World

મિડલ ઈસ્ટમાં કંઇક મોટું થશે! ટ્રમ્પે ત્રીજું એરક્રાફ્ટ કેરિયર અને 10 હજાર સૈનિક રવાના કર્યા

By GS Team
2 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ યથાવત્ છે ત્યારે પશ્ચિમ એશિયામાં અમેરિકાની સૈન્ય હાજરી વધશે. પેન્ટાગોને વધુ એક એરક્રાફ્ટ કેરિયર USS થિયોડોર રૂઝવેલ્ટને યુદ્ધજહાજોના જૂથ સાથે આ ક્ષેત્ર તરફ મોકલ્યું છે. 27 સપ્ટેમ્બરે કેલિફોર્નિયાના સેન ડિયેગોથી રવાના થયેલું આ જહાજ 9,000થી વધુ સૈનિકો સાથે નવેમ્બર સુધીમાં પહોંચશે. હાલ ત્યાં 2 એરક્રાફ્ટ કેરિયર હાજર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટમાં કંઇક મોટું થશે! ટ્રમ્પે ત્રીજું એરક્રાફ્ટ કેરિયર અને 10 હજાર સૈનિક રવાના કર્યા

US Iran Tension USS Theodore Roosevelt : ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ યથાવત્ છે ત્યારે પશ્ચિમ એશિયામાં અમેરિકાની સૈન્ય હાજરી વધવાની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે ફરી હુમલો કરવાનું વિચારી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે પેન્ટાગોને વધુ એક એરક્રાફ્ટ કેરિયર આ ક્ષેત્ર તરફ મોકલ્યું છે. USS થિયોડોર રૂઝવેલ્ટ 27 સપ્ટેમ્બરે કેલિફોર્નિયાના સેન ડિયેગોથી રવાના થયું હતુ તેની સાથે યુદ્ધજહાજોનું સમગ્ર જૂથ અને હજારો અમેરિકન સૈનિકો પણ પશ્ચિમ એશિયા તરફ આગળ વધી રહ્યા છે.

9 હજારથી વધુ સૈનિકોની તૈનાતી

USS થિયોડોર રૂઝવેલ્ટ સાથે કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ-9 પણ તૈનાત કરવામાં આવ્યું છે. તેમાં એરક્રાફ્ટ કેરિયર ઉપરાંત ફાઇટર પ્લૅન અને સુરક્ષા પૂરી પાડનારા અન્ય યુદ્ધજહાજો સામેલ છે. અમેરિકન નૌકાદળ સાથે સંકળાયેલા અહેવાલો મુજબ આ તૈનાતી લાંબા સમય સુધી ચાલી શકે છે અને જહાજને પશ્ચિમ એશિયા પહોંચવામાં નવેમ્બર સુધીનો સમય લાગી શકે છે. આ ઉપરાંત USS મેકિન આઇલેન્ડ એમ્ફિબિયસ રેડી ગ્રુપ પણ આ ક્ષેત્ર તરફ મોકલવામાં આવી રહ્યું છે. તેમાં 2,000થી વધુ મરીન સૈનિકો હશે. સમગ્ર તૈનાતીમાં 7,000થી વધુ નૌસૈનિકો અને આશરે 2,000 મરીન સૈનિકો સામેલ થઈ શકે છે. એટલે કે અમેરિકા પશ્ચિમ એશિયામાં આશરે 9,000થી વધુ વધારાના સૈનિકો મોકલી રહ્યું છે.

પશ્ચિમ એશિયામાં ત્રણ એરક્રાફ્ટ કેરિયર?

હાલ પશ્ચિમ એશિયામાં USS જ્યોર્જ H.W. બુશ અને USS જ્યોર્જ વોશિંગ્ટન હાજર છે. USS થિયોડોર રૂઝવેલ્ટ પહોંચ્યા બાદ થોડા સમય માટે આ વિસ્તારમાં અમેરિકાના ત્રણ એરક્રાફ્ટ કેરિયર હાજર થઇ શકે છે. જોકે, આ તૈનાતીનો એક હેતુ અગાઉથી પશ્ચિમ એશિયામાં રહેલા USS જ્યોર્જ વોશિંગ્ટનને બદલવાનો પણ હોઈ શકે છે. આ એરક્રાફ્ટ કેરિયર જાપાનમાં તૈનાત રહે છે અને ઓગસ્ટમાં પશ્ચિમ એશિયા પહોંચ્યું હતું. તેથી અમેરિકાની આ કાર્યવાહીનો અર્થ પશ્ચિમ એશિયામાં કાયમી ધોરણે સૈન્ય તાકાત વધારવાનો છે કે અગાઉના યુદ્ધજહાજોની જગ્યાએ નવા જહાજો મોકલવામાં આવી રહ્યા છે, તે હાલ સ્પષ્ટ નથી. આ તૈનાતી એવા સમયે થઈ રહી છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ યથાવત્ છે. તેથી અમેરિકાના વધતા નૌસૈનિક કાફલાને લઈને ઈરાન સામે ફરી કોઈ મોટા સૈન્ય અભિયાનની તૈયારી થઈ રહી છે કે નહીં તે અંગે ચર્ચા તેજ બની છે.