વિદ્યાર્થીઓએ હત્યારા ખામેની દૂર કરી ઇરાનના પદભ્રષ્ટ રાજવીના દેશ વટો ભોગવતા પુત્ર રેઝા શાહ પહેલવીને પાછા લાવવા એલાન
આ સમયે ખામેનીના સમર્થક જૂથો સાથે તેઓને મારામારી પણ થઇ ગઇ હતી.
આમ ખામેની તંત્ર એક તરફ અમેરિકાની ધમકી તો બીજી તરફ વિદ્યાર્થી આંદોલન તેમ બંને તરફથી ભીંસમાં આવી રહ્યું છે.
આ ઘટના વિષેના વિડીયોમાં તહેરાનની શરીફ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ ખોમેનીને હત્યારા નેતા કહેતા ઘૂમતા હતા. આ વિદ્યાર્થીઓએ હાથ ધરેલાં આંદોલનો સ્થાનિક ન્યૂઝ એજન્સીઓ પોસ્ટસ અને સોશ્યલ મીડીયા ઉપર છવાઈ રહ્યાં હતાં.
ગયા મહિને થયેલાં સરકાર વિરોધી દેખાવોમાં માર્યા ગયેલાઓના હજ્જારોનાં ચાલીસમાની ધાર્મિક ક્રિયાને દિવસે આ તોફાનો ફાટી નીકળ્યાં હતાં. તે દિવસોમાં થયેલાં રમખાણો ૧૯૭૯માં ઇસ્લામિક રીવોલ્યુશનરીઝ દ્વારા થયેલાં રમખાણો પછી આ સૌથી પ્રચંડ રમખાણો બની રહ્યાં છે.
આ દેખાવકારી વિદ્યાર્થીઓ સાથે સરકાર તરફી બાસજી મિલિશિયા સાથે અથડાવવામાં આવ્યા હતા. આ બાસજી જૂથ દેખાવો કરનારાઓ સાથે અથડામણમાં આવ્યું હતું. આ કટ્ટર પંથી જૂથ બાસજી જૂથ પોલીસને પણ સહાય કરતું રહેતું હતું.
આ પ્રકારના દેખાવો બેહીશ્ત અને અમીરકાદીર યુનિવર્સિટીઓમાં પણ થયા હતા. તેમની ઉત્તર પૂર્વનાં મશદની યુનિવર્સિટીમાં પણ દેખાવો યોજાયા હતા. જેના વિડીયો હાલ્વશ નામક પ્રસાર સંસ્થાના વિડીયોમાં પણ દેખાતા હતા. જ્યારે અબ્દનાનનામક પશ્ચિમનાં શહેરમાં દેખાવકારો ખામેની મુર્દાબાદ સરમુખત્યાર મુર્દાબાદ જેવા નારા લગાવતા હતા.


