World

રશિયા પાસેથી સૌથી વધુ નેપ્થા તાઈવાન ખરીદે છે : ભારત બીજા ક્રમનું ખરીદનાર છે

By GS TEAM
1 Oct 20252 mins read
રશિયા પાસેથી સૌથી વધુ નેપ્થા તાઈવાન ખરીદે છે : ભારત બીજા ક્રમનું ખરીદનાર છે

- અમેરિકા વ્યૂહાત્મક અસ્પષ્ટતા રાખે છે : તાઈવાન સ્થિત અમેરિકન ઇન્સ્ટીટયૂટમાં રાજદ્વારીઓ છે : તાઈવાનની યુએસ સ્થિત કલ્ચરલ ઓફીસ ડીફેક્ટો એમ્બસી છે

તાઈપી : રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ટ્રમ્પે ભારત ઉપર ૨૫ ટકા જેટલો વધારાનો દંડાત્મક ટેરિફ ઝીંકી દીધો છે. પરંતુ પૂર્વપેસિફિકમાં તેની રક્ષણાત્મક ઢાલ સમાન તાઈવાન, રશિયા પાસેથી ક્રૂડ તેલનાં નિસ્પંદન દરમિયાન મળતાં નેપ્થાનું સૌથી મોટું ખરીદનાર છે. ઉલ્લેખનીય તે છે કે તાઈવાન ૨૦૨૩માં યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી તે પોતાને યુક્રેનનું સાથી ગણાવે છે. તેમ છતાં ૨૦૨૫ના પહેલા છ મહીનામાં તાઈપીએ ૧.૩ બિલિયન ડોલરની કિંમતનું નેપ્થા રશિયામાંથી આયાત કર્યું હતું. આ નેપ્થા સૌથી વધુ સેમિ કન્ડકટર માટે વપરાય છે.

ભારત રશિયા પાસેથી નેપ્થા ખરીદવામાં તાઈવાન પછીના ક્રમે છે. તાઈવાનની વાત લઈએ તો ૨૦૨૨માં તાઈવાન જેટલું નેપ્થા રશિયા પાસેથી ખરીદતું હતું તેમાં ૨૦૨૪ના પહેલા છ માસમાં જ તેમાં ૪૪ ટકા જેટલો વધારો થયો હતો.

આ માહિતી આપતાં યુ.કે.નું ધી ગાર્ડીયન જણાવે છે કે તેણે ફીનિશ થિંક ટેન્ક સેન્ટર ફોર રીસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એરે કોન્સ્ટીરિયમ ઓફ યુરોપીયન રશિયન અને તાઈવાનીઝ સ્વૈચ્છિક સંસ્થાઓએ આપેલાં તારણો ઉપરથી આ રીપોર્ટ તૈયાર કર્યો છે.

ભારતે ૨૦૨૫ના પહેલા છ મહિનામાં ૧.૪ મિલિયન આ તેલ રશિયા પાસેથી ખરીદ્યું હતું. તેથી ગુસ્સે થયેલા ટ્રમ્પે વધારાનો ૨૫ ટકા જેટલો દંડાત્મક ટેરિફ ભારત ઉપર ઝંકી દીધો. પ્લાસ્ટિક સિન્થેટિક ફાયબર, સિન્થેટિક રેઝીન્સ અને અન્ય કેમિકલ્સ જે સેમી કન્ડકટર્સ બનાવવામાં ઉપયોગી છે તે બધામાં નેપ્થા કામ આવે છે.

તાઈવાન પહેલેથી જ યુક્રેન તરફી છે. તેના વિદેશ મંત્રી લિન-ચિયા-લુંગે યુક્રેનના બાળકોને સહાય કરવા માટે પોલેન્ડ સાથે કરારો પણ કર્યા છે.

અમેરિકાની વાત લઇએ તો તે એક તરફ વન ચાયના પોલિસી અનુસરે છે તેમ કહે છે પરંતુ તે વ્યુહાત્મક અસ્પષ્ટતા રાખે છે. તાઈવાનમાં અમેરિકી શૈક્ષણિક સંસ્થા ધી અમેરિકન ઇન્સ્ટીટયુટમાં રાજદ્વારીઓ રાખે છે. તો બીજી તરફ તાઈવાનની તાઈ-પી ઇકોનોમિક એન્ડ કલ્ચરલ રેપ્રિઝેન્ટેટિવ ઓફીસ વાસ્તવમાં ડી-ફેક્ટો એમ્બસી જ છે આ ઉપરાંત અમેરિકા તાઈવાનમાં તાલિમ આપવા માટે વરિષ્ટ લશ્કરી અધિકારીઓ રાખે છે. જ્યારે તાઈવાન તેના એફ-૧૬ પાયલોટસને તાલિમ આપવા એરિઝોના સ્થિત લ્યુક એરબેઝે મોકલે છે.