World

વેનેઝુએલા ભૂકંપમાં વિનાશ બાદ કુદરતનો ચમત્કાર, કાટમાળમાંથી 18 દિવસના નવજાતને હેમખેમ બચાવાયો

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
વેનેઝુએલામાં 2026ના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. અનેક ઇમારતો ધરાશાયી થતાં, કાટમાળ નીચેથી 18 દિવસના નવજાત બાળકને બચાવ ટીમે જીવતું બહાર કાઢ્યું. આ ચમત્કારિક બચાવ બાદ, 90 મિનિટ પછી તે જ કાટમાળમાંથી બાળકની માતાને પણ જીવતી કાઢવામાં આવી હતી. આ ભાવુક દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેનેઝુએલા ભૂકંપમાં વિનાશ બાદ કુદરતનો ચમત્કાર, કાટમાળમાંથી 18 દિવસના નવજાતને હેમખેમ બચાવાયો
Photo Source: @DJAURELIO / INSTAGRAM

Venezuela Earthquake 2026: જ્યારે કુદરત પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે ત્યારે ચારેબાજુ માત્ર તબાહી જ જોવા મળે છે, પરંતુ તે જ તબાહીની વચ્ચે જ્યારે જિંદગી જીતી જાય છે, ત્યારે તેને જ આપણે 'ચમત્કાર' કહીએ છીએ. આવો જ એક અકલ્પનીય અને આંખમાં આંસુ લાવી દે તેવો ચમત્કાર વેનેઝુએલામાં જોવા મળ્યો છે. શક્તિશાળી ભૂકંપના કારણે અનેક ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. આ જ કાટમાળની નીચે એક 18 દિવસનું નવજાત બાળક ફસાયેલું હતું, જેને બચાવ ટીમે ભારે જહેમત બાદ જીવતું બહાર કાઢ્યું છે.

હાજર દરેક વ્યક્તિ રડી પડી

જ્યારે આ માસૂમ બાળકને તેના લાચાર અને રડતા પિતાના હાથમાં સોંપવામાં આવ્યું, ત્યારે ત્યાં હાજર દરેક વ્યક્તિ રડી પડી હતી. આ ભાવુક પુનઃમિલનનો વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે જોરદાર વાઈરલ થઈ રહ્યો છે અને કરોડો લોકોની આંખો ભીની કરી રહ્યો છે. આ કુદરતી કરિશ્મા અહીં જ પૂરો ન હતો થયો. બચાવ ટુકડીએ આશા ગુમાવ્યા વિના તે જ જગ્યાએ ફરીથી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું. બરાબર 90 મિનિટ પછી, ટીમે તે જ કાટમાળના ઊંડાણમાંથી બાળકની માતાને પણ જીવતી બહાર કાઢી લીધી! જુઓ VIDEO