World

થાઇલેન્ડમાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીને અને સ્કૂલમાં પાંચ શિક્ષકની હત્યા કરી

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
બેંગકોકમાં 14 વર્ષના વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી. પછી સ્કૂલમાં 5 શિક્ષકો અને 1 સ્ટાફને ગોળી મારીને આત્મહત્યા કરી. આ ઘટનામાં 23 લોકો ઘાયલ થયા, જેમાંથી 10ની હાલત ગંભીર છે. ગોળીબારનું કારણ અજ્ઞાત છે, પરંતુ આ ઘટનાથી થાઈલેન્ડ સહિત વિશ્વ હચમચી ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

થાઇલેન્ડમાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીને અને સ્કૂલમાં પાંચ શિક્ષકની હત્યા કરી
  • ગોળીબારમાં ૨૩ ઘાયલ અને ૧૦ની સ્થિતિ ગંભીર
  • હત્યાકાંડ સર્જ્યા બાદ ૧૪ વર્ષના વિદ્યાથીના પોતાને ગોળી મારી આત્મહત્યા કરી: ગોળીબારનું કારણ જાણી શકાયું નથી

બેંગકોક : થાઇલેન્ડમાં બનેલી હૃદયવિદારક ઘટનાએ ફક્ત આખા દેશને જ નહીં આખા વિશ્વને હચમચાવી નાખ્યું હતું. ફક્ત ૧૪ વર્ષના એક વિદ્યાર્થીએ પહેલા પોતાના ઘરમાં દાદાદાદીની હત્યા કરી. તેના પછી તે સ્કૂલમાં ગયો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો. તેમા પાંચ શિક્ષક અને એક સ્કૂલ સ્ટાફ મોતને ભેટયો. તેના પછી તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.
આ ઘટના શુક્રવારે સવારે લગભગ ૧૦ વાગે બેંગકોકના ઉત્તર-પશ્ચિમમાં આવેલા નાનથાબુરી પ્રાંતના ડેબસિરિન સ્કૂલમાં થઈ. સ્કૂલમાં અચાનક જ ગોળીઓનો અવાજ આવવા લાગ્યો. તેના પછી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓમાં અંધાધૂંધી મચી ગઈ. કેટલાય બાળકો જીવ બચાવવા ક્લાસરુમમાં છૂપાઈ ગયા. જ્યારે શિક્ષક તેમને સલામત રાખવાનો પ્રયત્ન કરતાં રહ્યા. આ ગોળીબારમાં ૨૩ ઘાયલ થયા છે અને ૧૦ની સ્થિતિ ગંભીર છે.
તપાસમાં ખબર પડી કે સ્કૂલે આવતા પહેલા વિદ્યાર્થી પોતાના ઘરે ગયો હતો. તેણે અહીં પોતાના દાદાદાદીને ગોળી મારી હતી. સ્કૂલમાં ફાયરિંગની સૂચના મળ્યા પછી પોલીસ તેના ઘરે પહોંચી તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો. અહીં બંને મૃત્યુ પામેલી અવસ્થામાં મળી આવ્યા હતા. પ્રારંભિક તપાસમાં મોત ગોળી લાગ્યાથી સ્પષ્ટ થયું.
જોકે આ ઘટના બની પછી તુર્તજ ઈમર્જન્સી વર્કસ કામે લાગી ગયા હતા, અને ઘવાયેલાઓને સ્ટ્રેચરમાં સુવાડી એમ્બ્યુલન્સમાં દાખલ કરતા જોવા મળતા હતા.આ ગમખ્વાર દુર્ઘટના પાછળ તે ગોળીબાર કરનાર જ એક વિદ્યાર્થી જ હતો, કારણ શું હતું તે જાણી શકાયું નથી.
આ ગોળીબારી અંગે શાળામાં ઉપરનાં ધોરણમાં ભણતા એક ૧૮ વર્ષના વિદ્યાર્થીએ કહ્યું હતું કે ગોળીબારીના અવાજો સંભળાયા ત્યારે પહેલાં તો તેણે તેમ માન્યું હતું કે, કોઈ ફટાકડા ફોડી રહ્યું છે અથવા કોઈ હથોડાથી લાકડા ઉપર ઝડપભેર પ્રહારો કરી રહ્યું હશે. તે ગોળીબારી હશે તેમ મેં પહેલાં તો માન્યું જ ન હતું.
નેશનલ પોલીસના પ્રવકતા લેફ્ટ.કર્નલ ત્રિરોંગ ફોફાને પત્રકારોને જણાવ્યું હતું કે તે દુર્ઘટનામાં ગોળીબાર કરનાર સહિત કુલ સાતનાં મૃત્યુ થયા હતા. ગોળીબાર કરનારે પછીથી ખુદને ગોળી મારી દીધી હતી. ૧૫ને ગંભીર ઇજાઓ થઈ હતી. શિક્ષણમંત્રી પ્રસેરત જંતર રૂઆંગ તોંગે કહ્યું હતું કે આ ગોળીબારીમાં શિક્ષકો, શિક્ષિકાઓ અને બાળકો સહિત કુલ સાતના મૃત્યુ થયાં હતાં.