World

હોર્મુઝ સંકટ વચ્ચે અમેરિકા-ઈરાન વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ: કતારમાં યોજાશે હાઈ-લેવલ બેઠક

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હાલ પૂરતો અટક્યો છે. હોર્મુઝની ખાડી નજીક થયેલી બોમ્બમારા બાદ બંને દેશોના પ્રતિનિધિઓ મંગળવારે કતારના દોહામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. આ બેઠકમાં મુખ્યત્વે હોર્મુઝ વિવાદ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જ્યાં ઈરાની જહાજો દ્વારા કોમર્શિયલ શિપિંગના સંકલનની નવી માંગે તણાવ વધાર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝ સંકટ વચ્ચે અમેરિકા-ઈરાન વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ: કતારમાં યોજાશે હાઈ-લેવલ બેઠક

US-Iran Peace Talks 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો ભયાનક સૈન્ય ટકરાવ હાલ પૂરતો અટકી ગયો છે. બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ રહે ત્યાં સુધી તમામ પ્રકારના સૈન્ય એક્શનને અસ્થાયી રૂપે રોકવા માટે સહમતિ સધાઈ છે. તાજેતરમાં હોર્મુઝની ખાડી (Strait of Hormuz) નજીક થયેલી જોરદાર બોમ્બમારો અને તણાવ બાદ, હવે બંને દેશોના પ્રતિનિધિઓ મંગળવારે કતારમાં એક હાઈ-લેવલ મીટિંગ કરવા જઈ રહ્યા છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બંને પક્ષો વચ્ચે અગાઉ થયેલા નાજુક શાંતિ સમજૂતીને બચાવવાનો છે.

દોહા બેઠક: પરમાણુ મુદ્દો બાજુ પર મૂકી માત્ર હોર્મુઝ પર ફોકસ
તાજેતરમાં હોર્મુઝમાં કાર્ગો શિપ પર ઈરાની હુમલા બાદ સંઘર્ષ વકર્યો હતો, જેના જવાબમાં અમેરિકાએ ૨૪ કલાકમાં બે વાર ઈરાનની મિલિટરી અને ડ્રોન સાઇટ્સને નિશાન બનાવી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈરાનને અત્યંત કડક ચેતવણી આપી હતી.

'Axios' ના રિપોર્ટ અનુસાર, આ તણાવને કારણે જ રાજદ્વારીઓએ મોટો નિર્ણય લીધો છે. શરૂઆતમાં આ બેઠક સ્વિટ્ઝર્લેન્ડમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા કરવા માટે થવાની હતી, પરંતુ તાજા સૈન્ય ટકરાવને જોતા તેનું સ્થળ બદલીને દોહા (કતાર) કરવામાં આવ્યું છે.

આ હાઈ-લેવલ બેઠકનો એજન્ડા હવે માત્ર હોર્મુઝ વિવાદ પર જ કેન્દ્રિત રહેશે. જ્યાં સુધી વાતચીત ચાલશે ત્યાં સુધી હોર્મુઝમાંથી કોમર્શિયલ જહાજોની અવરજવર સામાન્ય રીતે ચાલુ રહેશે. આ બેઠકમાં અમેરિકી ટેકનિકલ ટીમના વડા નિક સ્ટુઅર્ટ પણ સામેલ થાય તેવી સંભાવના છે.

ઈરાનની કઈ શરત પર ફસાયો છે પેચ?
અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારને લાગુ કરવામાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સૌથી મોટી કડી અને અવરોધ બન્યું છે. કરાર મુજબ, ઈરાને આ દરિયાઈ માર્ગેથી પસાર થતા વેપારી જહાજોને સુરક્ષિત રસ્તો આપવાનો વાયદો કર્યો હતો અને બદલામાં અમેરિકા ઈરાની બંદરો પરથી પોતાની નૌકાસેનાની નાકેબંધી હટાવવાનું હતું.

વિવાદનું કારણ: આવા સૈન્ય ટકરાવથી બચવા માટે સ્વિટ્ઝર્લેન્ડમાં જ અમેરિકી સેના અને ઈરાનની IRGC વચ્ચે હોટલાઈન બનાવવાનું નક્કી થયું હતું, જે હજુ સુધી શરૂ થઈ શકી નથી. આ દરમિયાન ઈરાને નવી માંગ કરી છે કે હોર્મુઝમાંથી પસાર થતા તમામ જહાજોએ સીધું ઈરાની સત્તાવાળાઓ સાથે જ કોઓર્ડિનેશન કરવું પડશે. અમેરિકા આ માંગને મૂળ કરારની મર્યાદા બહારની ગણાવી રહ્યું છે, જેના કારણે બંને દેશો વચ્ચે તલ્ખી વધી ગઈ હતી જેને હવે દોહા બેઠકમાં ઉકેલવાનો પ્રયાસ કરાશે.