Get The App

મેટ ગાલાના ફેશન શોને 'કોમેડી શો'માં બદલી દેનારા મીમ્સનો સોશિયલ મીડિયામાં વરસાદ

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
મેટ ગાલાના ફેશન શોને 'કોમેડી શો'માં બદલી દેનારા મીમ્સનો સોશિયલ મીડિયામાં વરસાદ 1 - image

- સેલિબ્રિટીઝના ચિત્ર-વિચિત્ર પોશાક પર રમૂજ

- ધૂમ-2ના રીતિક રોશનથી લઈને મોટુ-પતલુંના ચિંગમ સર સુધીના કોસ્ચ્યુમ પર મીમ્સ બન્યાં

ન્યૂયોર્ક : ન્યૂયોર્કમાં મેટ ગાલા-૨૦૨૬નું આયોજન થયું હતું. ફેશન ઈઝ આર્ટની થીમ પર મેટ ગાલામાં પાંચ હજાર વર્ષ દરમિયાન પહેરવેશમાં આવેલું પરિવર્તન બતાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ ચિત્ર-વિચિત્ર પોશાકના કારણે આ ફેશન શોમાંથી લોકોએ કોમેડી શોધી લીધી હતી.

એક તરફ ન્યૂયોર્કમાં મેટ ગાલામાં દુનિયાભરની સેલિબ્રિટીઝ તેમની આર્ટનું પ્રદર્શન કરતા હતા અને સેલેબ્ઝ ખુદને જીવંત કેન્વાસ બતાવવાની મથામણમાં પડયા હતા ત્યારે લોકોએ એમાંથી રમૂજ શોધીને મીમ્સ બનાવ્યા હતા. ભારતના સોશિયલ મીડિયામાં મીમ્સનો જાણે વરસાદ થયો હતો. એક તરફ સેલેબ્ઝનું રેડ કાર્પેટમાં આગમન થતું હતું અને બીજી તરફ એનાથી પ્રેરિત થઈને એઆઈની મદદથી લોકો મીમ્સ બનાવીને શેર કરતા હતા.સુપરમોડલ હારડી ક્લમે એક જીવતી મૂર્તિ જેવો પોશાક પહેર્યો હતો. એમાં લોકોએ ધૂમ-૨માં રીતિક રોશન મૂર્તિ બને છે એ ફોટો શેર કરીને લખ્યું હતું કે કોણે આ પોશાક વધારે સારી રીતે પહેર્યો છે? ધૂમ-૨માં એક સીન એવો આવે છે કે જેમાં રીતિક મૂર્તિ બનીને ચોરી કરવા જાય છે.કોમેડિયન વીર દાસે એઆઈથી એક ફની તસવીર બનાવી હતી. ઈમારત ઓઢીને વ્યક્તિ ચાલતો હોય એવી બતાવીને વીર દાસે લખ્યું કે મેટ ગાલાનો આભાર, મને બોલાવવા માટે. શું મને કોઈએ ઓળખી તો નથી લીધોને? વિજય વર્માએ પણ તેની નવી વેબસીરિઝ મટકા કિંગનો લૂક બનાવીને શેર કર્યો. કેટી પેરીના લૂકની ભારે ચર્ચા થઈ. તેણે જે રીતે ચહેરો ઢાંકવા માટે ખોલ-બંધ થાય એવા માસ્કનો ઉપયોગ કર્યો હતો એના પર એક યુઝરે લખ્યુંઃ જ્યારે મારી સોશિયલ બેટરી પૂરી થઈ જાય છે ત્યારે હું આવું કરું છું.

ઘણાંએ વળી રમૂજ કરવા બાળકોના કાર્ટૂન કેરેક્ટર્સનો પણ સહારો લીધો. મોટુ-પતલુમાં આવતા ઈન્સ્પેક્ટર ચિંગમને પણ મેટ ગાલામાં દેખાડયા. એક મોડલ આંખમાં પટ્ટો બાંધીને આવી હતી. તેની સાથે સીરિયલનું ગાંધારીનું ચિત્ર મૂકીને યુઝર્સે લખ્યું કે આ મોડલ જેન-ઝીને ગાંધારી જેવી વાઈબ્સ આપી રહી છે.