શેખ હસીનાનાં 'ડીસેમ્બર-પ્લાન'થી તારિક સરકાર ગભરાઈ : સાંસદો BNP કબ્જે કરવા પ્લાન ઘડે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સત્તાધારી પાર્ટી BNPના એક સાંસદે પ્રતિબંધિત કરાયેલી આવામી લીગને 'સહયોગી' કહી વિલયની માગ કરતાં હડકંપ
ઢાકા : બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ડીસેમ્બરમાં સ્વદેશ પાછા ફરવાની જાહેરાત કરતાં બાંગ્લાદેશમાં હડકંપ મચી ગયો છે. સત્તાધારી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના એક સાંસદે પ્રતિબંધિત તેવી 'આવામી-લીગ' (શેખ હસીનાની પાર્ટી) સાથે વિલીનીકરણ યોજવાની કરેલી માંગણીએ દેશમાં ચક્રવાત સર્જી દીધો છે. તેઓનાં આ વિધાનો સરકારનાં વલણથી તદ્દન વિરોધાભાસી છે.
બુધવાર તા. ૫ ઓગસ્ટે શેખ હસીનાએ 'ફોરેન-કોરસ્પોન્ડસ્-કલબ-ઓફ સાઉથ એશિયા' દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. તેમાં સ્પષ્ટ રીતે કહ્યું કે, તેઓ આ વર્ષના ડીસેમ્બરમાં સ્વદેશ પાછા ફરવા માગે છે.
જુલાઈથી ઓગસ્ટ ૨૦૨૪માં થયેલા વિદ્યાર્થી આંદોલનમાં મોટાઓ પણ જોડાયા. આંદોલને હિંસકરૂપ લીધું તેથી શેખ હસીના તેમનાં બહેન સાથે પ્લેન દ્વારા ભારત આવ્યાં અને 'રાજ્યાશ્રય' લીધો. પરંતુ હવે તેઓ સ્વદેશ પાછા ફરવા માગે છે. આ સમય ૧૯૭૧નાં તે સમયનાં પૂર્વ પાકિસ્તાનમાં જાગેલા મુક્તિ આંદોલન સાથે સુમેળમાં છે. તે સમયે ભારતના હસ્તક્ષેપથી પૂર્વ પાકિસ્તાન ખરા અર્થમાં આઝાદ થયું અને બાંગ્લાદેશ તરીકે અલગ ઓળખાણ સાથે વિશ્વ-ચોકમાં આવી ઊભું.
ઢાકા સ્થિત ન્યૂઝ આઉટલેટ 'પ્રથમ-આવો'ના રીપોર્ટ પ્રમાણે સુનામ ગંજ-૨ના બીએનપી સાંસદ નાસીરૂદ્દીન ચૌધરીએ ગુરૂવારે દીરઈ નગરમાં એક રેલીને સંબોધિત કરતાં આવું આશ્ચર્યકારી નિવેદન આપી દીધું હતું. ૧૯૯૬માં બીએનપીની ટીકીટ ઉપર વિજયી થયેલા ચૌધરીએ કહ્યું, આવામી લીગ કંઈ આપણી દુશ્મન નથી, પરંતુ આપણી સહયોગી છે. આપણે તેની સાથે જ રહીને મુક્તિ સંગ્રામ લડયો. આવામી લીગ હવે ટૂંક સમયમાં જ બીએનપીમાં વિલીન થશે. તેઓ એક સ્થાનિક એકમે યોજેલી લોકતંત્ર માટે ૧૭ વર્ષનો અથાક સંઘર્ષ અને ખૂની જુલાઈ વિદ્રોહનાં ટાઈટલ નીચે યોજાયેલી રેલીમાં આ પ્રમાણે કહ્યું હતું.
ચૌધરી બીએનપીના સાંસદ હોવા છતાં તે સત્તાધારી પાર્ટીનાં વલણથી તદ્દન જુદું વલણ અપનાવતાં હડકંપ થયો છે. તેમાં જો શેખ હસીના તેઓએ જાહેર કર્યા પ્રમાણે ખરેખર ઢાકા પાછાં ફરે તો સત્તાધારી પક્ષ માટે મુશ્કેલી ઉભી થઈ શકે, તે ખરેખર ફસાઈ જાય તેથી તારીક રહેમાન (વડાપ્રધાન) અને તેમનો પક્ષ મુંઝાઈ રહ્યો છે.









