખાસ કરીને કાશ્મીરી હિન્દુ કર્મચારીઓને નિશાન બનાવવાની વાત આ પત્રમાં કરવામાં આવી છે.
આતંકી સંગઠને માત્ર કાશ્મીર જ નહીં જમ્મુમાં પણ હુમલાની ચેતવણી આપી છે. જે બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે અને આ પત્રની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
સંગઠને એવી ધમકી આપી છે કે જો કાશ્મીરી હિન્દુ કર્મચારીઓ ઘાટી છોડીને જમ્મુમાં જશે તો પણ તેઓ સુરક્ષીત નહીં રહી શકે અમે ત્યાં પણ હુમલા કરીશું. સંગઠને કાશ્મીરી પંડિત કર્મચારીઓને અપાઇ રહેલી સરકારી સુવિધાનો પણ વિરોધ કર્યો હતો. બીજી તરફ પાકિસ્તાનના ઇસ્લામાબાદની એક મસ્જિદમાં આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાના એક સીનિયર કમાન્ડર સઇદ અબ્દુલ અઝીઝનું મોત નિપજ્યું છે.
તેણે એક અજાણી રોસ્ટોરન્ટમાં ભોજન લીધુ હતું જે બાદ મસ્જિદ પહોંચ્યો અને મોત નિપજ્યું હતું. અજાણ્યા લોકો દ્વારા આતંકીઓની હત્યા થઇ રહી છે. એવામાં તોયબાના એક મોટા ઓપરેટિવે દાવો કર્યો છે કે અજાણ્યા લોકો પાકિસ્તાનની અંદર આતંકી સંગઠનના આશરે ૩૦ સભ્યોની હત્યા કરી ચુક્યા છે. ૨૦૦૮માં મુંબઇ પર હુમલો કરવામાં સામેલ આતંકીઓ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામી રહ્યા છે.









