World

એઆઈથી સૌથી વધુ પ્રભાવિત વિષય વિદ્યાર્થીઓની પહેલી પસંદ બન્યા

By GS Team
6 Sep 20261 min read
TukuTouch Logo
લંડનની કિંગ્સ કોલેજના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ChatGPT જેવા AI ટૂલ્સથી નોકરીઓ પ્રભાવિત હોવા છતાં, યુકેમાં AI-પ્રભાવિત ક્ષેત્રોના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓનો રસ 6% વધ્યો છે. 2020-2025ના યુનિવર્સિટી એડમિશન ડેટા મુજબ, વિદ્યાર્થીઓ IT, સ્ટેટિસ્ટિક્સ અને એન્જિનિયરિંગ જેવા AI-પ્રભાવિત વિષયોને નવી તક માની રહ્યા છે, જે ભવિષ્યની નોકરીઓમાં તેમની જરૂરિયાત વધારશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એઆઈથી સૌથી વધુ પ્રભાવિત વિષય વિદ્યાર્થીઓની પહેલી પસંદ બન્યા

લંડન : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નોકરીઓનું સ્વરૂપ બદલી રહ્યું છે. તેની સૌથી વધુ અસર ઘણા સેક્ટર્સની એન્ટ્રી લેવલ નોકરીઓ પર પડી રહી છે. તેમ છતાં આ સેક્ટર્સમાં વિદ્યાર્થીઓનો રસ વધી રહ્યો છે. લંડનની કિંગ્સ કોલેજની રિસર્ચમાં સામે આવ્યું છે કે, ચેટજીપીટી આવ્યા બાદ પ્રભાવિત થયેલી નોકરીઓ જે તે વિષયના કોર્સને પ્રભાવિત નથી કરી શકી. એઆઈ પ્રભાવિત સેક્ટર્સ સંબંધિત વિષયોને ૬ ટકા વધુ વિદ્યાર્થીઓએ પસંદ કર્યા છે.
કિંગ્સ કોલેજની ટીમે યુકેના યુનિવર્સિટી એડમિશન ડેટાનો અભ્યાસ કર્યો હતો. જેમાં, તેમણે ૨૦૨૦થી ૨૦૨૫ની વચ્ચે વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરવામાં આવેલા ડિગ્રી પ્રોગ્રામનું વિશ્લેષણ કર્યું. તેમણે ડિગ્રીમાંથી આગળ મળતી નોકરી એઆઈથી કેટલી પ્રભાવિત થઈ છે અને આગળ થઈ શકે છે તેનું મૂલ્યાંકન કર્યું. જેમાં, ચોંકાવનારી રીતે સામે આવ્યું કે, એઆઈ પ્રભાવિત ડિગ્રી પ્રોગ્રામ તરફ વિદ્યાર્થીઓનો રસ વધ્યો છે.
એઆઈથી સૌથી વધુ પ્રભાવિત ડિગ્રીમાં ઈન્ફર્મેશન ટેકનોલોજી, સ્ટેટેસ્ટિક્સ અને એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. જ્યારે, તેની સામે નર્સિંગ અને એજ્યુકેશનને એઆઈથી ઓછા પ્રભાવિત માનવામાં આવે છે. સંશોધકોના મતે, વિદ્યાર્થીઓ તેને નવી ટેકનોલોજી સાથે કામ કરવાની તક તરીકે જોઈ રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે, નોકરીઓના નવા સ્વરૂપમાં તેમની જરૂર વધશે.