World

મોહમ્મદ સિરાજની બેટિંગ જોઈ શ્રીલંકન ખેલાડીઓ દંગ, મેદાન વચ્ચે બેટ કર્યુ ચેક!

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
શ્રીલંકા XI સામેની વૉર્મ-અપ મેચમાં ભારતે 6 વિકેટે વિજય મેળવી પ્રવાસનો પ્રારંભ કર્યો. મોહમ્મદ સિરાજે ધમાકેદાર બેટિંગથી સૌને ચોંકાવ્યા. ભારતને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી, ત્યારે સિરાજે સતત 3 સિક્સર ફટકારી ટીમને જીત અપાવી. તેણે 15 બોલમાં 32 રન બનાવ્યા. શ્રીલંકન ખેલાડીઓએ સિરાજનું બેટ ચેક કર્યું, જે બોલર સામાન્ય રીતે 1-2 રન માટે સંઘર્ષ કરતો હોય તેને આવી આક્રમક પાવર-હિટિંગ કરતા જોઈને તેઓ પણ દંગ રહી ગયા.

Summarized by AI; it may make mistakes. Check important info

મોહમ્મદ સિરાજની બેટિંગ જોઈ શ્રીલંકન ખેલાડીઓ દંગ, મેદાન વચ્ચે બેટ કર્યુ ચેક!
IMAGE SOURCE-@BCCI

Mohammed Siraj Hits Consecutive Sixes: ભારતે શ્રીલંકા ક્રિકેટ XI સામે રમાયેલી વૉર્મ-અપ મેચમાં 6 વિકેટે શાનદાર જીત મેળવીને પ્રવાસનો ધમાકેદાર પ્રારંભ કર્યો છે. બોલિંગથી વિરોધી ટીમોને થરથરાવતા મોહમ્મદ સિરાજે આ મેચમાં ધમાકેદાર બેટિંગ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

મેચનો રોમાંચક અંત

શ્રીલંકા XI એ પોતાની બીજી ઇનિંગ 200/6 પર ડિકલેર કરીને ભારતને જીત માટે 207 રનનો ટાર્ગેટ આપ્યો હતો. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની સદીની ભાગીદારી બાદ મિડલ ઓર્ડરની ધીમી બેટિંગને કારણે મેચ ડ્રો તરફ જઈ રહી હતી. છેલ્લી 2 ઓવરમાં ભારતને જીતવા માટે 23 રનની જરૂર હતી. સિરાજે 44મી ઓવરમાં સિક્સર ફટકારી ઈરાદા સ્પષ્ટ કર્યા હતા. છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂરિયાત હતી, ત્યારે સિરાજે સતત 3 બોલમાં 3 ગગનચુંબી સિક્સર ફટકારીને ભારતને સનસનાટીભરી જીત અપાવી હતી. સિરાજ માત્ર 15 બોલમાં 4 સિક્સર સાથે 32 રન બનાવી અણનમ રહ્યા હતા.

શ્રીલંકન ખેલાડીઓએ બેટ ચેક કર્યું

જે બોલર સામાન્ય રીતે 1-2 રન માટે સંઘર્ષ કરતો હોય તેને આવી આક્રમક પાવર-હિટિંગ કરતા જોઈને શ્રીલંકન ખેલાડીઓ પણ દંગ રહી ગયા હતા. મેચ પૂરી થતાં જ શ્રીલંકન ખેલાડીઓ હસતાં-હસતાં સિરાજ પાસે પહોંચ્યા હતા, અને મજાકના અંદાજમાં તેમનું બેટ હાથમાં લઈને ચેક કરવા લાગ્યા હતા. મહત્વનું છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 15 ઓગસ્ટથી રમાશે.